________________
192
શ્રી પ્રભાવક ચરિત્ર
તે શુભ ધ્યાનરૂપ અશ્વ પર આરૂઢ થયા. દઢ સંયમરૂપ ધનુષ્ય અને પરૂપ બાણને ધારણ કરતા, તથા સદ્ધોધની પુષ્ટિરૂપ શક્તિ (શસ્ત્ર-વિશેષ)ને હાથમાં લેતાં અંતરંગ શત્રુનો જય કરવા તે તત્પર થયા. પછી અનાદરપૂર્વક તેમણે તે રમણીને કહ્યું કે –“તું કોણ છે અને અહીં શા માટે આવી છે? આ તો બ્રહ્મચારીઓનું સ્થાન છે, તારા જેવી રમણીને માટે આ સ્થાન ઉચિત નથી કારણ કે મુસાફરોમાં જેમ વાઘ, વિપ્રગૃહમાં જેમ મધ, ધર્મશાળામાં જેમ માંસ, રાજભવનમાં હળ, ધર્મમાં જીવહિંસા, વેદોચ્ચારમાં જેમ અંત્યજ, કપૂરમાં જેમ નાળીયેર, કાગડાને કોઠ, ચંદનમાં મક્ષિકા, કુંકુમમાં હીંગ, તથા લસણમાં જેમ કપૂર અનુચિત છે, તેમ તું મનોહારિણી હોવાથી આ સ્થાનને યોગ્ય નથી, વળી બધા દ્વારથી નીકળતી અશુચિ-દુર્ગધરૂપ કાદવથી કલુષિત અને લજ્જારૂપ અબળા દેહમાં કૃમિ વિના કોઈ મૂર્ખજનો જ તેમાં આસક્ત થાય.
એ પ્રમાણે સાંભળતાં પેલી રમણી કહેવા લાગી કે– હું પૂજાની અભિલાષી નથી, પણ માર્ગથી ભ્રષ્ટ થયેલા એવા તમને સ્પષ્ટ બોધ આપવા આવી છું. સંપત્તિ મેળવવા માટે લોકો દાનધર્મ આચરે છે અને ઐશ્વર્ય માટે તપ તપે છે, તે ઐશ્વર્ય રાજ્ય વિના નથી. સ્વર્ગમાં પણ એક સારંગલોચના-રમણી સારરૂપ મનાય છે કે જેના વિના મનુષ્યો અને દેવો શોભા પામતા નથી. કહ્યું છે કે
"राज्ये सारं वसुधा वसुधायां पुरं पुरे सौधम् ।
सौधे तल्पं तल्पे वरांगनानंगसर्वस्वम् ॥ १ ॥ રાજયમાં સારરૂપ પૃથ્વી છે, પૃથ્વીમાં નગર અને નગરમાં સુશોભિત મકાન સારરૂપ છે, મકાનમાં શયા અને શય્યામાં વિલાસી વનિતા સારરૂપ છે.
વળી જગતમાં પણ એવા કોઈ વિપરીત કદાગ્રહી નહિ હોય કે વિના વાંછાએ પ્રાપ્ત થયેલ વસ્તુનો તે ત્યાગ કરે, કારણ કે તેમ કરવાથી તે હાંસીપાત્ર બને છે. દુર્બુદ્ધિની વૃદ્ધિને લીધે તે દૈવથી દંડાયેલા છે, માટે
પ્રભો ! તમે પૂરતો વિચાર કરો. કોઈ પાખંડીના ભમાવવાથી તમે જડ જેવા ન થાઓ. આમ રાજાએ મહાભક્તિથી મને તમારી પ્રાણવલ્લભા કરીને મોકલી છે, હું રૂપવતી, ચતુર અને ગુણથી અનુરાગી બનું છું, વળી તમે જે કહો છો કે બીભત્સ રસ-દુર્ગધને લીધે સ્ત્રીનું શરીર ખરાબ હોય છે, પરંતુ તે શુશ્રુષા વિનાની અન્ય કરમણીઓનું સમજવું, પણ અમે તો નિરંતર પવિત્ર રહેતી હોવાથી જાણે વિધાતાએ કપૂરથી બનાવી હોય તેમ દુર્ગધાદિકની કથાથી પણ અજ્ઞાત છીએ. માટે હે નાથ ! હું પ્રાર્થના કરું છું કે નાગાંગના સાથે ભોગવિલાસ કરતા નાગૅદ્રની જેમ ભોગવિલાસથી મારા શરીરને સફળ કરો.'
એમ સાંભળતાં પ્રથમ બપ્પભટ્ટસૂરિ જરા હસ્યા અને પછી તેના વચનથી તે વિસ્મય પામી, વૈર્યના : આધારરૂપ અને નિર્ભય એવા ગુરુ, દેઢ વચનથી તે રમણીને કહેવા લાગ્યા કે–“અંદરના ભાગમાં પોકળ એવી એક સુવર્ણની પૂતળીને અશુચિથી ભરીએ અને ઉપરથી ચંદન ચર્ચા તેને અલંકારથી શોભાવીએ, એ કેવું કહેવાય? તેમ વિષ્ટાગૃહસમાન મલ, મૂત્રાદિકથી ભરેલા રમણીઓના શરીર પર કયો સુજ્ઞ અનુરાગ ધરાવે ? માટે હે ભદ્રે ! કટાક્ષપાત કરતી તારી ચક્ષુને સંકેલી લે, વક્ષ:સ્થળને ઢાંકી દે, અનેક ચેષ્ટાથી કુટિલ અને રમ્ય હાવભાવયુક્ત તારા વચનને બંધ કર. માખણના પિંડ સમાન તે અન્ય પુરુષો કે જેઓ રમણીઓને વશ થાય, પણ હે મુગ્ધા ! અમે પાષાણ જેવા છીએ, તો તારા શરીરને વૃથા ખેદ શા માટે આપે છે?'