________________
180
શ્રી પ્રભાવક ચરિત્ર
ઇંદ્રજાલ, ૪૫ પાતાલસિદ્ધિ, ૪૬ ધૂર્તાકળા, ૪૭ ગંધયુક્તિ, ૪૮ વૃક્ષચિકિત્સા, ૪૯ કૃત્રિમ મણિ બનાવવાની કળા, ૫૦ સર્વ વસ્તુ બનાવવાની કળા, ૫૧ વંશકર્મ, પર પુષ્પકર્મ, ૫૩ ચિત્રકર્મ, ૫૪ આશ્ચર્ય પમાડવાની કળા, ૫૫ કાષ્ઠકર્મ, ૫૬ પાષાણકર્મ, ૫૭ લેપકર્મ, ૫૮ ચર્મકર્મ, ૫૯ યંત્રકર્મ, ૬૦ રસવતીવિધિ, ૬૧ કાવ્યકૃતિ, ૬૨ અલંકારજ્ઞાન, ૬૩ હસવાની કળા, ૬૪ સંસ્કૃત ભાષા, ૬૫ પ્રાકૃતભાષા, ૬૬ પૈશાચિકી ભાષા, ૬૭ અપભ્રંશ ભાષા, ૬૮ કપટકળા, ૬૯ દેશ ભાષા, ૭૦ ધાતુકર્મ, ૭૧ પ્રયોગ-ઉપાય અને ૭૨ કેવલી વિધિ.
આ ૭૨ કળાઓનો તેણે અભ્યાસ કરી લીધો અને પંડિતોની સભામાં તે એક અસાધારણ વિદ્વાનું થઈ પડ્યો. તેમજ અભ્યાસ કરતાં તેની પ્રજ્ઞારૂપ દર્પણમાં લક્ષણ, તકદિ બધાં શાસ્ત્રો સ્વયમેવ પ્રતિબિંબિત થઈ ગયાં.
પછી બ્રહ્મચારીપણાની મિત્રતાને લીધે તે રાજપુત્રે એવી પ્રતિજ્ઞા કરી કે– હે બપ્પભક્ટિ ! મને રાજય પ્રાપ્ત થતાં તે હું અવશ્ય તને જ આપીશ.”
કેટલાક કાળ પછી તેના માતપિતાએ તેનો રાજ્યાભિષેક કરવા માટે પ્રધાન પુરુષો મોકલ્યા. એટલે મહાકષ્ટ ત્યાંથી અનુજ્ઞા મેળવીને આમકુમાર પોતાના નગરમાં આવ્યો, ત્યાં પિતાએ તેને રાજયનો માલીક બનાવ્યો. એવામાં તે મરણ પામતાં આમરાજાએ પિતાની ઉત્તર ક્રિયા કરી. તેના સૈન્યમાં બે લાખ અશ્વો ચૌદસો રથો . અને હાથીઓ તથા કરોડો સૈનિકો-પદાતિઓ હતા.
પછી અસાધારણ પરાક્રમવાળા આમ રાજાએ પોતાના મિત્ર બપ્પભકિને બોલાવવા માટે માણસો મોકલ્યા. તેમના અત્યાગ્રહથી સંઘની અનુમતિ લઈને ગુરુ મહારાજે ગીતાર્થ મુનિઓના પરિવાર સાથે બપ્પભટ્ટને આમ રાજા પાસે મોકલ્યા. એટલે તીર્થની પ્રભાવના અને ઉન્નતિ કરવા સંયમયાત્રા સાધતાં શ્રી બપ્પભટ્ટિ હળવે હળવે આમ રાજાના નગરમાં પહોંચ્યા. તેમના આગમનના સમાચાર સાંભળતાં ચંદ્રોદયથી મહાસાગરની જેમ રાજા હર્ષના કલ્લોલથી ઓતપ્રોત થઈ ગયો. પછી બધી સામગ્રી લઈને તે બપ્પભથ્રિ મુનિની સન્મુખ આવ્યો અને હાથીપર આરોહણ કરવા માટે તેણે તે સુજ્ઞશિરોમણિને પ્રાર્થના કરી.
એટલે મુનિ પ્રધાન તે બપ્પભટ્ટિએ રાજાને જણાવ્યું કે– હે રાજનું ! અમે સર્વ સંગના ત્યાગી છીએ, માટે બજારોહણ કરતા અમારી પ્રતિજ્ઞાનો ભંગ થાય.'
ત્યારે રાજા બોલ્યો કે-“હે મહાત્મન્ ! પૂર્વે મેં પ્રતિજ્ઞા કરી છે કે મને રાજય પ્રાપ્ત થતાં તે હું તમને આપીશ. તે રાજયનું મુખ્ય લક્ષણ હસ્તી છે, માટે અવશ્ય તમે એનો સ્વીકાર કરો. ત્યાગ દશા બતાવીને તમારે મને ખેદ પમાડવો યુક્ત નથી.” એમ બોલતાં રાજાએ બલાત્કારે તેમને પટ્ટ હસ્તીપર બેસાડી દીધા. પછી જાણે ક્રોધાદિ ચાર કષાયોને જીતવાની નિશાની હોય, તેવા ચાર છત્રો તેમના પર ધરવામાં આવ્યાં અને તેમના પર ચામરો ઢાળવામાં આવ્યાં. એમ સાધુઓના શિરદાર બપ્પભટ્ટ મહાત્માનું બહુમાન વિશ્વને બતાવતાં રાજાએ મહોત્સવ પૂર્વક તેમને નગરમાં પ્રવેશ કરાવ્યો, તેણે મુનિને કહ્યું કે “આ સિંહાસન પણ રાજ્યનું મુખ્ય ચિન્હ છે, માટે એના પર બિરાજમાન થાઓ.'
એટલે નિર્મળ અંતરવાળા રાજાને મુનિ કહેવા લાગ્યા કે—‘આચાર્યપદ પ્રાપ્ત થયા પછી અમને સિંહાસન પર બેસવું કલ્પ.' આથી રાજાએ ખેદપૂર્વક તેમને અન્ય આસન પર બેસાડ્યા. એમ કેટલાક દિવસ ત્યાં રાખીને