________________
શ્રી પ્રભાવક ચરિત્ર
દિવસે તે ત્યાં પહોંચ્યો, કારણ કે ગુરુના ચરણકમળનો સમાગમ ક્યાંથી ?
એવામાં પોતાના સ્વામીની કાર્યસિદ્ધિ સમજીને કેટલાક બૌદ્ધ સુભટોએ તે રાજાને શાંત કર્યો કારણ કે પોતે બલિષ્ઠ છતાં અલ્પ કાર્યમાં દૃઢ સહાયને કોણ તજી દે ?
166
પછી પરમહંસ પોતાના ગુરુના સંગમરૂપ અમૃતનું પાન કરતાં તે શિર નમાવીને ગુરુના પગે પડ્યો. એટલે તેમણે તેને દૃઢ આલિંગન આપતાં સંતુષ્ટ કર્યો. ત્યારે આંખમાં આંસુ લાવતાં તે તરત કહેવા લાગ્યો કે—
‘હે ભગવન ! આપના તે વચન મને યાદ છે કે પરદેશ જતાં અમને જે વચનથી નિષેધ કર્યો હતો. હવે કુવિનીત શિષ્યના મુખથી બનેલ વૃત્તાંત સાંભળો; એમ કહીને પોતાના જ્યેષ્ઠ બંધુના અવસાન સુધીનું ચરિત્ર તેણે કહી સંભળાવ્યું. એવામાં બોલતાં બોલતાં તેનું હૃદય ભેદાઈ ગયું, અહો ! બલિષ્ઠ મોહ પ્રાણને હરે છે; તે જોતાં હરિભદ્ર સૂરિ ચિંતવવા લાગ્યા કે—‘અહો ! આ મને કેવું સંકટ ઉપસ્થિત થયું અને અનુપમ ચરિત્રવાળા એવા વીતરાગની ભક્તિ સાધતાં પણ મને આવી નિરપત્ય દશા પ્રાપ્ત થઈ ? નિર્મળ કુળમાં જન્મ પામેલા, વિનીત, યમ, નિયમાદિકમાં તત્પર, પ્રવીણ, પરમતનો વિજય કરવાના પ્રગટ ચાતુર્યરૂપ પરિમલથી શોભિત, વિદ્વાનોને માનનીય તથા પરદેશમાં રહેલા બૌદ્ધમતના શાસ્ત્ર જાણવાની ભાવનાથી દૂર ગયેલા એવા એ બંને શિષ્યો મારા દુર્ભાગ્યે મરણ પામ્યા. હા ! દૂરંત કર્મને ધિક્કાર છે ! હું તેમના વિનય કે સમગુણને યાદ કરું. કે ગુરુચરણની તેમની અદ્ભૂત સેવા સંભારું ? અહો ! હું મારા તેવા પ્રકારના મંદ ભાગ્યને લીધે તેમની પરિચર્ચા જોઈ શક્યો નહિ. મુખમાં કવલ આપીને મેં તેમને ઉછેરી મોટા કર્યા અને પક્ષીના બચ્ચાંની જેમ હજી તે પ્રબળ પક્ષ (પાંખ) રહિત હતા, વળી સપક્ષતાનો અવસર આવતાંતો તે બિચારા દૃષ્ટિપથથી અદૃશ્ય થઈ ગયા. અહો ! આ દેહ સુચિરત્રરૂપ કાષ્ઠને બાળવામાં ઉગ્ર અગ્નિની જ્વાળા સમાન તથા કલુષતાના નિવાસરૂપ છે. એ સુશિષ્યોનો ભારે વિરહ આવી પડતાં હવે મારે શું કરવું ? મારા ચિત્તથી શાંતિના પ્રકાર બધા નષ્ટ થવાથી હવે કઈ અધિકતા માટે મારે ધીરજ ધરવી ? લલિત વચનવાળા એ બંને શિષ્યો વિના મારા પ્રાણ કંજૂસ જેવા બની ગયા છે.’
એ પ્રમાણે વિચાર કરતાં પોતાના વંશના ધાતને લઈને હરિભદ્રસૂરિને બૌદ્ધ લોકો ૫૨ ક્રોધ ઉત્પન્ન થયો. પોતે મહાનૢ છતાં તે સ્વજન સંબંધી કાર્ય સુવિહિત શિષ્યવડે સહજ સધાય તેવું ન હતું. પછી તે આચાર્ય કહેવા લાગ્યા કે—‘અતિશય વિનયી શિષ્યોની હિંસાથી, અદ્ભુત ચિત્તની નિવૃત્તિનો નાશ થવાથી અપરાધી એવા તે બૌદ્ધોને મેં ગૃહસ્થપણામાં પૂર્ણ પરાભવ પમાડ્યા છે; વળી પોતાનું સમસ્ત બળ વાપરીને શત્રુઓનું નિવારણ કરવાનું જે શાસ્ત્રવિહિત ન્યાયમાં બતાવેલ છે તે પણ યુક્ત જ છે; કારણ કે શલ્યસહિત મરણ પામે, તેની પરભવમાં સદ્ગતિ ન થાય, એમ જિનશાસનમાં પણ બતાવેલ છે. વળી શલ્યનો ઉદ્ધાર ન કરવો, તે મોટામાં મોટો દોષ છે; માટે બહેનના પુત્રનો ઘાત કરવાથી ઉત્પન્ન થયેલ રોષને લીધે બૌદ્ધોનો મારે નાશ કરવો.’ એમ અંત૨માં દૃઢ નિશ્ચય કરી, ગુરુને પૂછીને સહાય વિના હરિભદ્ર સૂરિ ચાલી નીકળ્યા. અને હૃદયમાં સંયમ અને અનુકંપાને ક્ષીણ બનાવતા તે સૂરપાલ રાજાના નગરમાં જઈ પહોંચ્યા, ત્યાં સત્વર તે રાજા પાસે આવી, પોતે જૈનલિંગને પ્રગટ રાખી તે ધર્મલાભરૂપ આશિષથી રાજાને અભિનંદન આપતાં કહેવા લાગ્યા કે—‘હે શરણાગત વત્સલ ! અને સત્ત્વભંગથી રહિત એવા હે રાજન્ ! તું મારું એક વચન સાંભળ—
તેં મારા પરમહંસ શિષ્યને બચાવ્યો. હે રાજેંદ્ર ! તારા એ સાહસની હું કેટલી પ્રશંસા કરું ? વળી એ