________________
શ્રી માનતુંગસૂરિ-પ્રબંધ
217
દ્રહના અપાર જળમાં, બિબીલતાને જંગલમાં અને ચંદ્રમાને આકાશમાં નાખી દીધા. તે કન્યાને માટે કુળ, રૂપાદિકથી અદ્દભુત એવા યોગ્ય વરની તપાસ કરતાં તે ન મળવાથી મયૂરને ભારે ખેદ થઈ પડ્યો.
એવામાં તર્કશાસ્ત્ર, વ્યાકરણ, સાહિત્યશાસ્ત્રમાં ભારે રસિક, વેદમાં પ્રવીણ, પૂર્વે કહેલા ગુણોથી અલંકૃત, વાદ કરવામાં ભારે ચાલાક તથા મન્મથ સમાન મનોહર આકૃતિને ધારણ કરનાર બાણ નામે એક મહાવિક તેના જોવામાં આવ્યો, તેથી આકાશમાં મેઘને જોતાં જેમ મયૂર હર્ષ પામે, તેમ મયૂરવિપ્ર ભારે હર્ષ પામ્યો. પછી તેણે વૈભવ વિના પણ તેને પોતાની સુતા પરણાવી. યોગ્ય વરની પ્રાપ્તિ થયા છતાં પુત્રી પિતાને દુત્ત્વજ હોય છે. ત્યાં તે પોતાના જમાઈને હર્ષદવ રાજા પાસે લઈ ગયો. એટલે તેણે આશિષ આપતાં બાણ અને તેની પત્ની સંતોષ પામ્યા. પછી રાજાએ ધન ધાન્યાદિસહિત તેને અલગ આવાસ આપ્યો. ત્યાં રાજ સન્માન પામતાં તે દંપતી આનંદપૂર્વક સાથે રહેવા લાગ્યા. - એકવાર પોતાની પત્ની સાથે બાણનો સ્નેહ-કલહ થયો. કારણ કે મરીના ચૂર્ણ વિના સાકર દુર્જર થાય છે. આથી મદોન્મત્ત બાણપત્ની પુષ્ટ થઈને પોતાના પિતાને ઘેર ચાલી ગઈ. એટલે સાંજે બાણકવિ તેને મનાવતાં કહેવા લાગ્યો કે – “હે સ્વામિની ! જગતના સ્વાર્થનો વિનાશ કરવામાં શત્રુસમાન એવા માનને તું મૂકી દે. કારણ કે સેવક, કામુક (કામી) અને પરભવના સુખની ઇચ્છા કરનારને માન કરવું યોગ્ય નથી.”
પછી પંડિતને ઘરથી બહાર મોકલીને સખી તેણીને માન તજાવવા માટે વિવિધ વચન રચનાથી સમજાવવા લાગી કે – “હે સખી ! તારો પ્રાણપતિ બહાર અવનત થઈને ભૂમિ કોતરી રહ્યો છે, તારી સખીઓ સતત રૂદન કરવાથી સુજેલા લોચને આહારનો ત્યાગ કરી બેઠી છે, તથા પાંજરામાં રહેલા શુકપક્ષીઓએ હસવું અને પાઠ કરવો બધું મૂકી દીધું છે, છતાં તું આ અવસ્થામાં હઠ લઈ બેઠી છે, માટે હે કઠિન હૃદયવાળી માનિની ! તું હવે માન મૂકી દે.”
એ પ્રમાણે સમજાવ્યા છતાં તે ન સમજી, ત્યારે વિલક્ષ થયેલ તે સખી બહાર આવીને પંડિતને કહેવા લાગી કે – “આપણે ઉપાનહ (મોજડી) મૂકીને એના ભવનમાં પ્રવેશ કરીએ.' પછી તે અંદર ગયા, પણ તે તો મૌન લઈને જ બેઠી હતી. એવામાં લગભગ પ્રભાતનો સમય થવા આવ્યો. એટલે છેવટે વિદ્વાનોને માનનીય એવા બાણપંડિતે તેને ફરીથી સમજાવતાં જણાવ્યું કે –
"गतप्राया रात्रिः कृशतनु शशी शीर्यत इव प्रदीपोऽयं निद्रावशमुपगतो धूर्णत इव । प्रणामान्तो मानस्तदपि न जहासि क्रुधमहो
વપ્રત્યાસત્યા તયમપિ તે સુક્ષુ વિનમ્” છે ? . હે કૃશોદરી ! રાત્રિ લગભગ ખલાસ થવા આવી છે. ચંદ્રમા જાણે ક્ષીણ થતો હોય તેવો ભાસે છે. આ દીપક જાણે નિદ્રાવશ થયેલાની જેમ મંદ પડતો જાય છે. માન તો પ્રણામ કરવા સુધી હોય, તથાપિ તું કોપ તજતી નથી. તેથી અહો ! સ્તનની પાસે રહેવાથી તે સુભ્ર ! તારું હૃદય પણ કઠિન બની ગયું લાગે છે.”
એવામાં ભીંતને આંતરે તેના પિતા સુતો હતો, તે જાગ્રત થતાં ઉપરોક્ત શ્લોક સાંભળવાથી તે સંબ્રાંત થઈને બોલી ઉઠ્યો કે – “હે ભદ્ર ! સુભ્ર શબ્દને ઠેકાણે તું ચંડી શબ્દનો ઉપયોગ કર, કારણ કે એ દઢ કોપ