________________
શ્રી પ્રભાવક ચરિત્ર
લાભથી સંતુષ્ટ થયેલા અમે આ તારી પાછળ આવ્યા સમજજે.'
એ પ્રમાણે બૌદ્ધગુરુનું વચન સાંભળી મનમાં હર્ષ પામતો દૂત પોતાના નગ૨માં આવ્યો અને બૌદ્ધગુરુને છેતરી આવવાના સંદેશાથી તેણે સૂરપાલ રાજાને વધાવ્યો, પછી ત્રણ ચાર દિવસમાં બૌદ્ધગુરુ પણ ત્યાં આવ્યો અને સમર્થ શિષ્યોથી સેવાતો તે વાદ કરવા તત્પર થયો. આ વખતે તેણે વિચાર કર્યો કે—‘આ એકને જીતવાની ખાતર હું તારા દેવીનું શું સ્મરણ કરું ? એ શું કરવાની હતી ? સ્મરણ કરતાં પણ જે દેવી પરાજિત થયેલ મારા શત્રુનો સત્વર ઘાત કરનાર નથી' એમ ચિંતવી, વાદ સભામાં હરિભદ્રસૂરિ પાસે આવીને તેણે પ્રતિપાદન કર્યું કે—‘આ બધું અનિત્ય છે. સત્ એ શબ્દ માત્ર વ્યાકરણથી સિદ્ધ છે. આ પક્ષમાં હેતુ એવો છે કે જગતના સર્વ પદાર્થો જલધર (મેધ)ના જેમ અનિત્ય (ક્ષણિક) છે.’
168
એમ મૂલ પક્ષ તેણે પ્રતિપાદન કરતાં પ્રતિવાદી જૈનાચાર્ય સમ્યક્ વિચાર કરીને કહેવા લાગ્યા કે—જો આ બધું વિનશ્વર છે, તો સ્મરણ અને વિચારની સંતતિ કેમ ચાલી શકે ? વળી પૂર્વે આ જોયેલ છે એવી વિચારપરંપરા કેમ ઘટી શકે ?'
ત્યારે બૌદ્ધગુરુએ જણાવ્યું કે—‘અમારા મતમાં વિચારસંતતિ સદા તુલ્ય અને સનાતન હોય છે. તે સંતતિમાં એવા પ્રકારનું બળ રહેલ છે કે જેથી અમારો વ્યવહાર તે જ પ્રમાણે ચાલી શકે છે.' એટલે જૈનસૂરિ પ્રમોદપૂર્વક કહેવા લાગ્યા કે—‘જો એ મતિસંતતિ અવિનશ્વર છે, તો તે સત્ એટલે ક્ષણિક નથી, એમ સુવિદિત થયું. અને તે સંતતિ ધ્રુવ સિદ્ધ થવાથી તારું એ વચન તારા જ સિદ્ધાંતથી વિરુદ્ધ પડ્યું તેથી પોતાના સિદ્ધાંતમાં પણ અત્યંત મૂઢતા ધરાવનાર એવો તું જે પ્રતિપાદન કરવા ઇચ્છે છે, તે વિદ્વાનોને કોઈ રીતે માન્ય થઈ શકે તેમ નથી, માટે ચિરકાળથી લાગેલ સમસ્ત વિનશ્વરપણાની તારી પ્રતિજ્ઞાને મૂકી દે.' એમ વચનથી સૂરિએ નિરુત્તર કરેલ બૌદ્ધાચાર્ય મૌન રહ્યો એટલે લોકોએ ‘આ પરાજિત થયો' એમ બોલતાં તરત જ તપેલા તેલના કુંડમાં પડ્યો. ત્યાં બૌદ્ધગુરુના અકાળ મરણથી તેમનામાં કોલાહલ થઈ પડ્યો અને એ અપમાનથી લજ્જા પામી ભયાતુર અને નિર્નાથ બનેલા તેના શિષ્યો ભાગવા લાગ્યા. એવામાં તે ગુરુની જેમ ભારે ચાલાક એક બૌદ્ધશિષ્ય વાદ ક૨વા આવ્યો, એમ પાંચ છ પ્રવીણ શિષ્યો એક પછી એક વાદ કરવા આવ્યા. તે બધાને હરિભદ્ર મહારાજે જીતી લીધા, એટલે પોતાના ગુરુની જેમ તે પણ તેલકુંડમાં પડીને મરણ પામ્યા, ત્યારે બૌદ્ધશિષ્યો ક્રોધના વશે પ્રસરતા દર્પનો નાશ થતાં પોતાની શાસનદેવીને કર્કશ વચનથી ઉપાલંભ આપતાં બોલ્યા. કારણ કે અધમ દિવસોમાં દેવ દેવી યાદ આવે છે—હૈ રાક્ષસી ! અમારા ગુરુએ (રાજાએ) જે તારી સતત પૂજા કરી, તે વૃથા ગઈ. હે તારે ! તે કુમરણથી અત્યારે મૃત્યુ પામતાં તું ક્યાં ગઈ હતી ? ચંદન, કેસર, કુંકુમ, વિલેપન, ધૂપ અને શ્રેષ્ઠ ભોગ તથા સુગંધિ પુષ્પમાળથી તારી જે પૂજા કરી, તે તો એક પત્થરની પૂજા જેવી થઈ. એમ સારી રીતે પૂજવામાં આવેલ તારા જેવી દેવી આવા સંકટ સમયે જો સહાયતા ન કરે, તો દેહધારી મનુષ્યને સારી વસ્તુનો ભોગ ધરાવવામાં આવે તે શું ખોટું છે ?'
આ તેમના ઉપાલંભ વખતે તારા દેવી નજીકમાં રહીને બધું સાંભળતી હતી. શિષ્યોના અનુચિત વચનો સાંભળતાં પણ તેમના પર ક્રોધ ન લાવતાં દયા બતાવતી તે કોમળ વચનથી કહેવા લાગી કે—‘હે શિષ્યો ! તમે અતિશય શોક લાવી દીન જેવા બનીને જે અનુચિત વચન બોલો છો, એ કુવચનની પણ અત્યારે હું દરકાર કરતી નથી, પણ તમે મારું એક વચન સાભળો—તે બે જૈનશિષ્યો બહુ દૂર દેશથી અહીં પરસિદ્ધાંતનો