________________
શ્રી હરિભદ્રસૂરિ ચરિત્ર
171
માની લીધી. વળી સંતશિરોમણિ તથા હૃદયને અતિશય અભિરામ એવા બે શિષ્યના વિરહ-તરંગથી શરીરે સંતાપ પામેલા એવા તેમણે વિરહપદસહિત પોતાની સમસ્ત કૃતિઓ રચી. પછી એ ગ્રંથસમૂહના વિસ્તાર માટે હૃદયમાં થતી ચિંતાથી ગ્રસ્ત થયેલા તેમણે અસામાન્ય જિનમતમાં વસનાર એક કાર્યાસિક નામના ભવ્ય જનને જોયો. એટલે શુભ શકુનના યોગે તેમણે પોતાના શાસ્ત્રોને વિસ્તારવા માટે તે ભવ્યને યોગ્ય વિચારી લીધો. પછી પ્રાચીન ભરતાદિનું ચરિત્ર સંભળાવતાં સંતુષ્ટ થયેલા તેને જ્ઞાની આચાર્ય કહેવા લાગ્યા–“આ લોક સંબંધી જે કાવ્યાદિ શાસ્ત્ર છે, તે રાસભાના લીંડા જેવા માત્ર ઉપરથી સારા લાગે છે, પણ તેને ફોડતાં તો સર્વ તુસબુસલુસથી વ્યાપ્ત હોય છે.'
ત્યારે વણિક બોલ્યો–“એનું પ્રગટ રીતે વિવેચન કરો.”
એટલે આચાર્ય કહેવા લાગ્યા–“અહો ! અસત્યથી ભરેલા એવા ઈતિહાસમાં ગમે તે રીતે લોકોની પ્રતીતિ અધિક લાગે છે.' એમ કહી તેની મૂઢતા દૂર કરવા માટે વિષધર (સર્પ)ને મંત્રની જેમ તેના મિથ્યાગ્રહરૂપ વિષપ્રસારને દૂર કરવામાં સમર્થ એવી પાંચ ધૂર્તકથા તેને ગુરુએ કહી સંભળાવી. જે સાંભળતાં જૈનધર્મ પર તેને શ્રદ્ધા પ્રગટ થઈ. પછી તેણે જણાયું કે –“હે ભગવન્! દાન પ્રધાન જૈનધર્મ દ્રવ્ય વિના શી રીતે આરાધી શકાય ?'
ત્યારે આચાર્ય બોલ્યા કે– હે ભદ્ર ! ધર્મ આરાધવાથી તને પુષ્કળ દ્રવ્યની પ્રાપ્તિ થશે.”
એમ સાંભળતાં વણિક કહેવા લાગ્યો—‘જો એમ હોય, તો હું મારા પરિવાર સહિત આપના કહ્યા પ્રમાણે કરું.'
એટલે ગુરુએ કહ્યું – તું સાવધાન થઈને સાંભળ, આજથી ત્રીજે દિવસે કોઈ પરદેશી વેપારી ગામની બહાર ઘણા કરિયાણા લઈને આવશે, તેની પાસે જઈને તે બધી કીંમતી વસ્તુઓ તારે હીંમતથી વેચાતી લઈ લેવી, પછી વેપાર કરતાં ભારે સુકૃતના ઉદયથી તને અગણિત ધન પ્રાપ્ત થશે. વળી આ જે મેં શાસ્ત્રો રચ્યાં છે, તે લખાવીને તારે પુસ્તકારૂઢ કરવા અને યોગ્ય સાધુઓને તે આપવાં કે જેથી સર્વ લોકોમાં પ્રચાર પામે.
આથી સુકતશિરોમણિ એવા તે વણિકે ગુરનું અલંધ્ય વચન સમજીને તે પ્રમાણે કર્યું. એટલે ભવસાગરથી તારવામાં નાવ સમાન તે શાસ્ત્રો પ્રસિદ્ધ થઈને પ્રવૃત્ત થયાં. વળી આચાર્ય મહારાજે ત્યાં અન્યજનોને પ્રતિબોધ આપીને તે એકજ સ્થાને ઉંચા તોરણયુક્ત ચોરાશી વિશાળ જિનમંદિર કરાવ્યાં, તેમજ ચિરકાળથી લખેલ, વિશીર્ણ થઈ ગયેલ, વર્ણવિચ્છેદ પામેલ એવા મહાનિશીથ શાસ્ત્ર કે જે જૈનધર્મના ઉપનિષદરૂપ, તેનો, તે કુશળમતિસૂરિએ પુસ્તકારૂઢ કરીને ઉદ્ધાર કર્યો.
પછી શ્રુત પરિચયથી પોતાના આયુષ્યનો અંત આવેલ જાણીને ગચ્છવિષયની નિરાશાનો ઉચ્છેદ કરી, વિશેષ વૈરાગ્યથી વિભૂષિત થયેલ શ્રી હરિભદ્ર મહારાજ પોતાના ગુરુ પાસે આવ્યા. ત્યાં પોતાના બંને શિષ્યોની વિયોગજન્ય બાધાને ભૂલી જઈ, નિર્મળ અનશન આદરી, નંદનવનની જેમ સમાધિમાં સ્થિર રહેતાં પ્રાંતે તે સ્વર્ગસુખના અધિકારી થયા.
એ પ્રમાણે આશ્ચર્યજનક, મોટા બુદ્ધિમાનોને પણ પૂજનીય તથા મારા જેવા અલ્પમતિ જીવોને જીવન આપનાર પાથેય (માતા) સમાન એવું શ્રી હરિભદ્રસૂરિ મહારાજનું અદ્ભુત ચરિત્ર હે વિબુધ જનો ! તમે