________________
186.
શ્રી પ્રભાવક ચરિત્ર
કૃષ્ણસર્પના મુખની જેમ તે બધું સારી રીતે ગ્રહણ કરવું.” ત્યારથી સૂરિએ તે રાજાને નાગાવલોક એવું નામ આપ્યું, એટલે આમ રાજા એ નામથી પણ ખ્યાતિ પામ્યો.
પછી તે જુગારી સમસ્યાનો ઉત્તરાર્ધ લઈને રાજા પાસે આવ્યો અને તે પ્રમોદપૂર્વક નિવેદન કરીને તેણે રાજાને આશ્ચર્યમગ્ન બનાવી દીધો. ત્યારે રાજાએ તેને પૂછ્યું કે–‘આ સમસ્યા કોણે પૂરી ?” |
તે બોલ્યો-“હે સ્વામિનુ ! બપ્પભટ્ટિ ગુરુએ મને કહી.’ આથી રાજાએ તેને ઉચિત દાન આપ્યું. એકવાર વિરહને વિચારવા માટે રાજા બહાર ઉદ્યાનમાં ગયો, ત્યાં વટવૃક્ષની નીચે એક મૃત મુસાફર તેના જોવામાં આવ્યો, વળી ત્યાં શાખા પર જળબિંદુઓ ઝરતું એક જળપાત્ર લટકતું હતું. એટલે તેણે આ પ્રમાણે ગાથાનો પૂર્વાર્ધ લખ્યો
"तइया मह निग्गमणे पियाइ थोरंसुएहि जं रुन्नं" ‘તે સમયે મારા નિર્ગમનથી પ્રિયાઓ મોટા આંસુઓથી રડવા લાગી.’ એટલે પૂર્વની જેમ આ સમસ્યા પણ રાજાના મનને ગમે તેવી રીતે કોઈ વિદ્વાને પૂરી ન કરી. સૂર્ય વિના વિશ્વ પ્રકાશક કોણ હોઈ શકે ? એમ જ્યારે આ સમસ્યા પણ કોઈના લક્ષ્યમાં ન આવી, ત્યારે તે જુગારી પુનઃ શ્રીબપ્પભટ્ટિ મહારાજ પાસે ગયો અને તેણે તે તેમને કહી સંભળાવી. એટલે સુજ્ઞ શિરોમણિ આચાર્યો અનાયાસે તે પૂરી કરી. એ ઉત્તરાર્ધ લઈને રાજા પાસે આવી તેણે નિવેદન કરતાં જણાવ્યું કે–
"करवत्तिबिंदुनिवडणमिहेण तं अज्ज संभरिअं" એટલે આજે જળપાત્રના બિંદુઓને ટપકતા જોઈને યાદ આવ્યું.”
એવામાં અન્ય કોઈ વિદ્વાનું પથિકે ત્યાં તે બધું જોઈને યથામતિ જણાવ્યું કે ‘પાત્રના જળબિંદુઓએ પથિકનું હૃદય નિરુદ્ધ કર્યું.'
ત્યારે શ્રી બપ્પભક્ટિ પુનઃ બોલ્યા કે–રડતી એવી તે પ્રિયા યાદ આવી, જે નગરમાં છોડી આવ્યો.”
એ પ્રમાણે સાંભળતાં રાજા ચિંતવવા લાગ્યો કે–“આવી રસપુષ્ટિ મારા મિત્ર મુનીશ્વર વિના અન્ય કોઈ ગુંથી ન શકે.” પછી તેણે મુનીશ્વરને બોલાવવા માટે પોતાના પ્રધાન પુરુષોને ઉપાલંભગર્ભિત સંદેશો સંભળાવીને મોકલ્યા, એટલે અજ્ઞ જનોને અપ્રાપ્ય એવા આચાર્ય મહારાજ પાસે આવી કુશલ પ્રશ્નપૂર્વક તે રાજાનો સંદેશો કહેવા લાગ્યા કે–‘વૃક્ષ છાયાના કારણે પોતાના શિર પર પત્રો (પાંદડાં) ને ધારણ કરે છે, છતાં પ્રચંડ પવનના યોગે તે ભૂમિ પર પડી જાય છે, તેમાં વૃક્ષ બિચારું શું કરે? તરણ યુવતિના કપોલ ભાગ પર રહેલ ગાંગેય ગંગાને યાદ કરતાં નથી, સ્તનના આસ્વાદમાં પડેલ મુક્તામણિ શુક્તિ (છીપ)નું સ્મરણ કરતા નથી, અને મુગટમાં જડાયેલ રત્ન પોતાની રોહણાચલની જન્મભૂમિને યાદ કરતું નથી, તેથી એમ લાગે છે કે પોતપોતાના સુખમાં મગ્ન રહેલ જગત્ સ્નેહ વિનાનું છે. વળી “જેની જંઘા અને ચરણ ધૂળથી મલીન છે. તથા જેના મસ્તક અને મુખની શોભા પ્લાન છે, એવો ભિક્ષુક કદાચ ગુણનિધાન હોય, તો પણ રસ્તામાં તો ગરીબડો જ કહેવાય.”
એ પ્રમાણે સાંભળતાં બપ્પભક્ટિ ગુરુ તેમની આગળ સ્થિર વચનથી કહેવા લાગ્યા કે—‘મિત્રાઈ કે દુશમનાવટમાં પણ મનની સાથે મન જોડી રાખવું. હવે તમે આર્ય આમરાજાને અમારો આ સંદેશો બરાબર