________________
શ્રી બપ્પભકિસૂરિ ચરિત્ર
201
નામે બે શિષ્યો છે જેમની આગળ હું એક મૂર્ખ લાગું, માટે ત્યાં રહેવાની ઇચ્છા ન કરતાં અહીં રહેવાથી તમારી સાથેની મિત્રતા જ મને શોભારૂપ છે.”
ગુરનું એ વચન સાંભળતાં આમ રાજા ભારે આશ્ચર્ય પામતાં કહેવા લાગ્યો કે–“હે વયસ્ય ! તમારા વચનમાં મને વિશ્વાસ હોવા છતાં તે કૌતુક જોવાની મારી ઇચ્છા છે.” એમ કહી વેષ પરાવર્તન કરીને તે ગુજરાતમાં આવેલા હસ્તિજય નામના નગરમાં આવ્યો. ત્યાં જિનમંદિરની પાસેના ઉપાશ્રયમાં બિરાજમાન, ભવ્ય જનોથી સેવાતા, તથા રાજાની જેમ શ્રેષ્ઠ છત્ર અને ચામરથી શોભતા અને સિંહાસન પર બેઠેલા એવા શ્રી નન્નસૂરિ આમ રાજાના જોવામાં આવ્યા. એટલે ઉંચા અને પહોળા હાથની સંજ્ઞાથી તેણે કંઈક જણાવ્યું. તે જોતાં આચાર્યું પણ તેની સામે વચલી અને તર્જની આંગળી શુંગાકારે વિસ્તારી. પછી તે ચાલ્યો ગયો, ત્યારે લોકોએ આચાર્યને પૂછ્યું કે—'હે ભગવન્! આ શું ?”
એટલે ગુરુ બોલ્યા–“એ પુરુષ કોઈ વિદ્વાન છે. તેણે પૂછ્યું કે યતિઓને રાજય લીલા શા માટે ?” ત્યારે મેં તેને જવાબ આપ્યો કે–તારા રાજા પર શું શૃંગ (શીંગડા) છે?”
પછી એકવાર ચૈત્યમાં બેસીને તેમણે વાત્સ્યાયન શાસ્ત્ર (કામશાસ્ત્ર)નું વ્યાખ્યાન કર્યું. તે જોતાં આમરાજા જિનેશ્વરને પ્રણામ કરીને ચાલ્યો ગયો, પણ કામશાસ્ત્રના વ્યાખ્યાનને લીધે તે ગુરુને નમ્યો નહિ. તેણે એવો . વિકલ્પ કર્યો કે-“આ વિદ્વાન છે, પણ ચારિત્રધારી ગુરુ નથી.” આ તેનો વિકલ્પ જાણવામાં આવતાં શ્રી નન્નસૂરિને ભારે ખેદ થયો કે–અહા! પ્રગટતી અપકીર્તિથી કલંક્તિ થયેલ અમારા આ વિદગ્ધપણાને ધિક્કાર છે !'
ત્યારે શ્રી ગોવિંદસૂરિ તેમને આશ્વાસન આપતાં બોલ્યા કે– હે ભદ્ર ! તું ખેદ કેમ પામે છે ? આ તો ગુપ્ત આમ રાજાજ છે. બીજો એવો કોઈ ન હોય માટે રસિક કોઈ ધર્મશાસ્ત્ર બનાવી કોઈ નટની સાથે તે શ્રી બપ્પભટ્ટિસૂરિ પાસે મોકલો, કે જેથી આમ રાજા આગળ તે નટ અભિનય પૂર્વક બતાવે અને તેમાં અધિક રસનો અનુભવ લઈને તે રાજા પ્રમોદ પામે.'
આથી તેમણે તે પ્રમાણે કરી એક ઉત્તમ નટને તે બરાબર શીખવીને તેને આમ રાજાના નગરમાં મોકલ્યો. એટલે નટ ત્યાં જઈને બપ્પભટ્ટિસૂરિને મળ્યો. આચાર્ય તેને રાજા આગળ લઈ ગયા. એટલે શ્રી નન્નસૂરિએ રસને માટે સંધિબંધથી બનાવેલ પ્રાકતરૂપ પવિત્ર શ્લોક તે શ્રી આદિનાથની કથા વિસ્તારમાં અને નૃત્ય કરતાં કહેવા લાગ્યો
“વેઢુ સુવિચટ્ટુ ઉર વેદ્ વેરાવરૂ” | મેરુ સમાન કંચન વરણા શ્રી આદિદેવના શરીરે (પીઠ પર) જટા શોભી રહી છે.” ત્યારે બપ્પભકિસૂરિ બોલ્યા-“આ અર્ધગાથામાં બે રૂપક હાસ્યના મિષથી બોલવામાં આવ્યા છે.”
પછી તે નટ પાછો તે નગરમાં આવ્યો અને નન્નાચાર્ય કવિ આગળ બધું કહી સંભળાવ્યું. એટલે તેમણે વિચાર કર્યો કે આ કામ કોઈ સામાન્ય નથી.' એમ ધારી હર્ષપૂર્વક સિદ્ધગુટિકાદિકથી પોતાનું રૂપ પરાવર્તન કરી, ગોવિંદસૂરિની સાથે તેમણે કાન્યકુબ્ધ તરફ પ્રયાણ કર્યું. પછી અનુક્રમે ત્યાં પહોંચતાં તે બપ્પભટ્ટિસૂરિને અને રાજાને મળ્યાં. ત્યાર બાદ રાજસભામાં નૃત્ય કરતાં તેમણે વીર રસનો વિસ્તાર કર્યો. એટલે તેમાં જ