________________
શ્રી બપ્પભટ્ટિસૂરિ ચરિત્ર
187
નિવેદન કરજો કે—
ન
“ચંદન ભલે જડ (ળ) થી ઉછળતા રત્નાકરમાં ફરી વળે, તો પણ તે શ્રીખંડજ કહેવાશે. તેમ બપ્પભટ્ટિને વિરોધિઓ શું કરી શકવાના હતા ? સજ્જન કે ચંદન નરેંદ્ર ભવનમાં જતાં તે અવશ્ય ગૌરવને પામે છે, કારણ કે અનેક ગુણોથી અલંકૃત તે શા માટે માનનીય ન થાય ? જેમ રાજહંસો મહાસરોવ૨ વિના સુખ ન પામે, તેમ રાજહંસો વિના તે મહાસરોવરો પણ શોભા ન પામી શકે. દરેક સરોવર હંસોને કાઢી મૂકે, છતાં તે બીજે ક્યાંય જતાં પણ શ્યામ થઈ જવાના નથી, તે હંસ જ્યાં જશે ત્યાં અવશ્ય શોભારૂપ જ થશે. બીજે જવાથી તે બગલા થઈ જાય તેમ નથી. માટે હંસોએ મૂકી દીધેલ મહાસરોવર ભલે તેમને પુનઃ ધારણ કરે, વળી ચંદનવૃક્ષને ઉખેડીને ભલે કદાચ નદી તાણી જાય અને તે મલયાચલથી ભ્રષ્ટ થાય, છતાં તે જ્યાં જશે ત્યાં કીંમતી જ ગણાશે. કમલાકરથી રહિત થાય છતાં મધુકરો તો મકરંદનો જ ઉપભોગ લેવાના, અને મધુકર વિના તે કમલાકરની પણ શોભા શી ? એક કૌસ્તુભમણિ વિના પણ બીજાં શ્રેષ્ઠ રત્નોથી રત્નાકર (સમુદ્ર) શોભે છે અને જેના વક્ષઃ સ્થળમાં કૌસ્તુભ રત્ન છે તે પણ લોકોને પૂજનીય થઈ પડે છે. પૂર્ણિમાનો ચંદ્ર ખંડ વિના અખંડમંડળવાળો કહેવાય છે. વળી તે શંક૨ના શિરે જતાં પણ પોતાના પ્રકાશ અને શીતલતા ન તજતાં શોભે છે. તરૂવરને પત્રો (પાંદડાં) મૂકી દે, તો તેની શોભા બધી ચાલી જાય છે. કારણ કે તે પત્રોના યોગે જ તે જગતને જોઈએ તેવી છાયા આપી શકે છે. વળી પુષ્પોને લીધે બધાં વૃક્ષો માનનીય થાય છે, અને વૃક્ષોને લીધે પુષ્પો માન પામે છે, એમ બંને એક બીજાના ગુણથી માન્ય થાય છે. ઇક્ષુદંડ સમાન સજ્જનો મહીમંડળમાં માનનીય થાય છે, પણ જડ (ળ) ના મધ્યભાગમાં તે સરસ છતાં વિરસ દેખાય છે. ઉજવળ શીલથી અલંકૃત અને પાપવાસનાને દૂર કરનારા એવા ગુણવંત જનોને આપત્તિ તે ગુણરૂપ થાય છે. અહો ! જગતમાં ગુણવંત જનો દુર્લભ છે.
માટે હે પ્રધાનો ! જો તમારે (તમારા સ્વામીને) અમારી સાથે પ્રયોજન હોય, તો તે પોતે સત્વર ધર્મરાજાની · સભામાં ગુપ્ત વેષે આવીને અનુમતિ માગે, એમ પ્રતિજ્ઞાનો નિર્વાહ થતાં અમે તારી પાસે આવી શકીએ.’
એ પ્રમાણે શિક્ષા આપીને આચાર્ય મહારાજે તે પ્રધાનોને પાછા મોકલ્યા, એટલે તે પોતાના સ્વામી પાસે આવ્યા અને માહાત્મ્યયુક્ત સૂરિનું વચન તેમણે સમ્યક્ પ્રકારે રાજાને નિવેદન કર્યું. ત્યારે શત્રુનો ભય ન લાવતાં ભારે ઉત્કંઠાપૂર્વક આમરાજા ઉંટ પર આરૂઢ થઈને ચાલ્યો. માર્ગે જતાં તે ગોદાવરીના કિનારે એક ગામમાં પહોંચ્યો, ત્યાં પાદરે કોઈ દેવકુળમાં તેણે નિવાસ કર્યો. એવામાં તે મંદિરમાંની દેવી આમરાજા પર આસક્ત થઈ જેથી અર્ધરાત્રે આવીને પ્રાર્થનાપૂર્વક તેણે રાજા સાથે ભોગવિલાસ કર્યો. કારણ કે ભાગ્ય સર્વત્ર જાગ્રત હોય છે. પછી પ્રભાતે મિત્રને મળવાને ઉત્કંઠા ધરાવતો આમ રાજા તે દેવીને પૂછ્યા વિના ઉંટપર આરુઢ થઈને આગળ ચાલ્યો અને શ્રીબપ્પભટ્ટિ પ્રભુ પાસે આવી પહોંચ્યો ત્યાં વિરહના શોકથી વ્યાકુળ થયેલ રાજા નિર્વેદરૂપ અગ્નિની જ્વાળા સમાન વચન કહેવા લાગ્યો કે—‘નિદ્રા જાગરણાદિ કૃત્યને વિષે નિરંતર યાદ કરનારા, તેમ સ્વપ્નમાં પણ અને સુક્ષ્મ ચેષ્ટાઓને વિષે પણ યોગીઓના લોચનની જેમ સ્થિર છતાં શ્રેષ્ઠ હૃદયવાળા મિત્રોની પણ જો આવી નિષ્ઠા હોય, તો હૈ મન ! મિત્રની આશા તજી દે. હે પ્રભો ! હવે પ્રસન્ન થાઓ.' પછી ગુરુના સત્ય વચન માટે પોતાને પ્રતીતિ હોવા છતાં રાજા કૌતુકથી ગાથાર્ધ બોલ્યો— "अज्जवि तं सुमरिज्जइ को नेहो एगराईए ||"