________________
શ્રી સિદ્ધર્ષિસૂરી ચરિત્ર
એકવા૨ સિદ્ધને જુગા૨નું વ્યસન લાગુ પડ્યું, જેથી તે સ્ત્રીના સંગથી વિમુખ થતો ગયો. કારણ કે વિદ્વાનોને પણ કર્મ દુર્રય હોય છે. તેને માતા પિતા, ગુરુ, સ્નેહાળ બંધુઓ તથા મિત્રોએ અટકાવ્યો, તો પણ તે જુગા૨થી નિવૃત ન થયો. કારણ કે વ્યસનથી મુક્ત થવું મુશ્કેલ છે. પ્રગટ રીતે જુગારનું વ્યસન વધી જવાથી તે નિરંતર જુગારીઓને પરાધીન થવા લાગ્યો. અને તેથી સદાચારથી ભ્રષ્ટ થયો. ક્ષુધા લાગતાં તે ભોજન કરવા આવતો, યોગીની જેમ તેમાં લીન થવાથી તે શીત તાપની દરકાર કરતો ન હતો, વળી ગુરુવચનથી તેને ભારે કંટાળો આવવા લાગ્યો. અર્ધરાત્રિ વ્યતીત થયા પછી તે પોતાના ઘરે આવતો અને ત્યાં સુધી તેની સ્ત્રી એકલી રોજ રાહ જોઈને બેસી રહેતી હતી.
229
એકવાર નિત્ય રાત્રિજાગરણને લીધે તેના શરીરે આળસ થતાં ગૃહકાર્યોમાં તે વારંવાર સ્ખલના પામવા લાગી જેથી તે — ‘આવા પ્રકારના જ્ઞાતિસંબંધને વશ થવાથી કર્કશ વચન સાંભળવા પડે છે' એમ મનમાં દુઃખ લાગતાં આંસુ સારવા લાગી એટલે સાસુ તેને ગદ્ગદ્ ગિરાથી કહેવા લાગી કે - ‘હું વિદ્યમાન છતાં તને કોણ પરાભવ પમાડી શકે તેમ છે ? માટે તું પોતે તારા કુવિકલ્પને લીધે ગૃહકાર્યમાં આળસુ થઈ ગઈ લાગે છે. વળી તારો સસરો પણ રાજભવનમાંથી વ્યગ્ર થઈને જો આવશે અને પૂજાદિકની સામગ્રી તૈયા૨ નહિ હોય, તો તે મારા પર ગુસ્સે થશે. માટે તું મને સાચેસાચું કહી દે કે જેથી તારું દુઃખ ટાળવાનો હું સત્વર .પ્રતીકાર કરું.
ત્યારે તે બોલી કે – ‘સાસુજી ! કંઈ નથી.'
આથી સાસુ પુનઃ વધારે આગ્રહથી પૂછવા લાગી. એટલે તેણે સત્ય વાત નિવેદન કરતાં જણાવ્યું કે ‘હું શું કરું ? તમારો પુત્ર અર્ધરાત્રિ વીત્યા પછી આવે છે.’
1
એટલે સાસુ બોલી - ‘એ વાત તેં પ્રથમ મને કેમ ન જણાવી ? હવે કર્કશ અને પ્રિય વચનથી હું મારા પુત્રને પોતે સમજાવીશ. હે વત્સે ! તું આજે નિશ્ચિંત થઈને સુઈ જજે; અને હું જાગરણ કરીશ. એટલે હું બધું સમાધાન કરી દઈશ. હવે તારે એ બાબતમાં કાળજી ન કરવી. એ પ્રમાણે સાસુની ભલામણથી વહુ રાત્રે સુઈ ગઈ અને લક્ષ્મી પોતે ઘરના દ્વા૨ ૫૨ જાગતી બેઠી. એવામાં રાત્રિના છેલ્લા પહોરે સિદ્ધ આવ્યો અને ‘દ્વાર ઉઘાડો’ એમ મોટે સાદે જેટલામાં કહેવા લાગ્યો, તેવામાં માતા સ્પષ્ટ શબ્દમાં બોલી કે - ‘આટલી મોડી રાત્રે આવના૨ એ કોણ ?'
ત્યારે તે બોલ્યો
‘એ તો હું સિદ્ધ છું.’
એટલે લક્ષ્મી કૃત્રિમ ક્રોધ બતાવતી બોલી — ‘આમ વિના અવસરે બહાર ફરનાર સિદ્ધને હું જાણતી નથી.’ એમ સાંભળતાં સિદ્ધ બોલ્યો તો હવે અત્યારે હું ક્યાં જાઉં ?'
ત્યારે લક્ષ્મીએ વિચાર કર્યો કે —— ‘અત્યારે એને કર્કશ વચન સંભળાવીશ, તો બીજી વાર એ શીઘ્ર આવશે’ એમ ધારીને તે બોલી કે – ‘આટલી મોડી રાતે જ્યાં દ્વાર ઉઘાડું જોવામાં આવે ત્યાં જા; શું આખી રાત દ્વાર ઉઘાડીને બેસી રહેવાય ?’ એટલે ‘ભલે એમ કરીશ' એ પ્રમાણે બોલતાં ત્યાંથી સિદ્ધ ચાલી નીકળ્યો, અને ખુલ્લા દ્વારની તપાસ કરતાં તે સાધુઓના ઉપાશ્રય આગળ પહોંચ્યો. ત્યાં ધર્મશાળામાં સદાય દ્વાર ઉઘાડું જ રહેતું, એટલે તે ઉપાશ્રયમાં દાખલ થયો. ત્યાં જતાં તેણે કેટલાક મુનિઓને વિવિધ પ્રવૃત્તિમાં તત્પર થયેલા