________________
શ્રી બપ્પભટ્ટિસૂરિ ચરિત્ર
સુજ્ઞોમાં યશ પામનાર તે રૈવતાચલની તળેટીમાં આવ્યો ત્યાં તીર્થને વંદન કરવાને ઈચ્છતા એવા તે નિર્ભય આમરાજાએ દશ હજાર અશ્વોના પરિવાર સાથે આવેલા એવા અગિયાર રાજાઓને જોયા. કલિકાળમાં અધિકાર પામેલા રાક્ષસોથી અધિષ્ઠિત જાણે વૃક્ષો હોય તેવા મિથ્યા વચન-આડંબર ચલાવતા અગિયાર દિગંબરો સહિત તે રાજાઓ રૈવતાચલને પોતાના તીર્થ તરીકે સ્વીકારી અન્યને ઉપર ચડવાનો નિષેધ કરતા હતા, એટલે અસંખ્ય સૈન્યયુક્ત આમરાજાએ તેમને યુદ્ધ કરવા માટે બોલાવ્યા. તે જોઈને શ્રી બપ્પભટ્ટિ આચાર્ય મિત્ર રાજાને કહ્યું કે ‘હે રાજન્ ! ધર્મકાર્યના નિમિત્તે પ્રાણિવધ ક૨વા કોણ ઈચ્છે ? એ વિદ્વત્તાનો ડોળ કરનારા દિગંબરોને હું વાગ્યુદ્ધથી જીતીશ. નખથી છેદવા લાયક કમળ પર કુઠાર (કુહાડો) કોણ ચલાવે? વાદ કરતાં તો તે વિના પ્રયાસે જીતાયા જ છે, કારણ કે પતંગને બાળે, તેમાં દીપકની સ્તુતિ શી કરવી ?’
211
પછી સુજ્ઞશિરોમિણ આમ રાજાએ તે પ્રતિપક્ષીઓને બોલાવીને કહ્યું કે—‘વ્રતથી નહિ પણ નિર્જયથી જ જો તમે શાંત થવા માગતા હો, તો અસંખ્ય વ્યંતરો જેના ચરણ-કમળમાં નમસ્કાર કરી રહ્યા છે તથા શ્રી નેમિનાથના ચરણકમળમાં રાજહંસી સમાન એવી અંબા નામે શાસનદેવી છે, એટલે આપણા બંને પક્ષની બે કન્યા બદલાવીને મૂકો તેમની પાસે રહેલ તે દેવી જેને બોલાવશે, તેનું આ તીર્થ સમજવું. આ ક્રમથી આપણે સમાધાન કરીએ; પણ લઘુતાના સ્થાનરૂપ એવો વાદ વિવાદ કરવાથી શું ?' આ ક્રમ—રીતથી અક્ષય ઉગ્ર પ્રભાવવાળી અંબિકાના મંદિરમાં બંને પક્ષવાળાં એકમત થયા. પછી શ્રી બપ્પભટ્ટિસૂરિએ એક કુમારિકાને તેમના આવાસમાં મોકલી, તેઓએ બાર પહોર સુધી મંત્રોથી તે કન્યાને અધિવાસિત કરી. એટલે તે જાણે મુંગી અને વ્હેરી હોય તેમ કોઈ રીતે પણ બોલવાને અસમર્થ થઈ ગઈ, પછી દિગંબરો કહેવા લાગ્યા કે— ‘જો તમારામાં શક્તિ હોય, તો અહીં તમે અમારી આ કન્યાને બોલાવી આપો.
ત્યારે શ્રી બપ્પભટ્ટિ ગુરુએ પોતાનો કમળ સમાન કોમળ હાથ તે કન્યાના મસ્તક પર મૂક્યો, કે અંબાદેવી તરત જ તેના મુખમાં રહીને સ્પષ્ટ બોલવા લાગી કે—
"उज्जितसेलसिहरे दिक्खानाणं निसीहिया जस्स ।
तं धम्मचक्कवट्टि अरिट्ठनेमिं नम॑सामि" ॥ १ 11
આથી શ્વેતાંબર પક્ષનો વિજય સૂચવનાર અને આકાશને ભરી દેનાર જયજય ધ્વનિસહિત દુંદુભિનાદ થયો, ત્યારથી આ ગાથા ચૈત્યવંદનમાંથી સિદ્ધસ્તવની ત્રણ ગાથાની ઉપર લેવામાં આવી. તેમજ શક્રસ્તવની જેમ પ્રાચીન શ્રુતવૃદ્ધોએ માન્ય કરેલ અષ્ટાપદની સ્તુતિ પણ આબાલ વૃદ્ધ માન્ય થઈ. પછી રૈવતાચલ તીર્થ પર આરોહણ કરી મહાભક્ત આમરાજાએ પોતાના જન્મને સફળ માનતાં શ્રીનેમિનાથની પૂજા કરી. વળી ત્યાં દામોદર-હરિની પૂજા કરી તે પિંડતારક માધવદેવ અને શંખોદ્વારમાં આવતાં ત્યાં રહેલ હિરની તેણે અર્ચા કરી. પછી ત્યાંથી દ્વારિકામાં કૃષ્ણમૂર્તિને પ્રણામ કરી, ત્યાં દાનાદિક આપીને તે સોમેશ્વર પુર (પાટણ)માં આવ્યો. ત્યાં સોમેશ્વરની સુવર્ણપૂજા કરી, જળ વડે મેઘની જેમ તેણે દાનથી બધા લોકોને સંતુષ્ટ કર્યા. પછી આમરાજા પોતાના નગરમાં આવ્યો અને ત્યાં ઈચ્છાનુસાર દાન કરતાં તેણે ધર્મનાં સ્થાનો કરાવ્યાં. એવામાં અવસર આવતાં તેણે પોતાના દુંદુક પુત્રને રાજ્ય પર બેસાડ્યો અને પૂર્વે આનંદિત કરેલ હોવા છતાં પ્રજાજનોને ખમાવ્યા. પછી ગંગાનદીના તીરે રહેલ માગધ તીર્થ ભણી તેણે પ્રયાણ કર્યું. ત્યાં ગંગાથી પાર ઉતરવા માટે શ્રી આચાર્ય સાથે તે નાવમાં બેઠો. એવામાં જળમાંથી નીકળતો ધુમાડો તેના જોવામાં આવ્યો. ત્યાં લોકોના