________________
160
શ્રી પ્રભાવક ચરિત્ર
કમાન જોવા ઉંચે દષ્ટિ કરતાં ભગવંત તેના જોવામાં આવ્યા. એટલે ઉત્તમ તત્ત્વાર્થને ન જાણનાર એવા તે વિષે ભુવનગુરુ પર પણ આક્ષેપ કરતાં ઉપહાસ વચન જણાવ્યું કે—
“વપુરેવ તવાઈ આઈ મિષ્ટાન્નમોનનમ્ | - ર દિ વટસંઘેડાની તર્મવતિ શાન્તિઃ' એ છે કે એટલે—‘તારું શરીર જ મિષ્ટાન્ન ભોજનને સ્પષ્ટ કહી બતાવે છે. કારણ કે કોટર (પોલાણ)માં અગ્નિ હોવા છતાં વૃક્ષ લીલું કદી ન રહે.”
પછી માર્ગમાં ભમતા છોકરાઓને જોતાં હાથીને બીજે માર્ગે નિકળી ગયેલ સમજીને જગતમાં બધાને તૃણ સમાન માનતો તે પુરોહિત પોતાના ઘરે આવ્યો. ત્યારબાદ એક બે દિવસ રહીને રાજભવનમાં મંત્રણા સમાપ્ત કરી અર્ધરાત્રે તે પોતાના ઘર તરફ આવતો હતો, તેવામાં વૃદ્ધ સ્ત્રીનો મધુર સ્વર તેના સાંભળવામાં આવ્યો. એટલે તીવ્ર બુદ્ધિશાળી અને સ્થિર પ્રતિજ્ઞાવાળો તે ધ્વનિરહિત શાંત સમયે તે ગાથાને અવધારતાં વિચાર કરવા લાગ્યો. પણ શ્રુતના વિષમ અર્થથી કદર્થિત થયેલ તે ગાથાનો અર્થ કોઈ રીતે સમજી ન શક્યો. તે ગાથા આ પ્રમાણે છે
"चक्किदुगं हरिपणगं, पणगं चक्कीण केसवो चक्की ।
સવ રદ સવ સુવતી જૈસી ય વળી ય" ? | ‘પ્રથમ બે ચક્રવર્તી થયા, પછી પાંચ વાસુદેવ, પછી પાંચ ચક્રી, તે પછી એક વાસુદેવ અને ચક્કી, તે પછી કેશવ અને ચક્રવર્તી, ત્યારબાદ કેશવ અને બે ચક્રવર્તી, પછી કેશવ અને છેલ્લા ચક્રવર્તી થયા.”
એ પ્રમાણે ગાથા સાંભળતાં હરિભદ્ર પુરોહિત કહેવા લાગ્યો કે– હે અંબા ! આ ચક ચક જેવું તમે બહુવાર બોલ્યા.'
ત્યારે સાધ્વીએ યોગ્ય ઉત્તર આપ્યો કે–“હે પુત્રક ! સાંભળ, આ ભીના છાણથી લીંપેલ જેવું છે.'
એમ તેમના મુખથી સદુત્તર સાંભળતાં તે ચમત્કાર પામીને કહેવા લાગ્યો કે “હે માતા ! તમે જે બોલ્યા. . તેનો અર્થ મને કહી સમજાવો. હું તમારા કથનનો અર્થ સમજી શકતો નથી.’
એટલે સાધ્વીએ જણાવ્યું–‘જિનાગમોનો અભ્યાસ કરવાની અમને ગુરુની અનુમતિ છે, પણ તેનું વિવેચન કરવાની આજ્ઞા નથી. માટે જો અર્થ જાણવાની તારી ઈચ્છા હોય તો અમારા ગુરુ પાસે જા.'
એ પ્રમાણે સાંભળીને પોતાના દર્પને દૂર કરતાં પુરોહિત ચિંતવવા લાગ્યો કે-“મહાપુરુષોને પણ દુષ્માપ્ય એવા આ શાસ્ત્રમાં મતિને ગતિ મળી શકે તેમ નથી. માટે આ સાધ્વી જૈન ગૃહસ્થના મકાનના ઉપલા મજલાપર જાય છે, ત્યાં જૈન મુનિઓ એના ગુરુ લાગે છે, તો તે પણ મારે વંદનીય છે. વળી હવે તો મારે સર્વ ત્યાગ કરવાનો વખત આવ્યો, કારણ કે વચનની પ્રતિષ્ઠા (પ્રતિજ્ઞા) દુર્લંઘનીય છે', એમ વિચાર કરતો તે પોતાના સ્થાને આવ્યો અને ત્યાં જાગરણ કરતાં તેણે રાત પૂરી કરી.
હવે પ્રભાતે તેમાંજ એકતાન રહેલ પુરોહિત પ્રથમ ત્યાં જિનમંદિરમાં ગયો અને વીતરાગના પ્રતિબિંબને હૃદયમાં વસાવવા માટે બાહ્ય જિનબિંબને જોઈને પણ હર્ષપૂર્વક તે સ્તુતિ કરવા લાગ્યો