________________
208
શ્રી પ્રભાવક ચરિત્ર
એટલે આચાર્ય બોલ્યા “જ્યાં તું પ્રતિબોધ પામતો નથી, ત્યાં મારી શક્તિ શું માત્ર છે ?'
ત્યારે રાજાએ જણાવ્યું કે હું બરાબર બોધ પામ્યો છું, તમારા ધર્મમાં મને ભારે શ્રદ્ધા છે, પરંતુ શૈવ ધર્મને મૂકતાં મને ભારે દુઃખ થાય છે, તેથી જાણે પૂર્વભવથી એ સંકળાઈ ગયેલ હોય એમ લાગે છે, તો હું શું કરું ?'
એવામાં શ્રુતજ્ઞાનના બળથી જાણીને ગુરુ કહેવા લાગ્યા કે “તેં પૂર્વભવે કરેલ કષ્ટ, અલ્પતર ફળ આ રાજ્ય છે.' ત્યારે આશ્ચર્ય પામતા પ્રધાનો કહેવા લાગ્યા કે હે ભગવન્ ! અમારા બોધ માટે તમે રાજાનો પૂર્વભવ કહી સંભળાવો.”
એટલે પ્રશ્ન ચૂડામણિ શાસ્ત્ર થકી બરાબર વિચાર કરી, નિર્દોષ અને અગાધ જ્ઞાનના ભંડાર એવા ગુરુ બોલ્યા કે –“હે રાજન્ ! સાંભળ–કાલિંજર પર્વતની નીચે શાલ વૃક્ષની શાખા પર બંને પગ બાંધી, અધોમુખ રહી, પૃથ્વીતલ પર લટકતી જટા સહિત રહેતાં અને ક્રોધાદિ શત્રુઓનો વિજય કરવા બળે દિવસે મિતાહાર લેતાં કંઈક અધિક સો વરસ સુધી તે અતિ દુષ્કર તપનું આરાધન કર્યું અને પ્રાંતે મરણ પામીને તું રાજા થયો. એ વાતમાં તને વિશ્વાસ ન આવતો હોય, તો તારા વિશ્વાસુ માણસોને મોકલ, અને અદ્યાપિ ત્યાં વૃક્ષ નીચે જટા પડેલ છે, તે મંગાવી લે.”
એ પ્રમાણે આચાર્યના કથનથી આશ્ચર્ય પામેલ રાજાએ પોતાના સેવક મોકલ્યા અને તે જઈને ત્યાંથી જટા લઈ આવ્યા. આથી ચમત્કાર પામી પોતાના મસ્તકને ધૂણાવતા અને તેમના ચારિત્રથી ઉલ્લાસ પામતા સભાસદો પ્રશંસાપૂર્વક કહેવા લાગ્યા કે–“અહો ! આ મુનીંદ્ર કલિકાળમાં પણ મહાજ્ઞાની અને કળાના નિધાન છે. વળી આ રાજા પણ ખરેખર ! પુણ્યશાળી કે જેના આવા અદ્ભુત ગુરુ છે.’ એમ સ્તુતિ કરી, આચાર્યના ચરણમાં પોતાનું મસ્તક નમાવીને તેમની ઉપાસના કરવા લાગ્યા.
એકવાર પોતાના પ્રાસાદની અગાસી પરથી રાજાએ કોઈ મકાનમાં, ભિક્ષા માટે આંગણે આવેલા અને પરબ્રહ્મના ધ્યાનમાં નિમગ્ન એવા એક જૈનભિક્ષુને કામભોગને માટે ઈચ્છતી એવી નવયુવતિ રામાને જોઈ, પણ તેણીનો અનાદર કરતાં તે મુનિ ઘરથી બહાર નીકળતા હતા, તેવામાં એકદમ કમાડ મજબૂત રીતે બંધ કરી ચરણનો પ્રહાર કરતાં જાણે કૌતુકથીજ તેના પગમાંથી નૂપુર નીકળીને યતિના ચરણકમળમાં આવીને પડતાં હાસ્યસહિત નિર્લજ્જપણે જોતી તથા કામની માળાતુલ્ય તે રમણીની પ્રાર્થના અને હાવભાવ જોઈને પણ મુનિએ તેની ઉપેક્ષા કરી. આ બધું જોવામાં આવતાં રાજા ગુરુ આગળ પ્રાકૃત પદ્યનું એક ચરણ બોલ્યો, એવામાં તે પહેલાં જ ગુરુ મહારાજે ત્રણ ચરણ કહી બતાવ્યા. તે સંપૂર્ણ ગાથા. આ પ્રમાણે છે–
"कवाडमासज्ज वरंगणाए, अब्भत्थिओ जुव्वणमत्तियाए।
अमन्निए मुक्कपयप्पहारे सनेउरो पव्वइयस्स पाओ" ॥ १ ॥ યૌવનથી મદમાતી થયેલ અંગનાએ કમાડ બંધ કરી અભ્યર્થના કરી, છતાં તે મુનિએ ન માનવાથી પાદપ્રહાર કરતાં તેણીના પગમાંથી નૂપુર મુનિના પગમાં આવી ગયું.
એક વખતે એક યુવાન ભિક્ષુક કોઈ પ્રોષિતભર્તૃકા રમણીના ઘરે ભિક્ષા માટે પ્રવેશ કરતાં, પોતાના મહેલની અગાસી પર રહેલ રાજાના જોવામાં આવ્યો. એટલે દર્વાસહિત ભોજન લાવી, તે મુનિમાં દષ્ટિ લગાવીને