________________
શ્રી માનતુંગસૂરિ ચરિત્ર
તેને નવીન દેહધારી બનાવી મૂક્યો અને અગ્નિને તરત બુઝાવી નાંખ્યો. પછી એકસો કાવ્યો બનાવીને તેણે સૂર્યદેવની સ્તુતિ કરી કે જેમાંનું એક કાવ્ય યાદ કરતાં પણ દેવો સાક્ષાત્ આવીને હાજર થાય છે. એમ સૂર્યદેવે સંતુષ્ટ થઈને તેનું શરીર નિરોગી બનાવ્યું કે જે કનક સમાન દીપતું એ તરુણ થઈ ગયું. પછી પ્રભાતે દેહને પ્રગટ બતાવતો તે રાજસભામાં આવ્યો. એટલે હર્ષ રાજાએ તેને પૂછ્યું કે — ‘આ તારું શરીર નવીન કેમ થયું તે કહે.’
ત્યારે મયૂર કહેવા લાગ્યો — ‘હે દેવ ! મેં સૂર્યદેવની આરાધના કરી. તેથી સંતુષ્ટ થઈને તેણે મને આજે નિરોગી બનાવ્યો. કારણ કે ભક્તિને શું દુષ્કર છે ?' તે વખતે બાણના પક્ષના પંડિતોને જાણે ઇર્ષ્યા આવી હોય, તેમ તેઓ કંઈક કટાક્ષથી સ્પષ્ટ શ્લોક બોલ્યા કે
" यद्यपि हर्षोत्कर्ष विदधति मधुरा गिरो मयूरस्य ।
बाण विजृंभण समये तदपि न परभागभागिन्यः ? " ॥ १ ॥
-
219
જો કે મયૂરની મધુર વાણી હર્ષોત્કર્ષ ઉપજાવે છે, તથાપિ બાણના વિકાસસમયે તે વિશેષ ઉત્કર્ષવાળી લાગતી નથી.'
એમ સાંભળતાં રાજા બોલ્યો કે = ખરેખર ! ગુણી એક બીજા પર મત્સર ધરાવે છે, એ વાત સત્ય છે. તમે એના પર પણ અદેખાઈ બતાવો છો, તો અમે તમને શું કહીએ ?જેણે વૈદ્યના ઔષધ વિના સરલ મનથી સૂર્યનું આરાધન કરતાં, તેણે ભક્તિથી સંતુષ્ટ થઈને એને નવું શરીર આપ્યું. એમ જેની વચનરચનાથી સૂર્ય પોતે પરમ સંતોષ પામ્યો. આહારાદિકની મલિનતાથી ભરેલા આપણે મનુષ્યો શું માત્ર છીએ ?’
ત્યારે બાણકવિ કહેવા લાગ્યો કે ‘હે સ્વામિન્ ! આ તમે પક્ષપાત જેવું શું બોલો છો ? જ્યાં દેવનો પ્રભાવ જ પ્રગટ હોય, ત્યાં એની પ્રશંસા કરવી શા કામની ?'
—
આથી શ્રી હર્ષરાજાએ જણાવ્યું કે — ‘જો શક્તિ હોય તો એવા પ્રકારનો આશ્ચર્યાતિશય અન્ય કોઈ બતાવે, એટલે તેની પ્રશંસા કરવામાં કોણ પક્ષ કરે તેમ છે ?’
-
એ પ્રમાણે રાજાનું વચન સાંભળતાં બાણ ભારે સાહસ બતાવતો કહેવા લાગ્યો કે — ‘મારા હાથ પગ છેદીને તમે મને ચંડિકાદેવીના મંદિર પાછળ મૂકી આવો, કે જેથી હું ત્યાંથી ઉઠીને આવતાં તમારા દ્વારા ભારેમાં ભારે પ્રશંસા અને સન્માન પામું.’
એવામાં મયૂર બોલ્યો કે ‘હે દેવ ! ગમે તેમ કહે, તો પણ મારા પર અનુકંપા લાવીને તમે એને એવી સ્થિતિમાં લાવશો નહિ, કારણ કે મારી પુત્રીને દુઃખ થશે. એટલું જ નહિ પણ એ વ્યંગ (શરીરે હીન) ની તેને ભારે શુશ્રુષા કરવી પડશે. વળી હે પ્રભો ! મને પણ જન્મભર ભારે કષ્ટ થઈ પડશે.’
એમ સાંભળતાં રાજા, મયૂર પર અદ્ભુત ભક્તિ ધરાવતાં અને બાણ ૫૨ ક્રોધ લાવતાં કહેવા લાગ્યો
કે
‘હે પંડિત ! મારે એ મોટું આશ્ચર્ય જોવાનું છે, માટે વચનશક્તિ ધરાવનાર બાણના કહેવા પ્રમાણે તો કરવાનું જ છે. પછી જો એને નવા હાથ પગ આવશે, તો એનો ભારે યશ ફેલાશે અને જો તેમ ન થાય, તો વિશેષ વચન રચનાથી મણિની ભજના કરવી પડશે, કારણ કે રાજસભામાં પોતાની ઇચ્છા પ્રમાણે યદ્વા