________________
178
શ્રી પ્રભાવક ચરિત્ર
ગુરુએ તેને હર્ષથી કહ્યું કે– શું તું અમારી પાસે રહીશ?”
તે બોલ્યો – હે પૂજય ! તો તો મારું ભાગ્ય ઉઘડ્યું.” એમ કહીને તે ત્યાં રહ્યો. વિકસિત કમળ પર શું ભ્રમર ન બેસે ? હવે તે એકવાર માત્ર સાંભળવાથી એક હજાર અનુષુપ શ્લોક બરાબર ધારી શકતો હતો, તો તેની બુદ્ધિની શી વાત કરવી? ઉડવદીઓના સ્તર્કોથી કલેશ પામેલી સરસ્વતી દેવી પોતે દુર્બોધ શાસ્ત્રના ભેદને બતાવનાર તેની મિત્રતાને ઈચ્છતી હતી. આ તેની અગાધ શક્તિથી સંતુષ્ટ થયેલા ગુરુએ દુવાઉધી ગામમાં જઈને તેના માબાપ પાસે તે બાળકની માંગણી કરી. ત્યારે તેના પિતાએ કહ્યું કે હે પ્રભુ ! એ તમારી યાચના શા કામની? કારણ કે તેની માતાનો એ એકજ પુત્ર છે. વળી એ અમારી આશાનો આધાર છે. તો અમે તેને કેમ મૂકી શકીએ? તેમ છતાં આપનો જો-વધારે આગ્રહ હોય, અને જો અમારું પ્રખ્યાત બપ્પભટ્ટ એ નામ તે બાળકનું રાખો, તો તે પુત્ર તમને અર્પણ છે.”
ત્યારે ગુરુ મહારાજે એ વાત કબૂલ રાખી. ત્યાં શ્રાવકોએ જન્મ સુધીનું તેને ગુજરાન કરી આપ્યું, કારણ કે મહાપુરુષોપરની આસ્થા નિષ્ફળ જતી નથી.
પછી વિક્રમ સંવતના આઠસે સાત વરસ જતાં વૈશાખ મહિનાની શુકલ તૃતીયાના મોટા દિવસે મોઢેર તીર્થમાં વિહાર કરીને ગુરુએ તે બાળકને દીક્ષા આપી અને પોતાની શાખાને અનુસરીને તેમણે ભદ્રકીર્તિ એવું તેનું નામ રાખ્યું. તેમજ તેના માતાપિતા પાસે કબૂલ કરેલ પૂર્વનું બપ્પભ2િ નામ તો પ્રસિદ્ધ જ થયું. સર્વ શિષ્યોમાં શિરોમણિ અને કળાઓના સંકેત સ્થાનરૂપ એવા તે મુનિના ગુણો અને સૌંદર્યથી રંજિત થયેલ શ્રીસંઘે તેમને પોતાના ગામમાં રાખવા માટે ગુરુ મહારાજને વિનંતિ કરી. પછી તેની યોગ્યતાનો અતિશય જાણીને ત્યાં રહેતાં ગુરુએ તેને સારસ્વત મહામંત્ર આપ્યો. એટલે અર્ધરાત્રે તે મંત્રનું પરાવર્તન કરતાં, સરસ્વતી એકાંતે આકાશગંગાના પ્રવાહમાં સ્નાન કરતી તે વસ્ત્રરહિત હતી, એવામાં તે મંત્રજાપના માહાભ્યથી તે દેવી તેવીજ સ્થિતિમાં ત્યાં ચાલી આવી, એટલે તેને જોતાં મુનિએ જરા પોતાનું મુખ ફેરવી નાખ્યું. ત્યારે પોતાની નગ્નાવસ્થાનો ખ્યાલ ન કરતાં તે કહેવા લાગી કે– હે વત્સ ! તું મુખ કેમ ફેરવે છે? તારા મંત્રજાપથી સંતુષ્ટ થઈને હું અહીં આવી છું. માટે વર માગ !
એટલે મુનિ બોલ્યા “માતા ! તારું આ અનુચિત સ્વરૂપ હું શી રીતે જોઉં ? તું વસ્રરહિત તારું શરીર તો જો.” આથી દેવીએ પોતાના શરીર તરફ દષ્ટિ કરતાં વિચાર કર્યો કે–“અહો ! એનું બ્રહ્મચર્યવ્રત કેટલું બધું દઢ છે ? અને મંત્રનું માહાભ્ય પણ કેટલું બધું અદ્ભુત છે કે જેથી હું પણ ભાન વિનાની બની ગઈ ?' એમ ચિંતવતી દેવી તેની સન્મુખ આવી. એટલે વર માગવામાં અત્યંત નિઃસ્પૃહ એવા તે મુનિને જોતાં તેને ભારે આશ્ચર્ય થયું. પછી છેવટે દેવી બોલી કે હે ભદ્ર ! મારા ગમન કે આગમનમાં તારી કોઈ પ્રકારની અભિલાષા નથી, માટે તું સુખે નિવૃત્તિમાં રહે.
હવે ત્યાં રહેતાં એકવાર શ્રીભદ્રકીર્તિમુનિ બહાર ભૂમિકાએ ગયા. ત્યાં વૃષ્ટિ થતાં તે સ્થિરતા પૂર્વક એક દેવકુળમાં રહ્યા. એવામાં દેવકુમારને વિડંબના પમાડનાર પ્રશસ્ત શોભાયુક્ત અને વૃષ્ટિથી વ્યાકુળ થયેલ એક પુરુષ ત્યાં આવ્યો. એ દેવકુળમાં શ્યામ પત્થરપર કોતરેલ અને વારસહિત પ્રમદાના વક્ષ:સ્થળ સમાન સ્વસ્તિ સૂચક એક પ્રશસ્તિ હતી, એટલે પાંડિત્યયુક્ત વિચક્ષણ એવા તે આવનાર પુરુષે પ્રશસ્તિના મહાર્ણવાચક કાવ્યો વાંચ્યા અને મિત્રતાપૂર્વક શ્રી બપ્પભટ્ટિ પાસે તેની વ્યાખ્યા કરાવી. ત્યારે તેમની અદ્ભુત વ્યાખ્યાથી તે પોતાના