________________
188
શ્રી પ્રભાવક ચરિત્ર
અહો ! તે રાગી રમણીનો એક રાતનો પણ કેવો સ્નેહ કે જે અદ્યાપિ યાદ આવે છે ?' ત્યારે ગાથાનો ઉત્તરાર્ધ બોલતાં ગુરુ મહારાજે જણાવ્યું કે
“ોતાના ઉંડે રેનમ પત્રિ નં ર વસો સિ” ! હે પથિક ! ગોદાવરી નદીના કાંઠે દેવકુળમાં તું રહ્યો ન હતો ?'
એ પ્રમાણે કહેતા ગુરુએ રાજાને દઢ આલિંગન આપ્યું, એટલે જાણે રાજાનું અવિશ્વાસપાત્ર મન, અંદર પેસીને જોવાને ન ઈચ્છતા હોય. આથી અત્યંત સંતુષ્ટ થયેલ અને કવિગણમાં પ્રખ્યાત એવા રાજાએ જણાવ્યું કે–“રોમાંચિત શરીર અને પ્રસાદ અશ્રુથી ભીંજાયેલા લોચનો વડે પ્રસન્ન થયેલા એવા આપ સુજ્ઞ શિરોમણિની અદભુત વાતો સાંભળી સૌજન્ય-સુધાના ઝરણામાં સ્નાન કરવા અને વિપત્તિ-સાગરથી પાર ઉતરવા માટે હે અસાધારણ સત્ત્વશાળી ! તમારાં દર્શન કરવા અમે આવ્યા છીએ.' પછી મનહર મિત્રાઈથી રંગાયેલ આમરાજાએ ખડીનો કટકો લઈને કૌતુકથી એક ચિત્રબંધ શ્લોક લખ્યો–
"अ ति अति अन्म अ लं, प्रीद्य रद्य जद्य पद्य ।
મેત્રા મેત્રા મેત્રે નિં, પણ પાસ સ સ" છે ? | એટલે આ ગોમૂત્રિકા-બંધ જાણીને ગુરુપોતે વાંચીને સમજી ગયા, પરંતુ દોષને જાણનાર એવા બીજા કોઈ જાણી ન શક્યા. તે શ્લોકમાં રાજાએ આ પ્રમાણે જણાવ્યું
"अद्य मे सफला प्रीतिरद्य मे सफला रतिः ।
अद्य मे सफलं जन्म, अद्य मे सफलं फलम्" ॥ २ ॥ આજે મારી પ્રીતિ સફળ થઈ આજે મારી ઉત્કંઠા પૂર્ણ થઈ, આજે મારો જન્મ સફળ થયો અને આજે મારું રાજય સફળ થયું.”
એ પ્રમાણે રાત્રે જ્ઞાનગોષ્ઠીથી જાગતા તે રાજાને સંતોષ (વિશ્રાંતિ) પમાડીને પ્રભાતે સૂરિમહારાજ નિઃશંકા થઈને સમય પ્રમાણે રાજસભામાં ગયા તે વખતે મેઘથી આચ્છાદિત થયેલ સૂર્યની જેમ સ્વાર્થનિષ્ઠ શ્રીમાનું આમ રાજા પણ સ્થગીધર (પાનદાની ઉપાડનાર) ના વેષે વિશિષ્ટ પુરુષો સાથે ત્યાં ગયો, એટલે ગુરુ મહારાજે ધર્મરાજાને ભવિષ્યના વિયોગાગ્નિની જવાળા સમાન દુઃસહ એવી આમ રાજાની વિજ્ઞપ્તિ પત્રિકા બતાવી. તે વાંચીને રાજાએ દૂતને પૂછ્યું કે “તારો રાજા કેવો છે ?'
ત્યારે તે બોલ્યો-“હે દેવ ! તે આ સ્થગીધર જેવો છે, એમ સમજી લ્યો.' પછી હાથમાં બીજોરું ધારણ કરતા એવા તેને આચાર્યે પૂછ્યું “આ તારા હાથમાં શું છે? તેણે કહ્યું બીજલરા (બીજો રાજા અથવા બીજોરું) છે.”
એવામાં તેણે તૂવેરનું પત્ર બતાવતાં, ગુરુ સ્થગીધરને આગળ કરીને બોલ્યા -“શું આ તૂઅરિપત્ત તારો (અરિપાત્ર) છે ?' ત્યારે બીજા જાણી શકે તેમ પ્રાકૃતમાં જવાબ આપ્યો. પછી ગુરુ બોલ્યા : સરસ્વભાવી ધર્મરાજાની જેવી ઈચ્છા.”