________________
223
શ્રી માનતુંગસૂરિ ચરિત્ર
એ રીતે સ્થિરતા ઉપજાવનાર જૈનધર્મરૂપ પ્રાસાદના સ્તંભરૂપ તથા સુકૃતરૂપ મહાપટ્ટ (તંબુ) ના અવખંભરૂપ એવું શ્રી માનતુંગ પ્રભુનું ચરિત્ર, મેં ક્યાંકથી સાંભળી તેમજ સંપ્રદાયથી મેળવીને અહીં કંઈક કહી બતાવ્યું. તેમાં કંઈ ન્યૂનતા કે સ્ખલના રહી ગઈ હોય, તો બુદ્ધિપ્રધાન પંડિતોએ હાસ્ય ન કરતાં તે સુધારી લેવા કૃપા કરવી.
શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે રાજહંસ સમાન તથા શ્રી રામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પોતાના વિચાર પર લેતાં શ્રીપ્રદ્યુમ્નસૂરિએ શોધેલ શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રી માનતુંગસૂરિના અદ્ભુત ચરિત્રરૂપ આ બારમું શિખર થયું.