________________
શ્રી માનતુંગસૂરિ ચરિત્ર
221
એવામાં એકવાર રાજાએ પોતાના અમાત્યને કહ્યું કે – “અહો ! દુનિયામાં બ્રાહ્મણોનો જ પ્રત્યક્ષ અતિશય દેખાય છે, કોઈ દર્શનમાં કયાં આવો પ્રભાવ છે ?'
એટલે પ્રધાને જણાવ્યું કે - “હે સ્વામિનું ! જો તમે સાંભળો, તો હું નિવેદન કર્યું, જૈન શ્વેતાંબરાચાર્ય શ્રી માનતુંગ નામે એક વિદ્વાનું મહાપ્રભાવ સંપન્ન છે અને તે હાલ આપના નગરમાં બિરાજમાન છે, જો તમારે કૌતુક જોવું હોય, તો તે ગુરુને તમે અહીં બોલાવો, એટલે તમારા મનમાં જેવું આશ્ચર્ય હશે, તેવું તે પૂર્ણ કરશે.' - એ પ્રમાણે સાંભળતાં રાજા કહેવા લાગ્યો કે – “એ સત્પાત્રને સન્માનપૂર્વક બોલાવો. કારણ કે તેવા નિઃસ્પૃહ પુરૂષો આગળ રાજા શું માત્ર છે ?'
એટલે મંત્રી ત્યાં જઈ, ગુરુને નમન કરીને કહેવા લાગ્યો – “રાજા આપને વાત્સલ્યથી બોલાવે છે, માટે પધારો.'
ત્યારે ગુરુ બોલ્યા – “હે મહામંત્રિનું ! અમારે રાજાની પાસે શું પ્રયોજન છે? પરભવના સાધક એવા અમો નિઃસ્પૃહ મુનિઓ માટે તે ભૂમિ ઉચિત નથી.'
આથી મંત્રી પુનઃ બોલ્યો – “હે ભગવન્! ભાવનાથી શ્રેષ્ઠ પ્રભાવના થાય છે. આપને શાસનની પ્રભાવના કરવાની છે અને તે રાજાને પ્રસન્ન કરવાથી થાય તેમ છે.”
આવા પ્રકારના મંત્રીના આગ્રહથી શ્રી માનતુંગસૂરિ રાજભવનમાં આવ્યા એટલે રાજાએ ઉભા થઈને તેમને સન્માન આપ્યું, ત્યારે ધર્મલાભરૂપ આશિષ આપીને તેઓ ઉચિત આસને બેઠા.
એવામાં રાજા કહેવા લાગ્યો કે – “પૃથ્વી પર બ્રાહ્મણો કેવા મહાપ્રભાવી છે કે એકે સૂર્યને આરાધીને પોતાના શરીરમાંથી રોગ કાઢ્યો અને બીજાએ ચંડિકાની સેવા કરીને હાથ પગ મેળવ્યા. તો હે યતિનાયક ! જો તમારામાં કોઈ અદ્દભુત શક્તિ હોય, તો અત્યારે કંઈક ચમત્કાર બતાવો.'
એ પ્રમાણે સાંભળતાં ગુરુ બોલ્યા કે – “હે રાજનું ! અમે ગૃહસ્થો નથી કે ધન, ધાન્ય, ગૃહ, ક્ષેત્ર, કલત્ર, પુત્રાદિકને માટે રાજાને રીઝવીએ કે લૌકિક ક્રિયા અથવા વિદ્યાને પ્રાપ્ત કરીએ, પરંતુ અમારે તો શાસનનો ઉત્કર્ષ કરવો, એ અમારી ફરજ છે.” એમ ગુરુ બોલતા હતા, તેવામાં રાજાએ આદેશ કર્યો કે – “એમને પગથી મસ્તક પર્યત નિગડ (સાંકળ)થી બાંધો અને નિબિડ અંધકારમાં બેસાડી મુકો.' એમ રાજાનો હુકમ થતાં રાજપુરૂષોએ લોહના યંત્ર સમાન ગુરુને લોખંડની ૪૪ સાંકળથી બાંધ્યા અને પછી ઉપાડીને એક તમોવ્યાપ્ત ઓરડામાં બેસાડી, તેના દ્વાર–કપાટ બંધ કરી દીધા, વળી ત્યાં જબરજસ્ત એક લોખંડનું તાળું લગાવી દીધું. એ ભોયરામાં પાતાલ સમાન સોયથી ભેદાય તેવો અંધકાર વ્યાપી રહ્યો હતો.
ત્યાં શ્રી માનતુંગાચાર્ય એકાગ્ર મનથી ભક્તામર સ્તોત્ર બોલવા લાગ્યા. જેના ૪૪ કાવ્યો બોલતાં પ્રત્યેક કાલે એક એક સાંકળ જોડાક દઈને તુટતી ગઈ, એમ સંપૂર્ણ સ્તોત્ર બોલી રહેતાં બધી સાંકળો તુટી ગઈ અને શ્રીમાનતુંગસૂરિ તરત મુક્ત થયા, પછી દ્વારા પોતાની મેળે ઉઘડી જતાં સંયમરક્ત તથા સદા ગંભીર એવા ગુરુ શૃંખલા રહિત થતાં શોભવા લાગ્યા, ત્યાંથી રાજસભામાં આવીને તેમણે રાજાને ધર્મલાભરૂપ આશિષ આપી ત્યારે પ્રભાતે પૂર્વાચલથી નીકળતા મહાતેજસ્વી સૂર્ય સમાન તે દીપવા લાગ્યા. આ બધું આશ્વર્ય જોતાં