________________
228
શ્રી પ્રભાવક ચરિત્ર
શ્રી સિદ્ધર્ષિસૂરિ ચરિત્ર
અસાધરણ તેજસ્વી એવા શ્રી સિદ્ધર્ષિ તમને સંપત્તિ આપો કે જેમના બનાવેલા ગ્રંથો અત્યારે પૃથ્વી પર મુનિઓને મિલકતરૂપ થઈ પડ્યા છે. શ્રી સિદ્ધર્ષિપ્રભુની પરિપક્વ વાણી તમારું રક્ષણ કરો કે જેની ઉપાસના કરવાથી અનાદિ–અજ્ઞાનના સંસ્કાર ભેદાય છે. ભાવનાથી ભવ્ય એવો સુપ્રભુ જેમનો પૂર્વજ હતો અને સૌભાગ્યશાળી શ્રીમાઘ કવીશ્વર જેમનો બંધ હતો. અખિલ કલુષતાને વારનાર તથા રાજાઓને ચમત્કાર ઉપજાવનાર એવું તે શ્રી સિદ્ધર્ષિપ્રભુનું ચરિત્ર હું કહીશ કે જે અજ્ઞાનને હઠાવનાર છે.
અખંડ લક્ષમીના ધામરૂપ એવો ગુર્જર નામે દેશ છે કે જ્યાં વરિષ્ઠ વેષને લીધે વૃદ્ધજનોની જરા વર્તાતી નથી અને સજ્જ થઈ આવેલા અન્ય ક્ષત્રિયોને જે દુર્જેય છે. ત્યાં મહીમહિલાના મુખ્ય સમાન શ્રીમાલ નામે નગર છે કે જ્યાં ચૈત્યોના શિખરો પર રહેલ કળશો મુગટની શોભાને ધારણ કરે છે. વળી જયાં પ્રાસાદો મત્તવારણ (કોતરણીના હાથીઓ) થી શોભતા હતા. અને રાજમાર્ગો મત્તવારણ (મદોન્મત્ત હસ્તીઓ)થી શોભતા હતા. તથા જ્યાં જિનાલયો નૂતન ધુપથી વ્યાપ્ત હતા અને નિઃસંગ મહર્ષિઓ જયાં સ્વજનોના સંગપરિચયથી વિમુખ હતા. ત્યાં શ્રી વર્મતાલ નામે રાજા હતો કે જેણે પોતાના હસ્તી અને અશ્વસૈન્યથી શત્રુઓને દૂર હાંકી કાઢ્યા હતા તથા વિરોધીઓના મર્મ ભેદવામાં જે સમર્થ હતો. તે રાજાનો સુપ્રભદેવ નામે મંત્રી કે જે જગતમાં મિત્રરૂપ રાજયનો સર્વ ફારભાર ચલાવનાર અને દુર્જનોને દબાવનાર હતો. વળી જે મંત્રીની નીતિ-રીતિ જોઈ દેવાર્ય તથા ઉશનસ બંને તપ કરવાને વિષ્ણુપદનું અવલંબન કરી રહ્યા. તેના સદાચારી દત્ત અને શુભંકર નામે બે પુત્રો કે જે સ્કંધની જેમ સર્વભાર ઉપાડવાને સમર્થ હતા. તેમાં દત્ત સેવકો પ્રત્યે ઉદારતા બતાવનાર, ધર્મમાં પ્રેમ ધરાવનાર, અધર્મથી વિરામ પામનાર તથા શોભામાં ઇન્દ્ર સમાન હતો. અગણિત ધનને સૂચવનાર કોટિધ્વજની જાળમાં સ્થિત રહેલ લક્ષ્મી, જાણે જળમાં જન્મ પામવાથી કંટાળો પામી હોય તેમ તેમના ઘરથી બહાર જતી ન હતી. તે દત્તનો શ્રી માઘ નામે પુત્ર હતો, કે જે ભોજ રાજાનો બાળમિત્ર, મહાપંડિત, સરસ્વતીનું પ્રાસાદપાત્ર અને શીલ વડે ચંદન સમાન હતો. વળી આજકાલના લોકોને શ્રેષ્ઠ સારસ્વત–મંત્ર સમાન શિશુપાલવધ કાવ્ય એ જ જેની શાશ્વત પ્રશસ્તિ છે. નિર્દોષ બુદ્ધિવાળો તે શ્રી માઘ કોને ગ્લાધ્ય અને પ્રશંસનીય ન હતો ! કે જેના કાવ્યરૂપ ગંગાતરંગોના બિંદુઓ ચિત્તની જડતાને હરનારા છે.
તેમજ શ્રી શુભંકર શ્રેષ્ઠી સમસ્ત લોકોને પ્રિયંકર હતો કે જેના દાનની અદૂભુત પ્રશંસાથી ઇન્દ્ર પણ આનંદ પામ્યો હતો. કૃષ્ણને લક્ષ્મીની જેમ તેની લમી નામે પત્નિ હતી કે જેણે વિશ્વવિખ્યાત સીતાદિક સતીઓને સત્ય કરી બતાવી હતી. પુત્રોમાં મુગટ સમાન અર્થીજનોને ઇચ્છિત દાન આપવાથી કલ્પવૃક્ષ સમાન એવો સિદ્ધ નામે તેમનો પુત્ર હતો. પિતાએ તેને એક ધન્યા નામે કુલીન કન્યા પરણાવી હતી. તેની સાથે દોગંદક દેવની જેમ વિષય સુખમાં કાળ નિર્ગમન કરતો હતો.