________________
200
શ્રી પ્રભાવક ચરિત્ર
એકવાર યશોવર્મ રાજા ધર્મરાજા પર ચઢી આવ્યો, અને તે બળવાન રાજાએ યુદ્ધમાં જીતી લઈને તેનો નાશ કર્યો. તે વખતે વાકપતિરાજને તેણે બંધનમાં નાંખી દીધો. એટલે ગૌડવધ કાવ્ય બનાવીને તે મુક્ત થયો. પછી ત્યાંથી કાન્યકુન્જમાં આવીને તે બપ્પભસિરિને મળ્યો. ત્યાં આચાર્ય તેને રાજસભામાં લઈ ગયા, એટલે તેણે આમ રાજાની સ્તુતિ કરતાં જણાવ્યું કે “હે રાજેંદ્ર ! તારો પ્રતાપરૂપ દીપક સદા જવલંત રહો. જ્યાં કૂર્મ (કાચબા) રૂપ મૂળ (પગ) છે, શેષનાગની દેહલતા જયાં યષ્ટિકા છે, જયાં પૃથ્વી જ ભાજનરૂપ છે, સમુદ્રરૂપ તેલ છે, કનકાચલ જ્યાં વાટરૂપે છે, સૂર્યના કિરણો જ્યાં બળતી જ્વાલારૂપે છે, આકાશની શ્યામતા જ્યાં કાજળરૂપ છે તથા શત્રુઓરૂપ પતંગો જ્યાં દગ્ધ થઈ રહ્યા છે. વળી હે રાજન ! દૈત્યનાથના વક્ષ:સ્થળમાં કણકણાટ કરતા હરિના નખરૂપ કરવતીના ઘસારાથી ઉત્પન્ન થયેલ અગ્નિ તને પાવન કરો કે જ્યાં ચર્મ ચટચટ થઈ રહ્યું છે, જયાં છમછમ કરતું શોણિત ઉછળી રહ્યું છે, જ્યાં ચરબી ધગધગ થઈ રહી છે અને ભગ્ન થતાં હાડ જ્યાં સ્પષ્ટ અવાજ કરી રહ્યા છે. વળી તે નરેંદ્ર! ગુણોમાં તું કૃષ્ણ સમાન છે, કીર્તિમાં તું રામ, નળ અને ભરત તુલ્ય છે. મહાસંગ્રામમાં તું શત્રુઘ્ન સમાન (શત્રુને હણનાર) છે, વળી સદા તું યુધિષ્ઠિર તો છેજ, એ પ્રમાણે પોતાના સુચરિત્રથી પ્રાચીન રાજાઓની ખ્યાતિને ધારણ કરનાર એવો તું ત્રણે લોકમાં વિજયી છતાં માંધાતા કેમ નથી? અર્થાત્ તું માંધાતા સમાન પણ છે.”
આથી આમ રાજાએ ધર્મ રાજા કરતાં પણ તેનો ભારે સત્કાર કર્યો. કારણ ઘરને આંગણે આવેલ ગંગાને કયો આળસુ પણ ન પૂજે ? ઇંદ્ર પણ બૃહસ્પતિને પામીને પોતાને કૃતકૃત્ય માને છે, તો વાપતિરાજને પામીને આમ રાજા આજે ઈંદ્ર કરતાં શું અધિક ન થયો ?
પછી આમ રાજાએ વાપતિરાજને આશ્વાસન આપતાં જણાવ્યું કે હે સખે ! ધર્મ રાજાને તજી આમ રાજાના ભવનમાં આવતાં મારો સત્કાર નહિ થાય એવા પ્રકારનો ખેદ કરીશ નહિ. આ રાજય તારું જ છે; એમ સમજીને સુખે અહીં રહે. હે મહામતિ ! શ્રી બપ્પભટ્ટ ગુરુ અને હું તને પોતાનો જ સમજીએ છીએ.”
આમ રાજાના એ વચનામૃતનું પાન કરતાં જાણે ગંગામાં ન્હાયો હોય, તેમ વાપતિરાજના પ્રમોદનો પાર ન રહ્યો. પછી રાજાના મિત્ર શ્રી બપ્પભટ્ટિસૂરિ સાથે જ ઉઠીને તે ઉપાશ્રયમાં ગયો અને ત્યાં અત્યંત હર્ષપૂર્વક રહેવા લાગ્યો. પછી કાવ્ય કરવામાં કુશળ એવા વાક્પતિરાજે ગૌડબંધ અને મહામહવિજય એ નામના બે પ્રાકૃત કાવ્ય ગ્રંથ રચ્યા. એ અરસામાં ગુરુએ રાજાને કહ્યું કે
‘બૌદ્ધાચાર્યે દ્વેષ કરાવતાં પણ ધર્મ રાજાએ તેને પોષણ ન આપ્યું, કારણ કે ગુણીજનો સર્વત્ર પૂજનીય થાય છે.” પછી આમરાજાએ તેના ગુજરાનને માટે ધર્મ રાજા કરતાં બમણી લાખ સોનામહોર કરી આપી. એમ ભારે આનંદથી તે ત્યાં કાલ નિર્ગમન કરવા લાગ્યો.
એક વખતે રાજાએ રાજસભામાં સુખે બેઠેલા ગુરને કહ્યું કે– હે મિત્ર ! તમારા જેવા વિદ્વાન કોઈ સ્વર્ગમાં પણ નહિ હોય, તો પૃથ્વી પર ક્યાંથી ?”
ત્યારે ગુરુ કહેવા લાગ્યા કે—‘પૂર્વે જૈનશાસનમાં એવા વિદ્વાનો હતા કે જેમની બુદ્ધિ શ્રુતજ્ઞાનરૂપ મહાસાગરનો પાર પામી હતી, તે વિદ્વાનો એક પદથકી સો હજાર અને લાખ પદો જાણતા, તેમજ કેટલાક તેમના કરતાં પણ અધિક હતા. વળી આ કાળે પણ તેવા અદ્ભુત પ્રજ્ઞાવંત છે કે જેમની પાસે હું તેમના પગની રજ સમાન પણ નથી. અત્યારે ખેટકાધારમંડળમાં (ગુજરાતમાં) અમારા ગુરુના શ્રીનગ્નસૂરિ અને ગોવિંદસૂરિ