________________
શ્રી પ્રભાવક ચરિત્ર
આ તેમના કથન પ્રમાણે રાજાએ લોખંડની પૂતળી કરાવી અને તેને અગ્નિથી ખૂબ તપાવી. પછી તેને આલિંગન આપવા રાજા તત્પર થયો. એવામાં એકદમ પુરોહિત અને આચાર્યે આવીને, પોતાની સિદ્ધિને માટે તેને આલિંગન કરતા રાજાને તરત ભુજામાં પકડી લીધો. ત્યાં બપ્પભટ્ટ કહેવા લાગ્યા—‘હે પૃથ્વીના આધાર ! સ્થિર થા, ધીરજ ધર. હે મિત્ર ! કરોડોને પાળનાર એવા આ દેહનો વૃથા વિનાશ ન કર. એકાગ્ર ચિત્ત અને અસાધારણ સાહસ ધરનાર તેં મન વડે કર્મ બાંધ્યું, તેનાથી તું હવે મુક્ત થયો. શ્યામ વાદળ થકી ભાસ્કરની જેમ એ પાપથી તું મુક્ત છે, તું તો હજી સજ્જનોના હૃદયને પ્રકાશિત કરીશ, માટે આ દુષ્કર કામને મૂકી દે.”
204
એ પ્રમાણે ગુરુના વચનથી પ્રમોદ પામેલ રાજાએ પોતાનો કદાગ્રહ તજી દીધો. એટલે એ વૃત્તાંત જાણવામાં આવતાં જાણે રાજાનો પુનર્જન્મ થયો હોય, તેમ સર્વત્ર હર્ષ વર્તાઈ રહ્યો. પછી અમાત્યોએ મોટા આડંબરથી તે નગરને અલંકૃત કરી શોભાવી, હસ્તીઓ, અશ્વો, રથો અને પદાતિઓને સજ્જ કરી પટ્ટહસ્તી પર અગ્રાસને મુનીશ્વરને બિરાજમાન ક૨ી તથા તેમના પર છત્ર, ચામરાદિક ધરાવી, દેવતાઓને પણ,આશ્ચર્ય પમાડે તેવા મોટા ઓચ્છવથી તેમણે યશસંપત્તિથી જાણે પોતે કૃષ્ણ હોય એવા તે રાજાને નગરમાં પ્રવેશ કરાવ્યો.
હવે રાજાને વિકૃત થયેલ જોઈને વાતિરાજ ભારે આગ્રહથી તેની અનુમતિ લઈને વૈરાગ્યને લીધે મથુરા નગરીમાં ચાલ્યો ગયો.
એવામાં એકવાર ધર્મવ્યાખ્યાન અવસરે ગુરુએ, લોકોના માનેલા ધર્મતત્ત્વો સમજાવીને રાજાને કહ્યું કે— ‘હે રાજન્ ! સમસ્ત ધર્મોમાં સારરૂપ અને કરુણાપ્રધાન એવા આર્હત્ ધર્મનો તું પરીક્ષાપૂર્વક સ્વીકાર કર, અને અન્ય ધર્મને તજી દે.’
ત્યારે રાજા કહેવા લાગ્યો કે—‘હે મિત્ર ! પરીક્ષા કર્યા પછી આર્હત ધર્મ અમારા જેવાને ગમે જ છે, પરંતુ ચિત્ત શૈવ ધર્મમાં વધારે દેઢ છે. તમે આજ્ઞા કરશો, તો હું કાચા કુંભમાં તમને પાણી લાવી આપીશ, પણ મિત્રાઈથી તમે મને એ ધર્મનો ત્યાગ ન કરાવશો. હું પરંપરાથી આવતો પૂર્વજોનો આચાર તજીશ નહિ. પરંતુ જો તમે રોષ ન કરો, તો તમને કંઈક કહેવા ધારું છું. કારણ કે ગુરુના રોષની મને બહુ બીક રહે છે.’
ત્યારે ગુરુ બોલ્યા—‘તારે જે કહેવું હોય, તે કહે.'
એટલે રાજા હસીને કહેવા લાગ્યો કે—‘તમે પણ બાળ, ગોપાળ અને અંગનાદિકને બોધ આપવા લાગ્યા છો, પરંતુ શાસ્ત્રાર્થથી પરિપક્વ થયેલ કોઈ વિદ્વાન મિત્રને બોધ આપતા નથી. કારણ કે રંભાફળ (કેળા)ની જેમ નિંબફળ થોડું જ ખાઈ શકાય ? જો તમારામાં શક્તિ હોય, તો અત્યારે મથુરા નગરીમાં ગયેલ હૃદયમાં નિરંતર કૃષ્ણનું અદ્ભુત ધ્યાન કરી રહેલ, યજ્ઞોપવીતથી શરીરે અલંકૃત, નાસિકાના અગ્ર ભાગ પર દૃષ્ટિને સ્થાપન કરનાર, વક્ષઃસ્થળે તુલસીની માળાને ધારણ કરતા, જમીન પર આસન લગાવી રહેલ કૃષ્ણના ગુણગાન કરતા વૈષ્ણવો અને બ્રાહ્મણોથી પરિવૃત્ત, પુત્રજીવ (વૃક્ષ વિશેષ)ના પુષ્પોની માળાથી વક્ષ:સ્થળે વિભૂષિત, વરાહસ્વામી દેવના પ્રાસાદમાં રહેલ ભારે વૈરાગ્યથી અનશન લઈ બેઠેલા તથા પર્યંકાસને સંસ્થિત એવા વાક્પતિરાજ સામંતને પ્રતિબોધ પમાડીને સત્વર જૈન મતમાં સ્થાપન કરો.’
એ પ્રમાણે આમ રાજાનું વચન ગુરુએ કબુલ કર્યું, એટલે તેણે પોતાના ચોરાશી સામંતો અને એક હજાર