________________
184
શ્રી પ્રભાવક ચરિત્ર
"बाला चंकमती पए पए कीस कुणइ मुहमंगं" । ગમન કરતી તરુણી પગલે પગલે મુખભંગ શા માટે કરતી હશે ?'
એમ સાંભળતાં સૂરિ સત્યવચનના તરંગથી મનોહર એવું વચન બોલ્યા. કારણ કે વચનસિદ્ધ પુરુષ કલ્પાંતે પણ અસત્ય વચન ન બોલે.
“નૂન મUપણ મેહનયા છવ નહાંતિ” છે. કારણ કે રમણ પ્રદેશમાં થયેલી નખપંક્તિને મેખલા અડે છે.
એ પ્રમાણે સાંભળી રાજા કંઈક સંભ્રાત થયો અને હિમપાતથી પ્લાન થયેલા કમળની જેમ તેણે પોતાનું મુખ નિસ્તેજ અને વિકૃત કરી દીધું, એટલે રાજાની વિપરીત દશા જોતાં આચાર્ય ઉપાશ્રયમાં આવ્યા અને સ્નેહ તથા મોહથી અપરાજિત એવા તેમણે મુનિઓને વિહાર કરવાની સૂચના આપી દીધી, પછી ત્યાં બહાર દ્વારના કમાડ પર એક શ્લોક લખી, સંઘની પણ અનુમતિ લીધા વિના તે નગરની બહાર ચાલી નીકળ્યા. તે શ્લોક આ પ્રમાણે હતો—
યામ: સ્વસ્તિ તવીતુ વોર્મિત્ત સ્થિતિ પ્રવુતા, वर्तिष्यन्त इमे कथं कथमिति स्वप्नेऽपि मैवं कृथाः । श्रीमंस्ते मणयो वयं यदि भवल्लब्धप्रतिष्ठास्तदा,
તે શૃંગારપરીયUT: fક્ષતિયુગો મૌનો રિત્તિ નઃ” છે ? અમે જઈએ છીએ, રોહણાચલ સમાન તારું કલ્યાણ થાઓ. “આ મારાથી ભ્રષ્ટ થયા, એટલે હવે કેમ વર્તી શકશે ?” એમ સ્વપ્ન પણ વિચાર કરીશ નહિ. હે રાજનું! જો મણિરૂપ એવા અમે જો તારા સહવાસથી પ્રતિષ્ઠા મેળવી છે, તો શૃંગારપરાયણ રાજાઓ અમને પોતાના મસ્તકપર ધારશે.”
પછી કેટલાક દિવસે ગૌડ દેશમાં વિચરતાં ગુરૂમહારાજ લક્ષણાવતી નગરીના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં ધર્મરાજાની રાજ સભામાં એક વાકપતિરાજ નામનો પંડિતરાજ કે જે વિદ્વાનોમાં મુગટ સમાન અને કાવ્ય રચવામાં અસાધારણ કવિ હતો. હવે મેઘના આગમનથી મોરની જેમ પ્રભુનું આગમન જાણી તે પંડિતે તેમના આગમનના સંદેશાથી રાજાને સંતુષ્ટ કર્યો. વળી તેમની સ્તુતિ કરતા તેણે જણાવ્યું કે જેને સરસ્વતી દેવી વશ છે અને મારા પૂર્વજોથી જે પ્રશંસા પામેલ છે, એવા બપ્પભટ્ટ મુનિશ્વર આપના પુણ્યયોગે અહીં પધાર્યા છે. એ જ્યાં પધારે તે દિવસ પણ પવિત્ર સમજવો.”
ત્યારે ચંદ્રોદયથી ચકોરની જેમ આનંદ પામતા રાજાએ પણ વિદ્વાનોના મુગટ સમાન એવા તે પંડિતને જણાવ્યું કે-“એ જૈનાચાર્ય જ્યાં પધારે તે દિવસ પણ ખરેખર ! પવિત્ર સમજવો; પરંતુ આમરાજાની સાથે મારે વિગ્રહનો દુર્રહ કદાગ્રહ છે, તેથી એમને બોલાવ્યા પછી એ પાછા જાય, તો મારું અપમાન થાય. માટે તે મુનીશ્વરને પૂછવાનું છે કે તે રાજા પોતે મારી પાસે આવી મારી સમક્ષ અનુમતિ માગીને તમને તેડી જાય, તો તમારે જવું નહિતર નહિ.
એ પ્રમાણે રાજાની આજ્ઞાથી સુજ્ઞ પુરષોએ એ બાબત આચાર્યને નિવેદન કરી એટલે તેમણે એ વાત કબૂલ