________________
શ્રી પ્રભાવકચરિત્ર
અવિનીત શિષ્ય પરિત્યાગવાલી ઘટનાના વર્ણનમાં પણ પ્રસ્તુત પ્રબન્ધકારે એક મોટી ભૂલ કરી છે. તેઓ લખે છે કે ‘શિષ્યોના અવિનયથી કંટાળીને કાલક તેમને મૂકીને છાના વિશાલા અર્થાત્ ઉજેણી તરફ ચાલ્યા ગયા અને ત્યાં પોતાના પ્રશિષ્ય સાગરસૂરિની પાસે રહ્યા” કાલકે પોતાના શિષ્યોનો ક્યાં ત્યાગ કર્યો તે અહીં જણાવ્યું નથી, પણ તેમને છોડીને તેઓ ઉજેણી ગયા એમ બતાવ્યું છે; જ્યારે ખરી હકીકત એ છે કે કાલકે ઉજેણીમાં પોતાના શિષ્યોનો ત્યાગ કર્યો અને ત્યાંથી એકલા વિહાર કરીને સુવર્ણભૂમિમાં પોતાના પ્રશિષ્ય સાગરશ્રમણની પાસે તેઓ ગયા હતા; “૩ન્નેની નિરવમાં સારવમા સુવfભૂમિનુ” આ ઉત્તરાધ્યનનિર્યુક્તિની (૧૨૦મી) ગાથામાં તેમજ અન્ય ગ્રન્થોમાં પણ આ હકીકત ઘણી પ્રસિદ્ધ છે; છતાં પ્રભાચ આ વિષયમાં આવી ભૂલ કેમ કરી હશે તે કહી શકાય તેમ નથી.
અન્તમાં પ્રબન્ધકારે કાલકના મુખે સાગર પ્રતિ અષ્ટપુષ્પીના સ્વરૂપનો પ્રશ્ન કરાવ્યો છે, પણ પ્રાચીન પુસ્તકોમાં આ વિષયનો કંઈ પણ ઉલ્લેખ જોવાતો નથી. મૂલ વૃત્તાન્તમાં કાલાન્તરે કેવી રીતે ઉમેરા થાય છે તે આ ઉપરથી જણાશે.
કાલકના ગુરુ અને ગચ્છ સંબન્ધી કંઈ પણ વૃત્તાન્ત જાણવામાં આવ્યું નથી તેમજ તેઓ શ્રુતજ્ઞાનના કેવા અભ્યાસી હતા તે પણ નથી જણાતું, પણ તેમણે કરેલ અનુયોગ નિર્માણ ઉપરથી જણાય છે કે તેમની તે કાલીન શ્રતધરોમાં ગણતરી અવશ્ય હોવી જોઈએ.
કાલકનો સમય સંયમ પ્રધાન હતો. તેમના સમયમાં રેવતીમિત્ર, આર્યમંગૂ અને આર્યસમુદ્ર જેવા અનુયોગધરો વિચરતા હતા. મધ્યહિન્દુસ્થાન અને કોકન વિગેરેમાં જૈન ધર્મનું વિશેષ પ્રાબલ્ય હતું, છતાં રાજયક્રાન્તિના કારણે દેશમાં કંઈક અશાંતિ જેવું હશે. પશ્ચિમ ભારતથી લઈને માલવા સુધીમાં શકોના ટોળાં ફેલાઈ ગયાં હતાં અને આ સર્વ આપત્તિનું મૂળકારણ ગર્દભિલ્લ દ્વારા સાધ્વી સરસ્વતીનું અપહરણ હતું, જો ગર્દભિલ્લ આ. કાલકના ઉપદેશથી સમજી ગયો હોત અથવા અન્ય કોઈ પણ ભારતીય રાજાએ કાલકની ફરિયાદ સાંભળી હોત તો તેઓ પારસકૂલ સુધી જઈને શકોને નહિ લાવ્યા હોત.
કાલક જબરદસ્ત યુગપ્રવર્તક પુરૂષ હતા. તેમણે રાજ્યક્રાન્તિ જ કરાવી હતી એમ નહિ પણ ધર્મમાર્ગમાં પણ તેમણે સૂત્રોના પદ્યબન્ધ પ્રકરણોના અનુવાદ કરીને ગંડિકાનુયોગની પ્રવૃત્તિ ચલાવી હતી અને પ્રથમાનુયોગ નામથી એક કથા વિષયક આગર સિદ્ધાન્ત ગ્રન્થની રચના કરી હતી અને તે ઉપરાન્ત તેમણે લોકાનુયોગમાં કાલક સંહિતા નામની નિમિત્ત વિષયની સંહિતા બનાવી હતી. પરંપરાથી ભાદ્રવા સુદ ૫ ને દિવસે પર્યુષણાપર્વ " થતું હતું તે એમણે ચતુર્થીને દિવસે કર્યું અને ખૂબી એ હતી કે પોતાનાં આ સર્વ અભિનવ કાર્યો જૈન સંઘની પાસે તેમણે “પ્રામાણિક” તરીકે મંજૂર કરાવ્યાં હતાં. આ ઉપરથી કાલકનો જૈન સંઘમાં કેવો પ્રતાપ હશે તે વાચકો સ્વયં જાણી શકશે. કાલકની વિહાર ભૂમિ પણ ઘણી વિસ્તૃત હતી. પૂર્વમાં પાટલિપુત્ર (પટના) માં તે સંઘને પોતાના કર્તવ્યનું દિગ્દર્શન કરાવે છે, દક્ષિણમાં પ્રતિષ્ઠાનમાં પંચમી થકી ચતુર્થીમાં સાંવત્સરિક પર્વ કરે છે, પશ્ચિમમાં તો તેઓ છેક ફારસની ખાડી સુધી શકિસ્તાનમાં પહોંચી જાય છે અને એ ઉપરાન્ત સુવર્ણભૂમિ સુધી તે પોતાનો વિહાર લંબાવે છે. આથી કાલકે ક્યાં સુધી પોતાનો વિહાર લંબાવ્યો હતો તે જણાશે.
કાલકાચાર્ય કયાં અને ક્યારે સ્વર્ગવાસી થયા એ જણાયું નથી પણ ઘણે ભાગે તેઓ વીર નિ સં૦ ૪૬૫ ની લગભગમાં પરલોકવાસી થયા હશે, એમ હું માનું છું.