________________
220
શ્રી પ્રભાવક ચરિત્ર
તદ્ધા બોલનારને માટે અવકાશ નથી. અથવા તો તું સૂર્યને આરાધીને એ પંડિતને પણ નાગને નિર્વિષ કરવાની જેમ સ્વસ્થ બનાવીને મદરહિત કરજે.' એમ કહીને રાજાએ તે પ્રમાણે કર્યું. એટલે બાણકવિ, અત્યંત શ્રવણીય તથા ઉત્કટ શબ્દાક્ષરથી અભુત એવા કાવ્યો બનાવતાં તે ચંડીદેવીની સ્તુતિ કરવા લાગ્યો. તેમાં પ્રથમ શ્લોકનો સાતમો અક્ષર બોલતાં દેવી સાક્ષાત આવીને કહેવા લાગી કે – “હે ભદ્ર ! વર માગ.'
એટલે બાણકવિ બોલ્યો – “મને હાથ પગ આપ.” એમ બોલતાં જ તેના અંગોપાંગ સંપૂર્ણ થતાં તે સાક્ષાત દેવસમાન દેદીપ્યમાન ભાસવા લાગ્યો. પછી તે મહોત્સવપૂર્વક રાજભવનમાં આવ્યો. ત્યાં રાજાએ બાણ અને મયૂર બંનેનો આદર સત્કાર કર્યો, અને બંનેને સન્માનપૂર્વક રાખ્યા.
પછી પૂર્વના ક્રોધને લીધે તે બંને વિવાદ કરતાં કોઈ રીતે નિવૃત્ત થતા ન હતા, ત્યારે રાજા કહેવા લાગ્યો કે – “આ બંનેનો નિર્ણય અહીં થવાનો નથી. માટે મૂલ મૂર્તિરૂપે જ્યાં સરસ્વતી દેવી રહેલ છે, ત્યાં બંને કાશ્મીરમાં આવેલ પ્રવર નગરમાં જાય, એ દેવી જ એમનો જય પરાજય પ્રગટ કરશે. કારણ કે કયો સુજ્ઞ પુરુષ પોતાના માથે દોષ લે. ત્યાં જે પરાભવ પામે, તેના ગ્રંથો મારા આંગણે બાળી નાખવો, એ તમારા બંને વચ્ચે શરત છે.'
એ પ્રમાણે કરવા માટે તે બંને કબૂલ થયા અને પંડિતો તથા રાજપુરૂષો સાથે તેઓ સન્માનથી કાશ્મીર . તરફ ચાલી નીકળ્યા. માર્ગમાં અખંડિત પ્રયાણ કરતાં અલ્પકાળમાં જ સરસ્વતી અને બ્રહ્માથી પવિત્ર થયેલ તે નગરમાં આવી પહોંચ્યા. ત્યાં તે બંને દુષ્કર તપ કરીને દેવીની આરાધના કરવા લાગ્યા, ત્યારે દેવી સંતુષ્ટ થઈ. પછી તેમની પરીક્ષા કરવા માટે દેવીએ તેમને દૂર દૂર રાખીને એક સમસ્યાપદ પૂછયું, એટલે બાણકવિએ તરત જ તે પૂર્ણ કર્યું અને મયૂરે પણ તે જ પ્રમાણે અક્ષરપંક્તિ પૂરી કરી. તેમાં શીધ્ર અને વિલંબના ભેદથી અમુક સમયનું માન રાખવામાં આવ્યું હતું. એટલે શીઘ્રતાથી બાણ જય પામ્યો; અને મયૂર વિલંબ કરવાથી પરાજિત થયો. દેવીએ આ પ્રમાણે સમસ્યા પૂછી હતી.
“શતચંદ્ર રમતત્વમ્ પછી તે બંને પંડિતોએ આ પ્રમાણે પૂર્ણ કરી –
“તામોદરીયાત–વિદ્વત્નીવૃતવેતા |
दृष्टं चाणूरमल्लेन शतचंद्रं नभस्तलम्" ॥ १ ॥ કૃષ્ણના કરાઘાતથી આકુળ વ્યાકુળ થયેલ ચાણુરમલ્લે આકાશતલમાં સેંકડો ચંદ્રો જોયા.”
એ પ્રમાણે પોતાના વાદનો નિર્ણય પામતાં તે બંને કવિ પ્રધાનો સાથે પાછા પોતાના નગરમાં આવ્યા અને રાજાની સમક્ષ આવીને બેઠા. ત્યાં મયૂરે પોતાના ગ્રંથ–પુસ્તકો ખેદપૂર્વક લાવીને બાળી મૂક્યા અને તે ભસ્મીભૂત થઈ ગયાં. એટલે ભસ્મ પણ જયાંસુધી ઉડી, ત્યાં સુધી તે શ્રી સૂર્યસંબંધી સો પુસ્તકોમાં સાક્ષાત્ સૂર્યના કિરણોથી પ્રગટ અક્ષરો દેખાતા હતા, આથી રાજાએ બહુમાનથી મયુરનો પ્રભાવ પ્રકાશિત કર્યો, અને તે બંનેને રાજા સમાન માનદૃષ્ટિથી જોવા લાગ્યો.