________________
શ્રી હરિભદ્રસૂરિ ચરિત્ર
161
“વપુરેવ તવવઈ, માવન ! વીતરતીમ્ |
ન દિ શોટરઘેડાની, તર્મવતિ દ્વતઃછે ? || હે ભગવાન ! તમારી મૂર્તિ જ વિતરાગપણાને કહી બતાવે છે. કારણ કે કોટરમાં અગ્નિ હોય તો વૃક્ષ લીલું કદાપિ ન હોઈ શકે.”
પછી અભિમાનથી કદર્થના પામેલ તે પોતાની પૂર્વ જિંદગીને નિરર્થક માનવા લાગ્યો. ત્યાં મંડપમાં બિરાજમાન જૈનાચાર્ય જિનભસૂરિ તેના જોવામાં આવ્યા. એટલે હરિ (ઇંદ્ર)ની જેમ વિબુધો (પંડિતો) ને વંદનીય તથા સમતાના નિધાન એવા સાધુઓથી સેવાતા તે ગુરુને જોતાં ભારે સંતુષ્ટ થયેલ તે પુરોહિતની કવાસનાનો અંત આવ્યો. ત્યાં ક્ષણવાર તે સ્તબ્ધ બની ગયો. એવામાં ગુરુ વિચારવા લાગ્યા કે “અહો ! આ તો તે જ વિપ્ર લાગે છે કે જે પોતાના શાસ્ત્ર અને મંત્રોમાં ભારે બુદ્ધિમાન, રાજમાન્ય અને યશસ્વી તરીકે પ્રખ્યાત છે. વળી મદોન્મત્ત ગજરાજે રાજમાર્ગ રોકતાં ભ્રમના વશથી જે જિનમંદિરમાં આવ્યો હતો અને અભિમાનથી ઓતપ્રોત બનેલ એ જિનેશ્વરને જોઈને સોપહાસ વચન બોલ્યો હતો, પરંતુ અત્યારે અકરમાતુ જિનમંદિરમાં એ આવ્યો અને આદરથી જિનબિંબને જોતાં અંતરમાં અત્યંત આનંદ પામીને એ પ્રથમનું સાધન બીજી રીતે બોલ્યો ઠીક છે, હવે આગળ શું થાય છે તે જોવાનું છે.” એમ ચિંતવીને આચાર્ય મહારાજે તે પુરોહિતને બોલાવ્યો કે-“હે અનુપમ બુદ્ધિના નિધાન ! તને કુશળ છે? કહે, અહીં આવવાનું શું પ્રયોજન છે ?'
ત્યારે પુરોહિત વિનીત ભાવથી બોલ્યો- હે પૂજય શું હું અનુપમ બુદ્ધિનિધાન છું ? જૈન વૃદ્ધ સાધ્વીનું એક વચન સાંભળ્યા છતાં તેનો શું અર્થ ન જ સમજી શક્યો; ઇતર શાસ્ત્રોપર મેં વિચાર તો કર્યો છે, પરંતુ તે વૃદ્ધાએ કહેલ ચક્રી-કેશવોનો ક્રમ હું સમજી શકતો નથી, તો આપ કૃપા કરીને તેનો અર્થ મને સમજાવો.'
એટલે ગુરુ કહેવા લાગ્યા–“હે ભદ્ર ! હે સુકૃતમતિ ! દીક્ષા અંગીકાર કરી અને આગમને અનુસરતી કેટલીક તપસ્યા આદરીને તું જિનસિદ્ધાંતના વિચારની વ્યવસ્થા સાંભળ. ભારે વિનયપૂર્વક વંદનાદિ કરતાં જ જૈન શાસ્ત્રનો બોધ થાય તેમ છે, અન્યથા તેનું રહસ્ય સમજવામાં ન આવી શકે, માટે ઉતાવળ ન કરતાં ઉચિત ક્રિયાનું આચરણ કર.”
એ પ્રમાણે ગુરુના કહેવાથી હરિભદ્ર પુરોહિતે ગૃહસ્થ-વેષ તજી, લોચ કરી પોતાના પરિજનોની સમક્ષ સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરીને ગુરુની પાસે તેણે ચારિત્ર લઈ લીધું.
પછી ગુરુ મહારાજે હરિભદ્ર મુનિને કહ્યું કે હે ભદ્ર ! આગમમાં પ્રવીણ, બધી જૈન સાધ્વીઓમાં અગ્રેસર એવી એ યાકિની નામે મહત્તરા સાધ્વી મારા ગુરુની ભગિની છે.”
ત્યારે પુરોહિત મુનિ બોલ્યા–“સાંસારિક શાસ્ત્રોમાં પ્રવીણ છતાં મૂર્ખ એવા મને અત્યંત સુકૃતના યોગે કુળદેવતાની જેમ એ ધર્મમાતાએ મને પ્રતિબોધ પમાડ્યો.'
પછી સાધુધર્મના સારને જાણી મહાવ્રતની ધુરાને ધારણ કરવામાં સમર્થ એવા તે મુનિએ પ્રવર્તમાન આગમોના સારને જાણવાની ઈચ્છાથી ગુરુ મહારાજને નિવેદન કરતાં જણાવ્યું કે “હે ભગવન્ ! આટલા દિવસ તો અધિકરણશાસ્ત્રને અનુસરતાં અત્યંત ચપળ થઈને મેં ગુમાવ્યા, તે જાણે મદ્યપાનને પ્રગટ કરતો હોઉં, તેમ તમારા અપરિચયને લીધે મૂછિત રહ્યો, હવે ભાગ્યયોગે ધીરજને ધારણ કરતાં શ્રુતસાગરમાં મારે