________________
શ્રી પાદલિપ્તસૂરિ
$ ૫ શ્રી પાદલિપ્તસૂરિ છે
પાદલિપ્તસૂરિનો પ્રબન્ધ તે એક પ્રબન્ધ સંગ્રહ છે, આમાં પાદલિપ્તસૂરિ ઉપરાન્ત રૂદ્રદેવસૂરિ, શ્રમણસિંહસૂરિ, આર્યખપટ, મહેન્દ્ર ઉપાધ્યાય અને નાગાર્જુન સિદ્ધના પ્રબન્ધો પણ આવ્યા છે અને આ બધા મહાપુરુષોને સમસામયિક બતાવ્યા છે. અમો આ પ્રબન્ધોનું જુદું જુદું અવલોકન કરીને તે વિષયમાં ઐતિહાસિક તત્ત્વનું અન્વેષણ કરશું. - પાદલિપ્તનો જન્મ કોશલાપુરી (અયોધ્યા) માં વિજ્યબ્રહ્મ રાજાના રાજય કાળમાં થયો હતો. એમના . પિતાનું નામ “ફુલ્લ શ્રેષ્ઠી” અને માતાનું નામ પ્રતિમાં હતું. વૈરોચ્યા નામની નાગ જાતિની દેવીએ બતાવેલ ઉપાય કરવાથી એમનો જન્મ થયો હતો તેથી માતાપિતાએ એમનું નામ “નાગેન્દ્ર આપ્યું હતું.
નાગેન્દ્રને બાળપણમાં જ એની માતાએ વિદ્યાધર ગચ્છના આચાર્ય આર્યનાગહસ્તિને અર્પણ કર્યો હતો. પણ મોટો થાય ત્યાં સુધી પાળવાની આચાર્યની ભલામણથી તેને માતાએ પાસે રાખીને ૭ વર્ષ સુધી પાળ્યો હતો. ૮મા વર્ષમાં આચાર્યે તેને પોતાને કબજે લીધો અને પોતાના ગુરુભાઈ સંગમસિંહસૂરિને તેના સંબન્ધમાં ઉચિત કરવાની આજ્ઞા આપી. નાગેન્દ્રને આઠ વર્ષની જ અવસ્થામાં દીક્ષા આપીને એની સેવા શુશ્રુષા અને અધ્યયનનું કાર્ય મર્ડન નામના ગણીને સોંપવામાં આવ્યું. - દીક્ષા આપીને નાગેન્દ્રનું શું નામ પાડ્યું તે જણાયું નથી; પણ એનું પાદલિપ્ત નામ કેમ પડ્યું તે પ્રબંધકારે જણાવ્યું છે. કહે છે કે નાગેન્દ્રની એવી તીક્ષ્ણ બુદ્ધિ હતી કે તે જે સાંભળતો તે તેને યાદ રહી જતું હતું. આવી શીધ્ર પ્રાહિણી બુદ્ધિના પ્રભાવે તેણે એક જ વર્ષની અંદર વ્યાકરણ અને સાહિત્યમાં સારો પ્રવેશ કરી દીધો હતો અને તે સાધારણ કવિતા પણ જોડી કાઢતો. એકવાર તેણે એક ગાથા પોતાની ભિક્ષાચર્યાના વર્ણનમાં લખી જેમાં યુવતિસ્ત્રીનું વર્ણન જોઈ ગુરુએ એને પ્રાકૃત ભાષામાં કહ્યું કે “પત્તિોસિ” અર્થાત્ તું રાગાગ્નિમાં સળગી ગયો છે” ગુરુનું એ વાક્ય સાંભળીને એણે કહ્યું – “હે પૂજય ! આ “પલિત્ત શબ્દમાં એક ‘કાનો વધારી આપવાની કૃપા કરો કે જેથી હું ‘પાલિત્ત’ પાદલિપ્ત-(પગે લેપ કરનારો) થઈ જાઉં. અને ગુરુએ એને આશિર્વાદ આપ્યો કે “પાદલિપ્તો ભવ’ આ પ્રમાણે નાગેન્દ્રનું પાદલિપ્ત નામ પડ્યું. પાદલિપ્તની ચતુરાઈ અને બુદ્ધિથી પ્રસન્ન થઈને આર્યનાગહસ્તિએ દશમા વર્ષે એમને પોતાના ઉત્તરાધિકારી પટ્ટધર તરીકે કામ કરીને મથુરા નગરીએ મોકલ્યા.
કેટલોક સમય મથુરામાં રહીને પાદલિપ્તસૂરિએ પાટલીપુત્ર તરફ વિહાર કર્યો.
પાટલીપુત્ર નગરમાં આ વખતે મુરુડ નામક રાજા રાજ્ય કરતો હતો. તેણે પાદલિપ્તની તાત્કાલિક બુદ્ધિના વિષયમાં પ્રશંસા સાંભળીને તેમની અનેક પ્રકારે પરીક્ષા કરી, જેમાં સર્વત્ર પાદલિપ્ત પોતાની પ્રતિભાનો અપૂર્વ પરિચય બતાવ્યો અને મુરષ્ઠના મનમાં સદ્ભાવ ઉત્પન્ન કર્યો,
કહે છે કે એકવાર મુરડુરાજાને મસ્તકની પીડા ઉત્પન્ન થઈ, જેની ખબર તેણે પ્રધાનોની મારફત પાદલિપ્તને આપી; આથી આચાર્યે પોતાની તર્જની આંગળી ઢીંચણ ઉપર ફેરવીને રાજાની વેદના શાન્ત કરી. આ પ્રસંગની સૂત્રિકા ગાથા નિશીથભાજ્યમાં નીચે પ્રમાણે છે –