________________
શ્રી હરિભદ્રસૂરિ ચરિત્ર
169
અભ્યાસ કરવા આવ્યા, તેમને જિનશિરપર પગ મૂકાવવાના પાપમાં તમે પાડતા હતા. છતાં તેમણે પોતાનું સત્ત્વ છોડ્યું નહિ. તે કાર્યમાં સાવચેતી વાપરી પ્રતીકાર ચલાવતાં તે સત્વર ભાગી છૂટ્યા. તે ન્યાયમાર્ગના પથિક મહામુનિ હતા. તેમના પ્રત્યે આચરેલ તે દુષ્કૃતનો આ તમારા ગુરુને બદલો મળ્યો, તેથી મેં તેની ઉપેક્ષા કરી. એટલે તે પોતાના પાપથી જ વિનાશ પામ્યો છે. હવે જેઓ એનો પક્ષ કરશે, તેમની પણ હું સદા ઉપેક્ષા કરીશ, માટે તમે એ બાબતનો શોક તજી, ધીરજ ધરીને પોતપોતાના સ્થાને ચાલ્યા જાઓ. હું તમારા સંકટને દૂર કરતી રહીશ. તમે મારા સંતાન સમાન છો, તેથી તમારા પર મારે કોપ શો કરવો?' એમ કહીને તે દેવી અદૃશ્ય થઈ ગઈ, અને શિષ્યો પોતપોતાના દેશમાં ચાલ્યા ગયા. ત્યાં એ વૃત્તાંત સાંભળતાં જુદા જુદા નગરમાં રહેલા બૌદ્ધમતી વૃદ્ધ સાધુઓ શાંત થયા. - અહીં કેટલાક એમ કહે છે કે –“મહામંત્રના પ્રભાવથી શ્રીહરિભદ્રસૂરિએ બૌદ્ધમતના સાધુઓને ખેંચીને તપ્ત તલમાં હોમ્યા.' - એવામાં શ્રીજિનભટસૂરિએ પોતાના શિષ્યનો આવો પ્રચંડકોપ સાંભળી તે કોપને ઉપશાંત કરવા માટે તેમણે વિચાર કર્યો. પછી બે મુનિને કોમળ વચનથી શિક્ષા આપી, તેના ક્રોધની શાંતિ માટે તેમના હાથમાં સમરાદિત્યના વૃત્તાંતના બીજરૂપ ત્રણ ગાથા આપીને તેમને મોકલ્યા એટલે તે બંને સૂરપાલ રાજાના નગરમાં આવ્યા અને શ્રી હરિભદ્રસૂરિને મળ્યા. પછી ગુરુએ જે ઇષ્ટ નિર્દેશ કર્યો હતો, તે તેમણે હરિભદ્ર મહારાજને સંભળાવતાં જણાવ્યું કે–‘તમારા ક્રોધરૂપ વૃક્ષના ફળના ઉદાહરણ સમાન આ ત્રણ ગાથા તમે ધારી લ્યો.'
એ પ્રમાણે બોલતાં તેમની પાસેથી ગુરુએ લખેલ ગાથા લઈને હરિભદ્રસૂરિ પોતે ભક્તિપૂર્વક વાંચવા લાગ્યા તે ગાથાઓ આ પ્રમાણે હતી –
"गुणसेण अग्गिसम्मा सींहाणंदाय तह पियापुता । सिहिजालिणि माइसुआ धण धणसिरि तहय पइभज्जा" ॥१॥
"जय विजया य सहोअर धरणो लच्छी य तहप्पड़ भज्जा। - સેના વિનય પિત્તિય ઉત્તી સમ્મમ સમા” | ૨ |
"गुणचंद अ वाणमंतर समराइच्च गिरिसेण पाणोय ।
एगस्स तओ मुक्खोऽणंतो अन्नस्स संसारो" ॥ ३ ॥ એટલે–પ્રથમ ભવમાં ગુણસેન અને અગ્નિશર્મા, બીજા ભવમાં સિંહ અને આનંદ પિતા પુત્ર થયા, ત્રીજા ભવમાં શિખી અને જાલિની માતા પુત્ર થયા, ચોથા ભવમાં ધન અને ધનશ્રી પતિ પત્ની થયા, પાંચમાં ભવમાં જય અને વિજય બે સહોદર થયા, છઠ્ઠા ભાવમાં ધરણ અને લક્ષ્મી પતિ પત્નિ થયા, સાતમા ભાવમાં સેન વિષેણ નામે બંને પિત્રાઈ બંધ થયા, આઠમે ભવે ગુણચંદ્ર અને વાનમંતર થયા અને નવમે ભવે ગુણસેન તે સમરાદિત્ય થયો અને અગ્નિશર્મા તે ગિરિસેન નામે માતંગ પુત્ર થયો. સમરાદિત્ય સંસારથી મુક્ત થયો, અને ગિરિસેન અનંતસંસારી થયો.
એ પ્રમાણે ગાથાઓ વાંચતા અને તેનો અર્થ વિચારતાં કુશલમતિ હરિભદ્ર સૂરિ ચિંતવવા લાગ્યા કે