________________
શ્રી બપ્પભટ્ટસૂરિ ચરિત્ર
185
રાખી, અને તેથી ધર્મરાજા પરમ આનંદને પામ્યો. પછી આમ રાજાએ કરેલ પ્રવેશમહોત્સવ કરતા પણ અધિક તેણે આચાર્યનો નગરીમાં પ્રવેશ મહોત્સવ કર્યો.
પછી સાક્ષાત ધર્મમૂર્તિ એવો ધર્મરાજા ગુરુ સન્મુખ આવીને બેઠો એટલે વિદ્વાનોમાં ચક્રવર્તી સમાન એવા પંડિતરાજે જણાવ્યું કે– સુંદર લાલ ચરણવાળા, જેમની ચાલ મનોહર છે, જે પક્ષીમાં શ્રેષ્ઠ છે, જે સૌમ્ય છે, જેની શ્વેત પાંખ છે, એવા રાજહંસ જેમ હિમાલયના માનસરોવરનો આશ્રય કરે છે તેમ “સુંદર ચરણમાં રક્ત, સદા સદ્ગતિને ઈચ્છનારા, ધવલ પક્ષવાળા, ગુણપરિચયથી હર્ષ પામનારા સદ્દગુણના અતિશયને ધારણ કરતા સૌમ્ય અને કમનીય એવા અમે પરમ કવિઓ હે રાજન્ ! આપની પાસે આવતાં જાણે માનસરોવરમાં હોય તેવું અનુભવીએ છીએ.'
અહીં પણ પોતાની કાવ્ય કથનની લીલાથી સભાને આનંદ પમાડનાર શ્રી બપ્પભટ્ટસૂરિ દોગંદક દેવની જેમ સુખપૂર્વક રહેવા લાગ્યા.
હવે અહીં પ્રભાતે આચાર્ય ન આવવાથી આમરાજાએ નગરમાં અને બહાર ગામડાંઓ વગેરેમાં તેમની શોધ કરાવી, છતાં બાળમિત્ર સૂરિનો પત્તો ન લાગવાથી શોકને વશ થયેલ રાજા, ચ્યવન પામનાર દેવની જેમ બહુ જ વિલક્ષ બની ગયો.
પછી એક દિવસે બહાર બગીચામાં જતાં રાજાએ સર્ષે મારી નાખેલ માંજરો નોળીઓ જોયો, જેથી તે આશ્ચર્ય પામ્યો. ત્યાં બરાબર નિરિક્ષણ કરતાં તેના મસ્તકમાં મણિ જોવામાં આવ્યો એટલે પોતે નિર્ભય થઈ રાજાએ તે સર્પને બરાબર પકડીને તેનું મુખ દબાવી, મણિ લઈને તે પોતાને સ્થાને આવ્યો. ત્યાં વિદ્વાનોની સમક્ષ તે એક શ્લોકનો પૂર્વાર્ધ બોલ્યો –
"शस्त्रं शास्त्रं कृषिविद्या अन्यो यो येन जीवति" । શસ્ત્ર, શાસ્ત્ર, કૃષિ અને વિદ્યા તથા અન્ય જેના વડે જે જીવી શકે.”
રાજાની આ સમસ્યા તેમણે પોતપોતાના અભિપ્રાય પ્રમાણે પૂરી, પણ તેમાંનો કોઈ વિદ્વાનું, રાજાના હૃદયના ભાવને ભેદી ન શક્યો, ત્યારે તેણે ભારતીપુત્ર બપ્પભકિસૂરિને આદરપૂર્વક યાદ કર્યા. એટલે ભ્રમર જેમ માલતીપુખના પરિમલને સંભારે, તેમ આચાર્યને સંભારતાં તે કહેવા લાગ્યો કે-“ચંદ્રની આગળ જેમ ખદ્યોત (ખજુઆ) અને હાથીની આગળ ગર્દભની જેમ આ વિદ્વાનો મારા મિત્રની સોળમી કળાને પણ લાયક નથી.” પછી રાજાએ એવી પટ ઘોષણા કરાવી કે –“જે મારા અભિપ્રાય પ્રમાણે આ સમસ્યા પૂરે તેને હું એક લાખ સોનામહોરો આપું.”
એવામાં પોતાનું સર્વસ્વ નાશ થતાં એક જુગારીએ આ ધનનો ઉપાય સાંભળીને એ અર્ધ શ્લોક પોતે લઈ લીધો, અને ક્યાંકથી શ્રી બપ્પભટ્ટિસૂરિ ના સમાચાર મેળવીને તે ગૌડદેશની લક્ષણાવતી નગરીમાં આવ્યો, ત્યાં બપ્પભષ્ટિ પ્રભુને નમન કરીને તેણે શ્લોકાર્ધ કહી સંભળાવ્યો, જેથી વિના પ્રયાસે તેમણે તેને ઉત્તરાર્ધ કહી બતાવ્યો કારણ કે સરસ્વતીનો પ્રસાદ, જગતના કલેશરૂપ સાગરો નાશ કરવામાં અગત્યઋષિ સમાન છે. તે સમસ્યાનો ઉત્તરાર્ધ આ પ્રમાણે છે –
મુહિત દિ વર્તવ્ય, Mઈપુર્વ યથા” છે