________________
શ્રી બપ્પભટ્ટિસૂરિ ચરિત્ર
213
એટલે ઉત્તરોત્તર ધ્યાન, યોગાદિના પ્રારંભથી તેમણે પાંચ વરસ વ્યતીત કર્યા, ત્યાં પોતાના આયુષ્યનો અંત નજીક આવ્યો. એવામાં સમય પર રાજાએ ભારે આગ્રહ કરીને ગુરુને આદરપૂર્વક પુત્રને બોલાવવા માટે મોકલ્યા. ત્યારે ગુરુ તે નગરને પાદર આવી ચિંતવવા લાગ્યા કે—‘જો ભોજને ત્યાં લઈ જઈશ, તો રાજા તેને મારી નાખશે, અને ન લઈ જતાં તે મૂર્ખ ભારે ઈર્ષ્યા લાવી મુનિઓને ઉપદ્રવ તથા શાસનની હીલના કરશે. માટે હવે અનશનથી મૃત્યુ સાધી લેવું એજ ઉચિત છે.’ એમ ધારી અનશન કરી, ગીતાર્થ મુનિઓ પાસે આદરથી આરાધના કરાવતાં શ્રી બપ્પભઠ્ઠિ મુનિરાજે અધ્યાત્મયોગથી એકવીસ દિવસ વ્યતીત કરી દશમા દ્વારથી પોતાના પ્રાણ છોડ્યા અને ઈશાન દેવલોકમાં તે દેવપણે ઉત્પન્ન થયા. વિક્રમ સંવતના ૮૦૦ વર્ષ વ્યતીત થતાં ભાદરવા માસની ત્રીજ અને રવિવારના દિવસે હસ્ત નક્ષત્રમાં તેમનો જન્મ થયો હતો. છ વર્ષે તેમણે વ્રત લીધું અને અગીયારમે વર્ષે તેઓ આચાર્યપદ પામ્યા, તેમજ પંચાણું વર્ષે તેમનું આયુષ્ય પૂર્ણ થયું એટલે વિક્રમ સંવત ૮૯૫ મે વર્ષે ભાદરવા મહિનાની શુક્લ અષ્ટમીના દિવસે સ્વાતિ નક્ષત્રમાં આમ રાજાના ગુરુ શ્રી બપ્પભકિસૂરિએ સ્વર્ગગમન કર્યું. એવામાં ગુરુના સ્વર્ગગમનની વાત સાંભળવામાં આવતા આમ રાજાનો પૌત્ર ભોજકુમાર અત્યંત શોકથી પોતાના વદનકમળને સંકુચિત કરતો તે વિલાપ કરવા લાગ્યો કે-“અહા ! હવે અવિવેકથી વિવેક જીતાયો, સારસ્વત મંત્રનો લોપ થયો, નિરભિમાનતા છુપાઈ ગઈ અને જ્ઞાનને જલાંજલિ મળી.'
એ પ્રમાણે ક્ષણભર વિલાપ કર્યા પછી ગુરુભક્તિથી પવિત્ર અને નિર્મળ આચારવાળા એવા ભોજકુમારે ચિતા તૈયાર કરવા માટે પોતાના સેવકોને આદેશ કર્યો. પોતાના પિતામહ (દાદા)ના વિયોગમાં તેના મિત્ર ગુરુ થકી વૃદ્ધિ પામેલ, અને તે ગુરુ પણ સ્વર્ગે જતાં અનાથની જેમ લોકમાં એકલો થઈ રહેલ તે એક ક્ષણ વાર પણ પૃથ્વીતલ પર રહેવાને સમર્થ ન હતો. એટલે પિતામહના મિત્ર સૂરિની પાછળ જવાને જ હવે તેણે યોગ્ય ધાર્યું. ત્યાં પોતાના મોસાળના પ્રધાનોએ આપેલ શિખામણનો અનાદર કરી જાણે લીલાવનમાં જતો હોય, તેમ ગુરુની મરણભૂમિએ તે પહોંચ્યો. એવામાં તેની માતાએ આવીને તેને ભુજદંડમાં પકડી લીધો, પછી અન્યાયનો નિષેધ કરવા અને રાજ્યની કૃપાની ખાતર શિખામણ આપતાં માતા તેને કહેવા લાગી કે— હે વત્સ ! મારા શ્વશુર અને ગુરુ બંને ચાલ્યા ગયા તેથી ષી અને મહાપાપી એવો તારો પિતા નિર્ભય થઈને તારી પ્રજાને સતાવશે, માટે હે હૃદયને આનંદ પમાડનાર નંદન ! તું પ્રેમાળ અને દયાળુ છે, તો આ મારી પ્રાર્થનાને લક્ષ્યમાં લઈ આ મૃત્યુના સાહસ થકી વિરામ પામ.”
એ પ્રમાણે માતાનું વચન અલંઘનીય સમજી આંખમાં આંસુ લાવતાં ભોજકુમારે ગુરુની પાછળ ચિતામાં પોતાનું ઉત્તરીય વસ્ત્ર નાખ્યું. પછી અસાધારણ શોકથી દેહકાંતિને પ્લાન બનાવતા ભોજકુમારે આચાર્ય મહારાજનું પિતામહની જેમ ઉર્ધ્વદૈહિક કૃત્ય કર્યું.
પછી એકવાર પોતાના મામા સાથે આકસ્મિક દાવાનળ સમાન ભોજ, પિતાને શાંત કરવા માટે ઓચિંતો કાન્યકુબ્ધ નગરમાં ગયો ત્યાં નગરમાં દાખલ થઈ સત્વર રાજભવનમાં આવતાં તેણે દ્વાર પાસે ત્રણ બીજોરાં લઈ બેઠેલ એક માળીને જોયો. એટલે તેણે પોતાના સ્વામીનો પુત્ર સમજીને તેને તે ફળ ભેટ કર્યા. તે ફળ લઈને, લોકોને અટકાવતો તે રાજભવનની અંદર દાખલ થયો. ત્યાં ઈષ્યપૂર્વક સિંહાસન પર કંટિકા સાથે બેઠેલ પોતાના પિતાને તેણે ત્રણ બીજોરાથી હૃદયમાં મારીને યમધામમાં પહોંચાડી દીધો. એટલે પૂર્વે ચિંતવેલ