________________
શ્રી હરિભદ્રસૂરિ ચરિત્ર
165
અહીં એક બીજો ઉપાય બતાવું કે આ પ્રમાણશાસ્ત્રમાં કુશળ અને બુદ્ધિમાન છે, તો વાદની રીતે એનો પરાભવ કરી જય કે પરાજયમાં ઉચિત લાગે, તે કરો.”
એમ સાંભળતાં વચનમાં વિચક્ષણ એવો તેમનો અધિપતિ કહેવા લાગ્યો–“ભલે, એ અમને ઈષ્ટ છે, પરંતુ એણે અમારા બુદ્ધદેવના શિરે પગ મૂકેલ છે, તેથી એનું મુખ અમારે જોવું નથી. પછી જો એનામાં શક્તિ હોય, તો એ પડદા પાછળ રહી સત્વર અમારા શાસ્ત્ર પ્રમાણ હેતુઓને હઠાવે, એમ કરતાં જો એનો જય થાય, તો ભલે સુખે એ પોતાના સ્થાને ચાલ્યો જાય અને પરાજિત થાય, તો વધ્ય છે.” - હવે ત્યાં એકાંતમાં રહીને ઘટના મુખે વાદ કરનાર બૌદ્ધોની શાસનદેવી બોલતી હતી અને અહીં શ્રીહરિભદ્રસૂરિનો શિષ્ય હતો, તે બંનેનો દૃષ્ટિમેલાપ તો થતો જ ન હતો, હવે પરમહંસ વિચારે છે– બૌદ્ધમતમાં આચાર્યો પણ છળકપટમાં જ નિષ્ઠાવાળા હોય છે આ સારું લાગે છે. નહિતર મારી સામે એમની વાધારા ન તૂટે એ ન બને.'
પછી ઘણા દિવસ વાદ ચાલતાં સુજ્ઞ પરમહંસ કંટાળી ગયો. એટલે તેણે વિચાર કર્યો કે મોટું સંકટ આવી પડતાં પોતાના ગચ્છની શાસન દેવતા અંબાદેવીનું સ્મરણ કરવું જોઈએ. એમ ધારી તેનું સ્મરણ કરતાં જિનમતનું રક્ષણ કરવામાં સદા લબ્ધલક્ષ એવી તે દેવી સભામાં આવીને તેને કહેવા લાગી કે–“હે વત્સ ! મહા સત્ત્વશાળી એ દુષ્ટ પુરુષથી મુક્ત થવાનો ઉપાય સાંભળ. બૌદ્ધની શાસનદેવી તારા અહીં નિરંતર બોલે છે, તેથી તેનું વચન સ્મલિત થતું નથી. તારા વિના કયો સત્ત્વશાળી પુરુષ દેવતાઓની સાથે વાદ કરવામાં ટકી શકે? માટે અસાધારણ પ્રતિજ્ઞા કરનાર તે દંભવાદીને આજે કહી દે કે જે કંઈ બોલવું હોય, તે સમક્ષ આવીને બોલવું, તે વિના વાદ કેમ થઈ શકે ?” એટલે હમણાં જ તેના બળનો નાશ કરી પ્રગટ રીતે બોલતાં તારો જ વિજય થશે.”
એમ સાંભળતા પરમહંસ બોલ્યો કે–“હે જનની ! તારા વિના અહીં મારી અન્ય કોણ સંભાળ કરે તેમ છે?' એમ યોગ્ય ઉત્તર આપી બીજે દિવસે તેણે દેવીના આદેશ પ્રમાણે કર્યું. ત્યારે પ્રતિવાદીએ મૌન ધારણ કરતાં તેણે પડદાનું વસ્ત્ર ખેંચીને દૂર કર્યું અને પગથી વિપરીત કરનાર તે ઘટના ભૂકેભૂકા કરી નાખ્યા. પછી તેણે તે દંભવાદીને કહ્યું કે તમે અધમ પંડિતો છો.” એવામાં રાજાએ તેમને જણાવ્યું કે–એના વધને ઈચ્છનારા તમે શત્રુઓ જ છો. ન્યાયથી વિજય પામનાર અને અસાધારણ ચારિત્રવાન્ એવો આ સાધુ પુરુષ શું વધ કરવા લાયક છે ? કદાચ તમે એને કુનયવાદી બોલશો, તો પણ તમારું તે વચન હું સહન કરનાર નથી. માટે સાંભળો–“સમરાંગણમાં મારો પરાભવ કરીને જે એને લે, તે અચલ સમૃદ્ધિવાન્ તેને ભલે લઈ જાય.” એમ બોલતાં રાજાએ નેત્રસંજ્ઞાથી તે વિદ્વાને ભાગી જવાનો સંકેત કર્યો. એટલે તેણે પલાયન કર્યું, કારણ કે મરણના ભયથી આકુળ વ્યાકુળ થયેલ કોણ ભાગી ન છૂટે ? પછી ઉતાવળે પગલે બહાર જતાં એક ધોબી તેના જોવામાં આવ્યો. એવામાં ઘોડેસ્વારો પોતાની પાછળ નજીકમાં આવી પહોંચ્યા. તેથી તેણે ધોબીને કહ્યું કે “આપત્તિ આવે છે, માટે ભાગી છૂટ.” એમ પોતાની ચાલાકીથી ધોબીને ભગાડીને તે પોતે વસ્ત્ર ધોવા બેસી ગયો. તેવામાં એક ઘોડેસ્વારે આવીને પૂછયું કે “આ રસ્તે કોઈ પુરુષ નીકળ્યો છે?' ત્યારે તેણે સુભટને તે ધોબી બતાવ્યો. એટલે તરત તેણે અશ્વ દોડાવી પેલા ધોબીને પકડીને તે પોતાના સુભટોને સોંપ્યો, પછી તેના કહેવાથી લશ્કર બધું પાછું વળ્યું.
અહીં પ્રગટ રીતે પોતાના બુદ્ધિબળથી નિર્ભય થઈને પરમહંસ ચિત્રકૂટ નગર તરફ ચાલ્યો અને કેટલેક