________________
170
શ્રી પ્રભાવક ચરિત્ર
“એક વનવાસી મુનિના પારણાના ભંગ નિમિત્તે પણ ભવચક્રમાં કેટલું બધું વૈર ચાલ્યું; ત્યારે અહીં તો કોપરૂપ દાવાનળની પ્રચંડ જવાળાથી અંધ બનીને મેં બૌદ્ધમતના લોકો સાથે પ્રપંચ રચ્યો અને તેમને મારી નાખ્યા, તેથી વિરતિનું અતિક્રમણ કરી ચિરકાળથી ઉદ્ભવેલ મિથ્યા-આગ્રહનાં શાસ્ત્રોથી જાણે સમ્યગુજ્ઞાન ખોઈ બેઠો હોઉં, તેમ સુકૃતના યોગે જિનમતનું જ્ઞાન ધારણ કરીને પણ મેં મિથ્યાત્વને અવકાશ આપ્યો એ મારા જીવને ભવિષ્યમાં નરકગમનના એક દુષ્ટ દોહદરૂપ થઈ પડશે.'
એ રીતે પોતાના આત્માને પ્રતિબોધ આપી તેમણે મુનિઓને પ્રગટ રીતે જણાવ્યું કે “અહો ! આ જગતમાં વાત્સલ્યને ધરાવનાર ગુરુના શું કોઈ રીતે અનૃણી (ઋણરહિત) થવાય ? કે જેણે નરકગતિની સમીપે જતા મને બચાવવાની ઇચ્છાથી આવો ઉપાય ચલાવ્યો’ એમ કહી વિરોધનો મન, વચન અને કાયાથી તદ્દન ત્યાગ કરી, તે રાજાની અનુમતિ લઈને ગુરમહારાજને મળવાની મોટી ઈચ્છા ધરાવતા શ્રી હરિભદ્રસૂરિ ત્યાંથી ચાલી નીકળ્યા અને વિલંબ વિના શીધ્ર પ્રયાણ કરતાં તે અલ્પકાળમાં શ્રીગુરુ પાસે આવી પહોંચ્યા. ત્યાં મના ચરણે શિર નમાવીને તે ગગદ્ ગિરાથી કહેવા લાગ્યા કે “હે ભગવનું ! ગુણીયલ શિષ્યોને મોહને લીધે હું આપના ચરણ-કમળની સેવાથી વિમુક્ત થયો. હવે શાસ્ત્રવિહિત પ્રચંડ પ્રાયશ્ચિત આપીને સત્વર મારા એ પાપની શુદ્ધિ કરો, અને અવિનયના સ્થાનરૂપ આ કુશિષ્ય પર આપ પૂર્ણ પ્રસાદ કરો.”
ત્યારે ગુરુએ તેમને ગાઢ આલિંગન આપી, કરેલ પાપને યોગ્ય પ્રાયશ્ચિત્ત તપ બતાવતાં જણાવ્યું કે“અહો ! પાપ અને સુકૃત સાધવામાં સમર્થ એવા હરિભદ્રસમાન શિષ્યો ક્યાં છે ?”
પછી તે ઉગ્ર તપથી પોતાના શરીરને શુષ્ક બનાવવા લાગ્યા, છતાં તે બંને શિષ્યોનો વિયોગ, સાગરને જવાળાયુક્ત વડવાનલની જેમ તેમના મનને અત્યંત દગ્ધ કરી રહ્યો હતો, ત્યારે અતિશય સંતાપ પામતા હરિભદ્રસૂરિને ધીરજ આપવા અંબાદેવી આવીને મધુર વચનથી સમજાવવા લાગી—“હે ઋષિ ! ગૃહ, ધન, પુત્ર, પરિવારના ત્યાગી એવા તમને આ વિરહનો સંતાપ કેવો ? જિનસિદ્ધાંતના વિચિત્ર શાસ્ત્રોનાં સેવનથીનિપુણ અને શુદ્ધમતિ ધરાવનાર હે મુનિ ! પોતાના કર્મનો વિપાક અવશ્ય ફળ આપનાર નીવડે છે, તો પોતાનું અને પરનું ગણવાનું શું છે? એ તો વિદ્વાનોને એક પ્રકારની વિડંબના છે, માટે ગુરુપદની સેવાથી અભિરામ બની શુદ્ધ તપસ્યાથી તારા જન્મને સફળ કર; કે જેથી શરદઋતુના મેઘની જેમ તારું એ કર્મ સત્ર ક્ષીણ થઈ જાય.'
ત્યારે હરિભદ્રસૂરિ બોલ્યા “મારા જેવા જડમતિ શિષ્યના અવલંબનરૂપ હે દેવી ! એ નિર્મળ ક્રિયાપાત્ર બે શિષ્યના મરણથી મારા મનને કંઈ દુઃખ લાગતું નથી, પરંતુ મારી નિરપત્યતા જોતાં મને ભારે દુઃખ લાગે છે. શું નિર્મળ ગુરુકુળની પણ મારાથી સમાપ્તિ થઈ ?
એમ સાંભળતાં અંબાદેવી કહેવા લાગી—“હે ભદ્ર ! મારું એક સત્ય વચન સાંભળ. કુળવૃદ્ધિનું પુણ્ય તારે નથી. શાસ્ત્રસમૂહ એજ તારા સંતતિરૂપ છે.” એ પ્રમાણે બોલતાં દેવી અંતર્ધાન થઈ અને તેના વચનથી હરિભદ્રસૂરિએ શોકનો ત્યાગ કર્યો.
પછી પોતાના મનમાંના મોટા વિરોધનો વિનાશ કરનાર અને મોટા પ્રસાદથી ગુરુએ મોકલેલ પેલી ત્રણ ગાથાનો વિચાર કરીને તેમણે પ્રથમ સમરાદિત્યનું ચરિત્ર બનાવ્યું, અને ત્યાર પછી કુશાગ્રબુદ્ધિ એવા તેમણે જિનસિદ્ધાંતના શ્રેષ્ઠ ઉપદેશથી રમણીય એવા ચૌદસો બીજા ગ્રંથો રચ્યા, એટલે સૂરિએ એને જ પોતાની સંતતિ