________________
શ્રી પ્રભાવક ચરિત્ર
"जह जह पएसिणि जाणुअंमि पालित्तओ भमाडेइ ।।
તદ ત૬ સે સિવિય પાસરૂ મુરાયમ્સ ” (ા. ૪૪૬૦) પાદલિપ્તના આ લોકોત્તર પ્રભાવથી ખેંચાઈને મુરુથ્વરાજ ઘોડેસ્વાર થઈ નમસ્કાર કરવાને તેમના ઉપાશ્રય ગયો અને પ્રણામ કરીને ત્યાં બેસી તેમની સાથે ધર્મગોષ્ઠી કરવા લાગ્યો, દરમિયાન તેણે આચાર્યને પૂછયું - “મહારાજ, અમો અમારા સેવકોને પગાર આપીએ છીએ છતાં તે મન લગાડીને કામ કરતા નથી, તો આપના આ શિષ્યો વગર પગારે કેવી રીતે આપની આજ્ઞામાં રહેતા હશે?” આચાર્યે કહ્યું – “રાજન ! અમારા શિષ્યો આ લોક અને પરલોકમાં પોતાનું હિત કરવાની ઇચ્છાથી અમારી આજ્ઞાનું પાલન કરે છે.'
આ ઉપરથી રાજાએ કહ્યું – હું આ વાત માની શકતો નથી, કેમકે લોકપ્રવૃત્તિનું મુખ્ય કારણ “ધન” છે, જયાં ધનપ્રાપ્તિની આશા ન હોય તે કામમાં લોક પ્રવૃત્તિ કરે એમ માની શકાતું નથી. આચાર્યે કહ્યું-આ વાતની ખાતરી કરી શકો છો. તે પછી રાજાએ પોતાના પ્રધાનને અને આચાર્યે પોતાના એક નવીન શિષ્યને ગંગા કઈ તરફ ચાલે છે તે તપાસ કરીને કહેવાની આજ્ઞા આપી, અને કોણ કેટલે અંશે આજ્ઞાનું પાલન કરે છે તેની ખાનગીમાં તપાસ રખાવી જેથી જણાયું કે રાજાનો પ્રધાન ત્યાંથી તો જોહુકમ કરીને ગયો, પણ તેણે કશી તપાસ કીધી નહીં અને ૩-૪ ઘડી પછી આવીને રાજાને “ગંગા પૂર્વ તરફ વહે છે' એમ ઉત્તર આપ્યો. પણ આચાર્યનો શિષ્ય ગંગાને કાંઠે ગયો, ગંગાનો પ્રવાહ જોયો–તપાસ્યો અને લોકોને પૂછીને નિશ્ચય કર્યા બાદ આવીને તેણે ગુરુને કહ્યું – “ગંગા પૂર્વમુખી વહે છે.” એ જ પ્રસંગની સૂચના વિશેષાવશ્યક ભાષ્યમાં જિનભદ્રગણિએ નીચેની ગાથામાં કરી છે -
"निवपुच्छिएण भणिओ गुरुणा गंगा कुओ मुही वहइ ।
संपाइयवं सीसो जह तह सव्वत्थ कायव्वं" ॥ પાદલિપ્તને સંઘની સાથે શત્રુંજયની યાત્રા કરવા માટે પ્રાર્થના કરતાં તેમણે શત્રુંજયની યાત્રા કરી અને ત્યાંથી તેઓ કૃષ્ણરાજ પાલિત માનખેટ ગયા. આ અવસરે પ્રાંશુપુરથી વિહાર કરતા યોનિપ્રાભૃતના જાણકાર આચાર્ય રૂદ્રદેવસૂરિ અને વિલાસ નગરના રાજા પ્રજાપતિના માનીતા નિમિત્તવિદ્યાપ્રવિણ આચાર્ય. શ્રમણસિંહસૂરિ પણ માનખેટમાં ગયા હતા.
એ પછી આર્યખપટ અને એમના શિષ્ય ઉપાધ્યાય મહેન્દ્રનું વૃત્તાન્ત લખ્યું છે.
આર્યખપટ કાલકાચાર્યના ભાણેજ બલમિત્ર-ભાનુમિત્રના સમયમાં ભરૂચમાં થયા હતા; એમણે બૌદ્ધોને વાદમાં જીતીને અશ્વાવબોધ તીર્થનો કબજો કર્યો હતો. ગુડશસ્ત્રપુરના સંઘની પ્રાર્થનાથી એમણે ત્યાં જઈ વ્યન્તરને વશ કર્યો હતો અને ત્યાંના રાજાને જૈનધર્મના અનુયાયી બનાવ્યો હતો.
એજ સમયમાં પાટલીપુત્ર નગરમાં મિથ્યાષ્ટિ “દાહડ' નામનો રાજા રાજ્ય કરતો હતો, તે રાજાએ સર્વ દર્શનિઓને તેમનો આચાર-વ્યવહાર છોડવાની આજ્ઞા કરી અને કહ્યું કે જે મારી આજ્ઞાનો ભંગ કરશે તેને પ્રાણાન્તદણ્ડ કરવામાં આવશે, આ ધમાલ દરમિયાન રાજાએ, જૈન સાધુઓને બ્રાહ્મણોને પ્રણામ કરવાનો આદેશ કર્યો હતો. આથી ત્યાંનો જૈન શ્રમણગણ ખળભળી ઉઠ્યો. અને આ મૂર્ખતાપૂર્ણ રાજાજ્ઞાનો પ્રતીકાર કરવા માટે તેણે બે ગીતાર્થ સાધુઓ ભરૂચ ઉપાધ્યાય મહેન્દ્રને બોલાવવા મોકલ્યા. ઉપાધ્યાય પાટલીપુત્ર