________________
194
શ્રી પ્રભાવક ચરિત્ર
એ પ્રમાણે સાંભળતાં હર્ષથી રાજાનું શરીર રોમાંચિત થયું. પોતાના ગુરુના ભારે સત્ત્વથી હૃષ્ટ થતો રાજા કહેવા લાગ્યો કે—‘તેમના વાક્યને માટે હું લુંછણારૂપ બની જાઉ, અવિકારી દષ્ટિને માટે અવતારણરૂપ બનું અને મિત્રતાથી મનોહર હૃદયને માટે હું બલિરૂપ થઈ જાઉં. આ પૃથ્વી, પર્વતો, દેશ, અને મારું આ નગર ભાગ્યશાળી છે કે જયાં બપ્પભગુિરુ બિરાજમાન છે. પોતે કામાતુર થવાથી પોતાના ક્ષેત્ર (ભૂમિ) થી ભ્રષ્ટ કરાવનાર કામનો વિચાર કરતાં પરક્ષેત્રમાં ગયેલા પશુ હાથીઓ પણ લોલુપતાને તજી દે છે; તેથી જે ગુરુ તેમને સર્વથા હસી કાઢે છે. માટે મારા ગુરુનું ગજવર એવું નામ થાઓ એટલે આગમના બળથી ભૂત, ભાવિ અને વર્તમાનને જાણતા એવા તેમના ગજવર અને બ્રહ્મચારી એ બે બિરુદ થયા.”
પછી રાજાએ તે રમણીને પૂછ્યું કે–ત્યાં તે શું કર્યું?” ત્યારે તે કહેવા લાગી કે– કટાક્ષક્ષેપ, અને સ્તનાદિકપર તેમને હસ્તસ્પર્શ કરાવ્યો છતાં તે વિકાર ન પામ્યા. તે વખતે પોતાની પ્રજ્ઞાના અનુસાર વર્ણન કરતાં તે પુનઃ એક દુહો બોલી કે “ગજવરની ઉપમાને ધારણ કરતા તથા અનુપમ સત્વશાળી એવા નિર્વિકારી ગુરુરાજ, હે નાથ ! કોઈ રીતે ભોગાસક્ત થાય તેમ નથી.”
એ પ્રમાણે રાજા વગેરેના મુખે સત્ય ગુણના કીર્તનથી તથા બ્રહ્મચર્યના અદ્ભુત પ્રભાવથી શ્રી બપ્પભદિગુરુ વિજયવંત થઈને રહેવા લાગ્યા.
એકવાર રાજમાર્ગે ચાલતાં ગઢની બહાર પોતાના ઘરના પાછળના ભાગમાં પંચાગુલ પ્રમાણે એરંડાના મોટા પાંદડાથી પોતાના વિશાળ સ્તનને ઢાંકનાર એવી એક ખેડૂતની સ્ત્રી રાજાનાં જોવામાં આવી. પોતાના ધણીના હાથમાં વાડના છિદ્રમાંથી ભાત આપી, દાતરડું ભૂલી જવાથી તે ઘરભણી પાછી વળી, તેના બિંબાકાર સ્તન અને તેના ઉપર રહેલા પત્ર જોઈ રાજાને કૌતુક થવાથી એક મોટા એરંડા પર પોતાની ચપળદષ્ટિ નાખતાં તેણે અર્ધ ગાથા બનાવી અને પ્રભાતે રાજસભામાં આવતાં તેણે તે સમસ્યા ગુરુની આગળ આ પ્રમાણે સંભળાવી
“વ વિવનિમાયતો પરંeો સાદર તરૂણ” | એટલે-વાડના છિદ્રમાંથી નીકળતાં એરંડાના પત્રો તરુણીપર શોભતા હતાં.” એટલે ગુરુ તરત જ ઉત્તરાર્ધ બોલ્યા
"इत्थ घरे हलियवहु इद्दहमित्तत्थणी वसई" અર્થાત-એ ઘરમાં ખેડુતની સ્ત્રી બિંબસ્તની રહેતી હશે.”
એ પ્રમાણે પોતાના જોયા પ્રમાણે સમસ્યા પૂરનાર ગુરુની સ્તુતિ કરતાં રાજાએ જણાવ્યું કે—“આ કળિકાળમાં ગુરુ વિના કોઈ સિદ્ધ સારસ્વત નથી.”
વળી એકવાર સાંજે હાથમાં દીવો લઈ ડોકને વાંકી કરતી કોઈ પ્રોષિતભર્તૃકા (જેનો પતિ પરદેશ ગયો હોય તે સ્ત્રી) પોતાના વાસગૃહ ભણી જતી રાજાના જોવામાં આવી. એટલે તેણે ગાથાનો ઉત્તરાર્ધ બનાવી પ્રભાતે ગુરુ પાસે કહી સંભળાવ્યો ત્યારે ગુરુએ તેનો પૂર્વાર્ધ તરત પૂરો કર્યો.