________________
શ્રી બપ્પભદિસૂરિ ચરિત્ર
199
વચનનો અત્યારે અવસર આવ્યો. વળી પ્રમાણ શાસ્ત્રોની એવી મુદ્રા (મર્યાદા) છે કે સંબંધ હોય ત્યાં નિગ્રહ ન કરવો કારણ કે તેનો પરાજય તો થઈ ચૂક્યો છે, માટે એનું રાજય ભલે એને જ મુબારક હો. અનિત્ય સંસારના કારણે શાસ્ત્રમુદ્રાનો કોણ લોપ કરે ?' એટલે ગુરુભક્તિથી અભિરામ એવા આમ રાજાએ બલાત્કારથી પણ તેનું રાજ્ય લેવાની ઇચ્છા માંડી વાળી, અને પ્રસાદથી ધર્મસ્થિતિને જાણનાર એવા તેણે ધર્મરાજા પાસે જ તેનું રાજ્ય રહેવા દીધું..
પછી શ્રીબપ્પભદિસૂરિ બૌદ્ધાચાર્ય વર્ધનકુંજરને પ્રેમપૂર્વક ભેટીને તેને પાસેના ગોપગિરિપર રહેલ વીરભવનમાં લઈ ગયા ત્યાં શ્રી વીરના બિંબને જોઈને તે ભારે હર્ષ પામ્યો અને તેણે પ્રમોદપૂર્વક પ્રભુનું ‘શાનો વેપ:' થી શરૂ થતું એક સ્તોત્ર બનાવ્યું. એમ ભગવંતની સ્તુતિ કરી અને પોતાની નિંદા કરતા બૌદ્ધાચાર્યને જૈનાચાર્યે જિનધર્મનાં તત્ત્વો કહી બતાવ્યા, એમ અમૃત સમાન નિર્મળ વાણીથી તેનું મિથ્યાત્વરૂપ વિષ દૂર કરીને તેમણે પરીક્ષા પૂર્વક તેના હૃદયમાં આરંતુ ધર્મનું સ્થાપન કર્યું.
એકવાર રાત્રે શ્રીબપ્પભટ્ટિસૂરિ જાગતા હતા ત્યારે બૌદ્ધાચાર્યે દરેક પહોરે ચાર અક્ષરવાળી ચાર સમસ્યા તેમને પૂછી, એટલે અન્ય તીર્થીઓને લીલામાત્રથી પરાભવ પમાડનાર એવા આચાર્યે જાણે સ્વપ્નમાં આવેલ હોય તેમ તે મંદાક્રાંતા છંદના ચરણથી તરત પૂરી કરી. તે સમસ્યા આ પ્રમાણે હતી–
“ ગોત્ર, સર્વસ્થ , સ્ત્રીપુંવષ્ય, વૃદ્ધો યૂના” સંપૂર્ણ સમસ્યા આ પ્રમાણે
"एको गोत्रे स भवति पुमान् यः कुटुंबं बिभर्ति, सर्वस्य द्वे सुगतिकुगती पूर्वजन्मानुबद्धे । स्त्रीपुंवच्च प्रभवति यदा तद्धि गेहं विनष्टं,
વૃદ્ધો યૂના સદ પરિવથાજ્યષ્યતે કામિનીfમઃ" છે ? | વંશમાં તે એક જ પુરુષ સમજવો કે જે કુટુંબનું પાલન પોષણ કરે. સર્વને સુગતિ અને કુગતિ એ બે પૂર્વજન્મથી જ અનુબદ્ધ છે; જયાં સ્ત્રી પુરુષની જેમ સ્વતંત્ર આચરણ કરે, ત્યારે તે ઘર નાશ પામ્યું સમજવું, અને યુવાન પુરુષની સાથે પરિચયમાં આવતા સ્ત્રીઓ વૃદ્ધ પુરુષને તજી દે છે.”
આથી વધારે સંતુષ્ટ થયેલ બૌદ્ધાચાર્યે સમ્યક્ત્વ પૂર્વક શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા અને પછી આલિંગનપૂર્વક આચાર્યની અનુમતી લઈને તે પોતાના સ્થાને ગયો, તેમજ પૂર્વના વૈરભાવનો ત્યાગ કરી બંધુની જેમ સાથે મળેલા તથા અન્યોન્ય ભેટ મોકલવાથી સંતુષ્ટ થયેલા એવા તે બંને આમ રાજા અને ધર્મરાજા. પણ પોતપોતાની રાજધાનીમાં ગયા.
એક દિવસે બુદ્ધાચાર્યે એકાંતમાં ધર્મરાજાને કહ્યું કે—બપ્પભદિસૂરિએ મને જીતી લીધો, તેથી મારા મનમાં જરા પણ ખેદ થતો નથી. કારણ કે નિદ્રામાં કે જાગતાં તેના દેહમાં આવીને સરસ્વતીદેવી પોતે યથોચિત રીતે બોલે છે; પરંતુ તારા રાજયમાં રહી સુખ ભોગવનાર એવા વાપતિરાજે જે મુખશૌચ કરાવતાં મને પરાજય પમાડ્યો, તે મને બહુ સાલે છે.' એમ સાંભળ્યા છતાં છળવાદથી બૌદ્ધાચાર્ય પર મંદ આદર બતાવનાર ધર્મરાજાએ વાપતિરાજની સાથેનો સ્નેહ મૂક્યો નહિ.