________________
શ્રી હરિભદ્રસૂરિ ચરિત્ર
167
શરણાગતનું રક્ષણ કરવા માટે લાખો સુભટોની તેં અવગણના કરી, આવું ઉન્નતિકારક બળ બીજું કોણ બતાવી શકે ? હું સુજ્ઞજનની રીતિથી ઉન્નત પ્રમાણ યુદ્ધ કરવાની વૃત્તિથી નીકળ્યો છું અને બૌદ્ધમતના અતિશય પ્રવીણ પંડિતોને જીતવાની મારી ઈચ્છા છે.'
ત્યારે સૂરપાલ રાજાએ કહ્યું કે-“હે મહાત્મન્ ! વિજયને માટે તમે કહો છો, તે યુક્ત છે, પરંતુ તીડના સમૂહની જેમ તે ઘણા હોવાથી તથા બળવડે વાદ કરવામાં ચાલાક એવા તે જીતવા દુષ્કર છે; પરંતુ અહીં કંઈક પ્રપંચ રચું કે જેથી તમારો શત્રુવર્ગ પોતે નાશ પામે પણ મારું વચન તમારે પ્રતિકૂલ ન ગણવું. વળી સાવધાન થઈને તમે મારું એક વચન સાંભળો-‘તમારામાં કોઈ અજેય શક્તિ છે?'
એટલે હરિભદ્ર મુનીશ્વર બોલ્યા “મને કોણ જીતી શકે તેમ છે કે જેને અંબિકાદેવી સહાય છે? એ પ્રમાણે વચન સાંભળતા રાજાએ બૌદ્ધ-નગરમાં પોતાનો દૂત મોકલ્યો. એટલે વચનમાં વિચક્ષણ અને પ્રપંચ * રચવામાં પ્રવીણ એવો તે દૂત સત્વર તે નગરમાં પહોંચ્યો. ત્યાં બૌદ્ધગુરુને પ્રણામ કરતાં તેણે નિવેદન કર્યું કે “હે ભગવન્! સૂરપાલ રાજા ભારે ભક્તિને લીધે સાક્ષાતુ સરસ્વતી સમાન એવા આપને વિજ્ઞપ્તિ કરે છે કે બૌદ્ધમત સાથે વિરોધ ધરાવનાર એક પંડિત મારા નગરમાં આવ્યો છે. આપ ત્રણે ભુવનમાં પ્રકાશમાન છતાં આ વળી વાદી શબ્દ કેવો ? એ બાબત અમને ભારે લજ્જા ઉપજાવે છે, માટે તમે એવો ઉપાય લો કે જેથી તે પરાજય પામીને પોતે મરણાધીન થાય અને તેથી અન્ય કોઈ આવીને એ પ્રમાણે અભિમાન ન ધરાવે.' છે ત્યારે અભિમાન અને ક્રોધને વશ થયેલ બૌદ્ધગુરુ પ્રમોદથી કહેવા લાગ્યો આ જગતમાં સમસ્ત દેશના તમામ પંડિતોને મેં પરાસ્ત કર્યા છે, છતાં જિનસિદ્ધાંતમાં વિશારદ છતાં મૂર્ખ કોઈ જૈન વાચાળ પંડિત ત્યાં આવેલ હશે, માટે ગહન વિકલ્પસમૂહની કલ્પનાઓથી હું તેનો વચનમદ ઉતારીશ આ બાબતમાં શું તે પોતે મરણની પ્રતિજ્ઞા કરશે? હે ચાલાક ! દૂત ! તે તો તું જ કહી દે !
એમ સાંભળતાં દૂત બોલ્યો-“આપની આગળ હું શું બોલી શકું? છતાં આપના ચરણ-કમળના પ્રસાદથી શું મારું અદ્ભુત શુભ નહિ થાય ? મારી અલ્પ મતિ તો એમ ચાલે છે, છતાં તમારે અહીં વિચાર કરવાનો છે. ત્યાં એવા પ્રકારની શરત કરવી કે જે પરાજિત થાય, તે તપેલ તેલના કુંડમાં પ્રવેશ કરે ! એટલે–“ભલે, એમ થાઓ' એ રીતે પોતાનો અભિપ્રાય બતાવતાં પ્રસન્ન થયેલ ગુરુએ તે દૂતની પ્રશંસા કરી, તેમ છતાં બુદ્ધિશાળી અને બોલવામાં પ્રવીણ એવા દૂતે તે બાબતને વધારે દઢ કરવા માટે ફરીને પણ કહ્યું કે–“જો કે એ પણ તમારે કૂબલ છે, છતાં ધૃષ્ટતાથી ફરી હું આપને કંઈક વિનંતિ કરવા ધારું છું, તે સાંભળો–આ વસુમતી રત્નગર્ભા કહેવાય છે, તેથી તેમાં અતિશય પ્રગર્ભ કોઈ વિદ્વાન નીકળી આવે, અને તમે પરાજિત થાઓ, તો એ પ્રતિજ્ઞામાં તમારી અવજ્ઞા ન થાય, એ વિચારવાનું છે, જો કે એ મારી કલ્પના તો માત્ર આકાશના પુષ્પ સમાન જ છે. તમારો જય થાય, તેથી જ અમે સનાથ રહીએ, તો પણ લાંબો વિચાર કરવાની જરૂર છે.”
ત્યારે બૌદ્ધગુરુ બોલ્યા- તમને આવો ભય કેમ લાગે છે? એવો મિથ્યા ભ્રમ કોને થાય? કારણ કે ચિરસેવિત હું સમર્થ છતાં તમને પરના વિજયની શંકા કેમ થાય છે? પ્રમાણશાસ્ત્રમાં પ્રવીણ એવો કયો વિદ્વાન મારી સામે ટકી શકે તેમ છે? હું તેના મદરૂપ રોગને દૂર કરીશ, નહિ તો હું મારું નામ તજી દઈશ. વાદીઓના પૌરૂષને પરાસ્ત કરનાર એવા મારું આ વચન હે દૂત ! તું તારા સ્વામીને જઈને સંભળાવજે, અને પરવાદીના