________________
202,
શ્રી પ્રભાવક ચરિત્ર
એકતાનું થયેલ તથા “માર માર' એવા શબ્દથી ક્રોધ વડે સિંહની માફક ગર્જના કરતા રાજાએ છરી ખેંચી લીધી, તેથી અંગરક્ષકોએ એવા પ્રકારના તે નાટકનું નિવારણ કર્યું. ત્યારે રાજા સાવધાન થતાં ગુરુવચનથી તે પ્રતિબોધ પામ્યો. એવામાં ગોવિંદસૂરિ કહેવા લાગ્યા કે હે રાજન્ ! તેં યુક્ત કર્યું કેમ કહેવાય ? કારણ કે સર્વ શાસ્ત્રરસ કોઈથી અનુભવી શકાતો નથી. તેથી નગ્નસૂરિએ વાત્સ્યાયનનું વ્યાખ્યાન કર્યું ત્યારે તારા જેવા બુદ્ધિશાળી વિદ્વાનને વિકલ્પ થાય તો અન્ય કોને વિકલ્પ ન થાય ?'
આથી રાજાને લક્ષ્યમાં આવતાં તેણે તે બંને સુજ્ઞશિરોમણિ આચાર્યોને ખમાવ્યા, અને કહ્યું કે-“મારા મિત્રે જે વચન કહ્યું હતું, તે ખરેખર સત્ય જ છે. સંયમ, શીલ, વર્તન અને વિદ્વતાવડે તેમના ગુરુભ્રાતા મને પૂજય છે. એ મારી ભ્રાંતિને માટે આપ ક્ષમા કરો.”
ત્યારે ગોવિંદસૂરિ બોલ્યા કે હે ભૂપાલ ! તું અમારું ચરિત્ર જુએ તેથી તપ કલંકિત ન થાય. કારણ કે- તે દોષ બતાવનારા પુરુષો કલ્યાણ નિમિત્તે થાઓ કે જેમના પ્રભાવથી અપવાદથી ભય પામતા અને વિશેષથી પોતાનું કલ્યાણ સાધવામાં એક નિષ્ઠાવાળા ગુણવંતજનો ગુણ મેળવવા તત્પર થાય. વળી જે ચારિત્રથી નિર્મળ છે, તે પંચાનનસિંહ સમાન છે, પણ વિષય કષાયથી જે પરાજિત છે, તેમની રેખા જગતમાં ભુંસાવાની છે. વળી જે પોતાના મનમાં કામશલ્યને ધારણ કરે છે તથા વિષયરૂપ પિશાચ અને બલવાન ઇંદ્રિયોથી પરાભવ પામેલા છે, તેમની રેખા જગતમાં મલિન થવાની છે. તે બાળક જેવો છે. તેઓ પંચાનન સિંહ સમાન છે કે જે પોતાની ઉવળ કીર્તિથી અલંકૃત છે. અને તેઓ નિર્મળ ચારિત્રથી પોતાના કુળરૂપ ગગનમાં ચંદ્રમાં સમાન શોભે છે.'
એ પ્રમાણે સાંભળતાં રાજા પોતાના મિત્ર ગુરુને કહેવા લાગ્યો કે–“હું ધન્ય છું કે જેના ગુરુનું કુળ આવું છે.' પછી રાજાએ તેમને કેટલાક દિવસ ત્યાં રાખ્યા. ત્યારબાદ શ્રી બપ્પભટ્ટિસૂરિની અનુમતિ લઈને તે બંને ધુરંધર આચાર્યો સ્વસ્થાને ગયા. અહીં ધર્મવ્યાખ્યાન અને પ્રશ્નોત્તરાદિક કરતાં તે બંને મિત્રોનો કેટલોક કાળ આનંદથી વ્યતીત થયો.
એક દિવસે ત્યાં કર્ણપ્રિય સંગીતથી ગંધર્વ દેવને જીતનાર ગવૈયાઓનું એક ટોળું આવ્યું. તેમાં સાક્ષાત્ કિન્નરી સમાન એક માતંગી (ચંડાલણી) હતી, તેણે સંગીતરસ અને રૂપાદિકથી રાજાને રંજિત કર્યો. એટલે રાગરૂપ શત્રુએ તે પ્રતિપક્ષી રાજાને ચિત્તવૃત્તિરૂપ નગરીમાં ધાડ પાડી જાણે ભય પામી હોય તેમ ત્યાં રહેતી ઇંદ્રિયો બહાર નીકળી ગઈ. તેથી તેમની જાણે પ્રેરણા થઈ હોય તેમ રાજાએ નગરની બહાર આવાસ બનાવ્યો. તે માતંગી પાછળ ઘેલો બનીને રાજા બહાર ભમતો બોલવા લાગ્યો કે “અહો ! પૂર્ણચંદ્ર સમાન એનું મુખ, અમૃત તુલ્ય એની અધરલતા, મણિની પંક્તિ સમાન એના દાંત, કાંતિ તો જાણે સાક્ષાત્ લક્ષ્મી, ગજ સમાન એની ગતિ, પારિજાત તુલ્ય પરિમલ, વાણી કામધેનું સમાન, અને કટાક્ષની લહરી એ જ કાલકૂટ વિષ છે તો પછી હે ચન્દ્રમુખિ ! દેવોએ ક્ષીરસાગરનું મંથન તારે માટે કર્યું હતું ?'
એવામાં ખાનગી ચેર પુરુષોદ્વારા રાજની એ સ્થિતિ જાણવામાં આવતા શ્રી બપ્પભટ્ટિ આચાર્ય ચિંતવવા લાગ્યા કે “અશ્વ જો આડે માર્ગે જાય, તો તેમાં અસવારનો દોષ છે. આમ રાજા તો કુમાર્ગે ઉતરે, તો સમસ્ત પ્રધાનમંડળમાં એ કલંક અવશ્ય પ્રગટ રીતે મને જ લાગે. માટે ગમે તે ઉપાયથી એને શિક્ષા આપવી.’ એમ ધારી અવલોકનના બહાને કામ વ્યાધિના ઔષધનું સ્મરણ કરતા આચાર્ય બહારના મકાનમાં ગયા ત્યાં