________________
શ્રી માનદેવસૂરિ ચરિત્ર
227
પછી ગુરુ મહારાજ કહેવા લાગ્યા કે – “અમારે શ્રી સંઘનો આદેશ તો પ્રમાણ જ છે. માટે અહીં રહેતાં જ તે ઉપદ્રવને શાંત કરવા અને પ્રયત્ન કરીશું. પરંતુ અહીંના સંઘની અનુજ્ઞા વિના અમારાથી ત્યાં આવી શકાય તેમ નથી. અહીંના સંઘમાં આ બે દેવીઓ મુખ્ય છે, અને તેમની ત્યાં આવવા માટે અનુમતિ નથી. માટે પૂર્વે કાંઠે પ્રકાશિત કરેલ અને અત્યારે આ દેવીઓએ બતાવેલ શ્રી પાર્થપ્રભુનો શ્રેષ્ઠ મંત્ર છે. સર્વ ઉપદ્રવને અટકાવનાર તે મંત્રથી સંયુક્ત તથા શ્રી શાંતિનાથ તથા પાર્શ્વનાથના સ્મરણથી પવિત્ર થયેલ એવું શ્રી શાંતિસ્તવ નામનું શ્રેષ્ઠ સ્તવન લઈને તું સ્વસ્થ થઈ પોતાના સ્થાને જા. એનાથી અશિવઉપદ્રવ શાંત થઈ જશે.
એ પ્રમાણે ગુરુના આદેશથી વીરદત્ત તે સ્તવન લઈને પ્રમોદપૂર્વક તક્ષશિલામાં આવ્યો અને તે તેણે શ્રીસંઘને અર્પણ કર્યું. એટલે આબાલગોપાલ તે સ્તવન હર્ષથી ભણતાં, કેટલેક દિવસે ઉપદ્રવ શાંત થઈ ગયો. ત્યારે લોકો પોતાની ઇચ્છા પ્રમાણે અન્યત્ર ચાલ્યા ગયા. પછી ત્રણ વર્ષ જતાં તુર્કીઓએ તે મહાનગરીને ભાંગી નાખી. ત્યાં અદ્યાપિ પીતળ અને પાષાણના બિબો ભોંયરામાં છે, એમ વૃદ્ધ જનો કહે છે. - ત્યારથી શ્રીસંઘના ઉપદ્રવનો નાશ કરનાર, અદ્દભુત શાંતિસ્તવ અદ્યાપિ પ્રવર્તમાન છે. મુખ્ય મંત્રોમાં તેનો મંત્ર પ્રસિદ્ધ છે અને તે આરાધવાથી ચિંતામણિની જેમ ઇષ્ટ સિદ્ધિને આપે છે.
હવે શ્રી માનદેવસૂરિ શાસનની અનેક રીતે પ્રભાવના કરી, પોતાના પટ્ટ પર યોગ્ય શિષ્યને સ્થાપી જિનકલ્પ સંદેશ સંલેખના કરી પ્રાંતે શુભ ધ્યાનમાં મૃત્યુ પામતાં સ્વર્ગે ગયા.
એ પ્રમાણે મારા જેવાને ચિત્તની સ્થિરતા આપનાર શ્રી માનદેવ પ્રભુનું ચરિત્ર તે વિવિધ પદાર્થમાં આસક્ત બનેલા સંસારીજનોને વિદ્યાભ્યાસ તથા એકાગ્ર ધ્યાન તેમજ વાસનાના ઉચ્છેદ નિમિત્તે થાઓ.
શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે હંસસમાન, તથા શ્રીરામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પોતાના મન પર લેતાં, શ્રી પ્રદ્યુમ્નાચાર્યે સંશોધન કરેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ . રોહણાચલને વિષે શ્રી માનદેવ સૂરિના ચરિત્રરૂપ આ તેરમું શિખર થયું.
કવિઓના પ્રયોજનરૂપ કાવ્ય વિષયમાં વિચક્ષણ, મહામતિ અને સર્વજ્ઞના ધ્યાનથી જાણે તન્મયતા પામ્યા હોય એવા શ્રી પ્રદ્યુમ્ન મુનીશ્વર જયવંત વર્તે છે.