________________
શ્રી બપ્પભટ્ટસૂરિ ચરિત્ર
179
અંતરમાં રંજિત થયો. પછી વૃષ્ટિ શાંત થતાં તે મુનિ સાથે જ તેમના ઉપાશ્રયમાં ગયો, ત્યાં આચાર્યે તેને આશિષથી આનંદ પમાડીને વૃત્તાંત પૂક્યો. એટલે લજ્જાથી મુખ નમાવીને તે પોતાનો વૃત્તાંત કહેવા લાગ્યો— શ્રેષ્ઠ મૌર્ય મહાગોત્રમાં ઉત્પન્ન થયેલ, મહાતેજસ્વી, તથા ચંદ્રગુપ્ત રાજાના વંશમાં મુક્તામણિ સમાન અને કાન્યકુન્જ (કનોજ)ના રાજા યશોવર્માનો હું પુત્ર છું. પિતાએ મને કોપથી કંઈક શિક્ષા આપતાં કહ્યું, જે સહન ન કરી શકવાથી હું અહીં ચાલ્યો આવ્યો.” પછી તેણે ખડીવતી પોતાનું આમ એવું નામ જમીન પર લખી બતાવ્યું. એટલે પોતાનું નામ પોતાના મુખથી ન બોલવાના વિવેકને લીધે ચમત્કાર પામેલા આચાર્ય મહારાજ ચપટી વગાડતાં વિચારવા લાગ્યા કે–‘પૂર્વે શ્રીરામ સૈન્યમાં એને છ મહિનાનો મેં જોયો હતો તે વખતે પીલવક્ષની જાળમાં બાંધેલ વસ્ત્રના હિંડોળે એ ઝૂલતો હતો, અને એના પર છાયા અચલ રહેવાથી અમે એને ભાગ્યશાળી પુરુષ સમજી લીધો હતો. ત્યારે વનફળને વીણતી તેની માતાને અમે કહ્યું હતું કે “હે વત્સ ! તું કોણ છે અને તારું કુળ કયું? વળી તારી આવી અવસ્થા કેમ ! તે બધું અમારી આગળ વિશ્વાસપૂર્વક કહી સંભળાવ. કારણ કે અમે સંસારસંગના ત્યાગી અને પરિગ્રહથી મુક્ત છીએ.'
એમ સાંભળતાં તે બોલી કે– હે પ્રભો ! આપને શું અકથ્ય હોય ? કાન્ય-કુન્જના રાજા યશોવર્માની હું પત્ની છું. આ બાળક ગર્ભમાં આવતાં સપત્ની શોક્યને મત્સર આવવાથી પૂર્વે મેળવવાનું વરદાન રાજા પાસે માગીને તેણે મને ઘરથી બહાર કઢાવી, તેથી પશ્ચાત્તાપ થતાં પિતા અને શ્વશુર ગૃહનો ત્યાગ કરીને હું આ આપના સ્થાને આવી, અને હે પ્રભો ! વન્ય ફળથી અત્યારે ગુજરાન ચલાવું છું.”
ત્યારે અમે તેને શાંત કરતાં આશ્વાસન આપ્યું કે–“હે વત્સ ! ચૈત્યની શુશ્રુષા કરતાં તું અહીં સ્થિરતા લાવીને રહે અને જનક (પિતા)ના ઘરની જેમ આ બાળકનું લાલન પાલન કર.'
એવામાં તેની તે સપત્ની કોઈવાર પોતાની મેળે નાશ પામી એટલે રાજાએ પોતાના સેવકો મારફતે તે તજી દીધેલ રાણીની શોધ કરાવીને તેને પાછી બોલાવી અને પ્રથમ કરતાં તેણે તેનું વધારે બહુમાન કર્યું. પછી અમે તે પ્રદેશથી આ ભૂમિમાં વિહાર કરી આવ્યા, પણ તે દેશના પુરુષો પાસેથી એ વૃત્તાંત અમારા સાંભળવામાં આવ્યો, તેથી આ ધીમાન તેનો જ પુત્ર હોવો જોઈએ. કારણ કે એના શરીરની આકૃતિ અને લક્ષણો એવાં છે કે એ રાજુપુત્ર વિના અન્ય ન હોય.'
એ પ્રમાણે વિચારીને ગુરુ મહારાજ તેને કહેવા લાગ્યા કે “હે વત્સ ! તું અહીં તારા મિત્રની સાથે નિશ્ચિત થઈને રહે. વળી શાસ્ત્રોનો સત્વર અભ્યાસ કરી અને પુરુષની નિર્મળ ૭૨ કળાઓનો સંગ્રહ કર.” તે કળાઓ આ પ્રમાણે છે –
૧ વાંચવાની કળા, ૨ લખવાની કળા, ૩ ગણિત કળા, ૪ ગીતકળા, ૫ નૃત્યકળા, ૬ વાદ્યકળા, ૭ વ્યાકરણ, ૮ છંદશાસ્ત્ર, ૯ જયોતિષશાસ્ત્ર, ૧૦ શિક્ષણકળા, ૧૧ નિરૂત્તર કરવાની કળા, ૧૨ તંત્રકળા, ૧૩ નિઘંટુક, ૧૪ પત્રછેદ્ય, ૧૫ નખછેદ્ય, ૧૬ રત્નપરીક્ષા, ૧૭ શસ્ત્રાભ્યાસ, ૧૮ ગજારોહણ, ૧૯ અશ્વારોહણ, ૨૦ એ બંનેને શિક્ષણ, (ગજશિક્ષા અને અશ્વશિક્ષા) ૨૧ તેની દરેક અદ્ભુત કળા, ૨૨ મંત્રવાદ, ૨૩ રસવાદ, ૨૪ ખન્યવાદ, ૨૫ રસાયન, ૨૬ વિજ્ઞાનવાદ, ૨૭ તર્કવાદ, ૨૮ સિદ્ધાંત, ૨૯ વિષનિગ્રહ, ૩૦ ગારૂડીવિદ્યા, ૩૧ શકુનશાસ્ત્ર, ૩૨ આચાર્યવિદ્યા, ૩૩ આગમ, ૩૪ પ્રાસાદુલક્ષણ, ૩૫ સામુદ્રિક, ૩૬ સ્મૃતિ, ૩૭ પુરાણ, ૩૮ ઈતિહાસ, ૩૯ વેદવિધિ, ૪૦ વિદ્યાનુવાદ, ૪૧ દર્શનસંસ્કાર, ૪૨ ખેચરીવિદ્યા, ૪૩ અમરીકરણ, ૪૪