________________
શ્રી બપ્પભકિસૂરિ ચરિત્ર
209
પેલી રમણી ઉભી રહી તેમજ તેણીની નાભિની સુંદરતામાં દષ્ટિ લગાવીને તે મુનિ પણ તેજ પ્રમાણે ઉભો રહ્યો. ત્યારે એકતાનને લીધે ભિક્ષા લેવાનું ભૂલી જતાં અને દાન આપવાનું પણ ભૂલી જતાં તે બંનેની દૃષ્ટિમાં એક ધ્યાન વર્તી રહ્યું, એવામાં કાગડાઓએ તે બધું ભોજન અસ્તવ્યસ્ત કરી મૂક્યું. આ બધું સાક્ષાત્ નજરે જોતાં વિસ્મય પામતા રાજાએ ગુરુ પાસે યથાર્દષ્ટ અર્થને સૂચવનાર અર્ધગાથા કહી સંભળાવી. તે આ પ્રમાણે—
"भिक्खयरो पिच्छड् नाहिमंडलं, सावि तस्स मुहकमलं" । ભિક્ષાચર (ભિક્ષુક) નાભિમંડળને જુએ છે અને તે રમણી તેના મુખકમળને જોઈ રહી છે.”
એમ સાંભળતા શ્રી બપ્પભરિ ગુરુ રાજાને ઉત્તરાર્ધ સંભળાવતાં બોલ્યા કારણ કે સમુદ્રના પરપોટાની જેમ તેમને આવું શું માત્ર હતું ?
“દુર્દ વાનં ઘટ્ટä, 1ના વિનુંપત્તિ” ‘તે બંનેના ભિક્ષાપાત્ર અને કડછી કાગડાઓ આવીને ઉચ્છિષ્ટ કરે.”
એમ સાંભળતાં સંતુષ્ટ થયેલ રાજા તે કલ્યાણ અને બુદ્ધિના નિધાન એવા ગુરુને કહેવા લાગ્યો કે –“મારા મિત્ર વિના આ મેં સાક્ષાત જોયેલા સમસ્યા કોણ પૂરે?”
એ પ્રમાણે સત્ય, મિત્રતા અને માર્દવના લોપમાં ભીતિ ધરાવનાર રાજા, ગુરુના મુખકમળને વિષે નિરંતર ભ્રમર થઈને રહેવા લાગ્યો.
એવામાં એકવાર સમસ્ત કળાઓના આધારરૂપ તથા ચિત્રકર્મમાં ભારે કુશળ એવો એક ચતુર ચિત્રકાર ત્યાં આવ્યો. ‘પૂર્વે બરાબર આળેખેલ હોય અને પછી મલિન વસ્ત્રથી આચ્છાદિત કરેલ હોય, રંગીન વર્ષોથી પૂર્ણ અને સ્પષ્ટ રેખાવાળું હોય તેવું અલક્ષ્ય ચિત્ર પણ હું સુધારી શકું, નહિ તો પ્રાણ આપવા તત્પર થાઉં” એમ પોતાની અદ્ભુત કળાને લીધે પ્રતિજ્ઞા કરનાર એવા તે ચિત્રકારે એક વિકટ પટ પર તેર ભાગમાં રાજાનું રૂપ દોરી તે સુંદર ચિત્ર તેણે રાજાને બતાવ્યું, પણ રાજા તો મિત્રના ગુણોની રમણીયતામાં લુબ્ધ હતો, ઇચ્છા વિના અવલોકન કરતાં તેણે ચિત્રકારને જવાબ પણ ન આપ્યો, એમ તેણે ત્રણવાર ચિત્ર બતાવ્યું છતાં રાજાએ તેને બોલાવ્યો નહિ. આથી ખેદ પામતાં દીન વચનથી તે બીજા પ્રેક્ષકોને કહેવા લાગ્યો કે હું મારા હાથ છેદી નાખું કે કપાળ ફોડું? ભાગ્યહીન એવા મને કળાથી કંઈ લાભ ન મળ્યો; હું ખેદની વાત કેટલી કહું?”
ત્યારે કેટલાક દયાળુ પ્રેક્ષકો બોલ્યા કે “બપ્પભક્ટિ ગુરુને તું તારી ચિત્રકળા બતાવ.' એટલે તેણે જિનબિંબ ચિતરીને ગુરુને આપ્યું. આથી તેમણે તેની પ્રશંસા કરતાં રાજા આગળ કહ્યું કે “આ ચિત્રકાર કળામાં ભારે પ્રવીણ છે.” એમ સાંભળતાં રાજાએ પ્રમોદપૂર્વક તેને એક લાખ દ્રવ્ય આપ્યું. પછી તેણે ચાર ચળકતા પટમાં તેણે શ્રીવર્ધમાનસ્વામીનું બિંબ ચિતર્યું. તેમાંનું એક કાન્યકુબ્ધ નગરમાં સ્થાપન કર્યું, એક મથુરા નગરીમાં, એક અણહિલપુરમાં અને એક સતારક નગરમાં ગુરુએ પ્રતિષ્ઠાપૂર્વક સ્થાપન કર્યું, શ્રીપાટણમાં મ્લેચ્છભંગથી પૂર્વે મોઢ ચૈત્યની અંદર હતું અને તે વખતે ત્યાં ધાર્મિક પુરુષોના જોવામાં આવેલ હતું. વળી શ્રીબપ્પભટ્ટિ આચાર્યે શિષ્ય કવિઓને સારસ્વત મંત્ર સમાન તારાગણાદિ બાવન પ્રબંધો રચ્યા.