________________
શ્રી બપ્પભટ્ટસૂરિ ચરિત્ર
183
સિંહાસન પર બિરાજતા અને સરળ લોકોના મુખથી સ્તુતિ કરાતા એવા શ્રી બપ્પભટ્ટિસૂરિ તે મિથ્યાત્વી લોકોને ઈર્ષ્યા ઉપજાવવા લાગ્યા. એવામાં દ્વેષી બ્રાહ્મણોના સંસર્ગથી તેમના કહ્યા પ્રમાણે વર્તનાર રાજાએ એકવાર આચાર્યને માટે અન્ય કોઈ રાજાનું સિંહાસન મંડાવ્યું, એટલે તેના આશયને જાણતા તથા અગાધ સત્ત્વશાળી મુનીશ્વરે પોતાની આકૃતિમાં વિક્રિયા બતાવ્યા વિના રાજાને પ્રતિબોધ આપ્યો કે–
"कृतप्राकृतसत्त्वानां, मदादीनां जनद्विषाम् ।
સંમસ્તમાયુિનાં, નસ્ય ભવાદ:”? ? | સામાન્ય સત્ત્વવાળા, જનના ઢષી તથા દંભ અને માનયુક્ત એવા તમારા જેવાને મારા જેવા લોકો. શી રીતે ઓળખી શકે ? માટે કહ્યું છે કે
"मर्दय मानमतंगजदयू, विनयशरीर विनाशनसर्पम् ।
क्षीणो दर्पाद् दशवदनोऽपि, यस्य न तुल्यो भुवने कोऽपि" ॥१॥ હે સુજ્ઞ ! વિનયરૂપ શરીરનો વિનાશ કરવામાં સર્પ સમાન એવા માનરૂપ મતંગજ (હાથી)ના દર્યને તું દળી નાખ. કારણ કે દર્પના વશથી રાવણ નષ્ટ થયો કે જગતમાં જેની તુલ્ય કોઈ નથી.’
એ પ્રમાણે ગંભીર વાણી સાંભળતાં રાજાએ આચાર્યને વિનંતી કરી કે–“હે સ્વામિનું ! આપના વાક્યથી મારામાં રહેલ ગર્વરૂપ વિષ નાશ પામ્યું, માટે સમર્થ એવા આપ મારા ક્ષેત્ર (દશ)માં સુખે રહો અને ભક્તજનોએ તૈયાર કરેલ અચિત્ત આહાર પાણીનો ઉપભોગ કરો.'
એવામાં એકવાર રાજાએ અંતઃપુરમાં પોતાની વલ્લભાને પ્લાન મુખવાળી જોઈને પોતાની ઈચ્છા પ્રમાણે તેણે આચાર્યની પાસે આ પ્રમાણે અર્ધ ગાથા કહી બતાવી
વિ સ પરિતUરૂ, મનમુદિ બત્તળો પHIM” | પોતાના પ્રમાદને લીધે અદ્યાપિ તે કમલમુખી પરિતાપ પામે છે.
ત્યારે શ્રેષ્ઠ સારસ્વત મંત્રથી સિદ્ધ થયેલ એવી વાણીથી સૂરિરાજ પોતાના મિત્ર રાજા પર સત્ય સ્નેહ ધરાવતા ગાથાનો ઉત્તરાર્ધ બોલ્યા કે—
“સુત વિરૂદ્ધતિનીરે પછાડ્રયં " , પુત્રના ભારે ઉદ્વેગને લીધે તેણીનું શરીર પરિતાપથી આચ્છાદિત થયું છે.
હૃદયના ભાવને બતાવનાર એ વચનથી સંતુષ્ટ થયેલ રાજાએ તેમના કવિત્વની પ્રશંસા કરી, પણ અભ્રાંત લોચનવાળો તે કંઈક ભ્રાંતિ પામ્યો.
એક દિવસે આચાર્ય સાથે અનુપમ પ્રેમ ધરાવનાર રાજાએ જાણે વ્યથા પામી હોય તેમ મુખભંગથી પગલે પગલે કંઈક વિકાર દર્શાવતી રાણીને આવતી જોઈ. એટલે મનમાં જાણે દયા ઉત્પન્ન થઈ હોય તેમ રાજા અર્થ ગાથામાં બોલ્યો