________________
210
શ્રી પ્રભાવક ચરિત્ર
હવે એકવાર આમ રાજાએ શત્રુઓને જીતતાં, સમુદ્રસેન રાજાથી અધિતિ એવા રાજગિરિ દુર્ગને ઘેરો ઘાલ્યો, કે જે ગજ, અશ્વો, રથ અને પદાતિઓના ઉચે ઉછળતા કોલાહલથી એક શબ્દમય જણાતો, સમગ્ર ઉંચા પ્રકારની સામગ્રીનો જયાં સંગ્રહ કરવામાં આવ્યો હતો, વિગ્રહ કરતા શત્રુઓને લાખો પ્રપંચોથી જે દુર્ણાહ્ય હતો, બાહ્ય ભૂમિને તોડી નાખનાર ભૈરવાદિ મહાયંત્ર, યષ્ટિ અને છોડેલા પત્થરના ગોળાઓથી જ્યાં કિલ્લા ઉપરનો ભાગ ભગ્ન થતો હતો, ગઢની દિવાલ ઉપરના કાંગરાઓથી જે આકાશની સાથે વાતો કરતો હતો, વૃક્ષઘટાને લીધે સૂર્ય અને ચંદ્રમાનો સંચાર પણ જયાં મુશ્કેલીથી થતો હતો, તથા પડતા અત્યુષ્ય તેલ અને સુરંગાદિક પ્રપંચોથી પણ જ્યાં શત્રુઓનું બળ નિષ્ફળ જતું હતું, ત્યાં ભારે પ્રપંચ અને પરિશ્રમ કરતાં કંટાળી ગયેલ આમરાજાએ શ્રીબપ્પભક્ટિ ગુરુને પૂછ્યું કે હે ભગવન્! પર્વતસમાન આ દુર્ગ ક્યારે અને શી રીતે લેવાય તેમ છે ?'
એટલે પ્રશ્નશાસ્ત્ર થકી બરાબર વિચારીને આચાર્ય બોલ્યા કે–“હે રાજન્ ! તારો ભોજ નામે પૌત્ર એ અવશ્ય લઈ શકશે, તેમાં સંશય નથી.” એ પ્રમાણે સાંભળ્યા છતાં અભિમાનથી તે સહન ન કરતો રાજા ત્યાંજ રહ્યો. એમ બાર વરસ વિતતાં તેના દુક નામના પુત્રને પુત્ર થયો. તે જન્મતાંજ પ્રધાનો તેને પાલખીમાં બેસાડીને ત્યાં લઈ આવ્યા. તે પર્વતોને ભેદવામાં વજ સમાન હતો. એટલે તેલ નાખેલ અગ્નિની જવાળા સમાન રક્તતાયુક્ત તેની દૃષ્ટિ દુર્ગના અગ્રભાગ પર પડે, એવી રીતે તે બાળકને ત્યાં સુખે સુવડાવ્યો. એવામાં તેની દૃષ્ટિ પડતાં જાણે નીચે રહેલા સુભટોએ નાશ પમાડેલ હોય તેમ તે કિલ્લો તુટવા લાગ્યો. ભાંગી પડતા મુખ્ય દ્વાર પરથી અટારીઓ ફુટવા લાગી, મર્દન કરતા મનુષ્યો, સ્ત્રીઓ, ગજ, અશ્વો તથા ગાયો ભેંસોના આર્ત આજંદથી સર્વત્ર કોલાહલ મચી રહ્યો, તથા એક સામાન્ય પર્વત જાણે ભેદાયો હોય તેમ મોટા પર્વતો પર રહેતા દેવતાઓને પણ ભય પમાડતો તે કિલ્લો તુટી પડ્યો. એટલે સમુદ્રસેન રાજા દયા માંગીને બહાર ચાલ્યો ગયો અને આમરાજા તે રાજગિરિ દુર્ગમાં દાખલ થયો. એવામાં આમરાજાના અધિષ્ઠાયકો સાથે વૈરભાવ. હોવાથી તે દુર્ગનો અધિષ્ઠાયક યક્ષ રાજમાર્ગમાંના લોકોને ખેંચવા લાગ્યો. એ વૃત્તાંત લોકોના મુખથી સાંભળવામાં આવતાં આમરાજા પોતે ત્યાં આવીને યક્ષને કહેવા લાગ્યો કે “આ સામાન્ય લોકોને મૂકી દઈને મારો જ ઘાત કર.” આ તેના સાહસવચનથી યક્ષ સંતુષ્ટ થયો અને હિંસા કરવાનો આગ્રહ તેણે છોડી દીધો. તે સત્સંગથી શાંત અને ઉપકારક થઈ આમરાજાની સાથે મિત્રતા પામ્યો અને તેની આજ્ઞા ઉઠાવવા તૈયાર થયો. ત્યારે આમરાજાએ તેને પુછુયું કે હે મિત્ર ! મારું આયુષ્ય કેટલું છે, તે જ્ઞાનથી જાણીને મને નિવેદન
કર.”
એટલે યક્ષે કહ્યું કે-છ મહિના બાકી રહેશે, ત્યારે હું તને જણાવીશ.' એમ કહીને તે અદૃશ્ય થઈ ગયો. પછી અવસર આવતાં તે આવીને કહેવા લાગ્યો કે 'હે રાજનું! ગંગાની અંદર માગધ તીર્થતરફ નૌકા લઈને જતાં જેની આદિમાં મકાર આવેલ છે, એવા ગામના પાદરે તારું મરણ થશે. ત્યાં જળમાંથી નીકળતા ધૂમને જોઈને એ નિશાની તારે દઢ સમજી લેવી. માટે હવે તને ઉચિત લાગે તો પરભવનું હિત સાધ.'
એ પ્રમાણે સાંભળતાં મિત્ર ગુરુના ઉપદેશથી આમ રાજા તીર્થયાત્રા કરવા ચાલ્યો કારણ કે પોતાના હિતમાં આળસુ થઈને આત્માની સદ્ગતિ કોણ ન ઈચ્છે? પછી ત્વરિત પ્રયાસો કરતાં રાજા શત્રુંજય તીર્થ પર આવ્યો ત્યાં શ્રી યુગાદીશની પૂજા કરીને તે પોતાને કતાર્થ માનવા લાગ્યો. ત્યાંથી શ્રી નેમિનાથને હૃદયમાં ભાવતાં.