________________
શ્રી હરિભદ્રસૂરિ ચરિત્ર
ls
છે શ્રી હરિભદ્રસૂરિ ચરિત્ર છે
ઉદય પામતી મતિના મદ રૂપ તારાઓ ભેદવામાં બદ્ધલક્ષ, પોતાની શક્તિથી અષ્ટાપદ (એક જંગલી પશુ વિશેષ) ની જેમ શત્રુઓને હઠાવનાર તથા ગુરુની જેમ ઉદય પામતા અંગ (આગમ)ની સંપત્તિયુક્ત એવા શ્રી હરિભદ્ર સૂરિ જયવંત વર્તે છે.
એ શ્રી હરિભદ્ર સૂરિના સત્ત્વને લઈને કામ, મોહ-શત્રુરૂપ મહાસાગરનો અત્યંત ધ્વંસ કરવામાં વિખ્યાત થયેલ, ચિર પરિચયથી પ્રગટ થયેલ ગાઢ મિથ્યાત્વરૂપ વિંધ્યાચલની વૃદ્ધિને અટકાવનાર તથા જૈન મુનિરાજોમાં શોભતા એવા અગમ્ય રૂપ તે સૂરિનું શ્રેષ્ઠ ચરિત્ર હું બાળપણાથી પોતાની અલ્પમતિની દરકાર ન કરતાં કહું છું.
સમસ્ત અમાવાસ્યાની ઉપર ઉપકાર કરવાથી ચંદ્રમાએ જાણે સૂર્યને નિમંત્રણ કરેલ હોય એવો રત્નસમૂહ જ્યાં રાત્રે પોતાની ચળકતી કાંતિથી દિશાઓને પ્રકાશિત કરતો હતો. જગતનો ઉપકાર કરનાર સૂર્ય ચંદ્રને બહિષ્કૃત કરવાથી જ્યાં મેરૂપર્વત શિથિલ દેખાતો હતો અને પોતાના શિર (શિખર) પર નિવાસ આપવાથી વિદ્યાધરીઓએ જેનો આશ્રય કર્યો એવો ચિત્રકૂટ નામે પર્વત છે. અસંખ્ય ઉત્તમ પુરુષો અને શ્રીમંતોની લીલાના
સ્થાનરૂપ તથા મોટા સાત્ત્વિક પુરુષોના આશ્રયરૂપ અને તેથી ત્રણે જગતને તૃણ સમાન માનનાર એવું ત્યાં ચિત્રકૂટ નામે પ્રવર નગર છે. ત્યાં જિતારિ નામે રાજા હતો, તે જાણે પોતાનું બીજું શરીર ધારણ કરીને હરિ પોતે આવેલ હોય તથા ક્ષિતિતલનું રક્ષણ કરવામાં જે દક્ષ હતો અને અસુરોના સ્વામીને ભેદભાવથી જેણે પોતાનું નામ અક્ષત કર્યું હતું. ત્યાં અત્યંત કુશળ મતિવાળો અને રાજાને માનનીય એવો હરિભદ્ર નામે પુરોહિત હતો કે જે ચૌદ વિદ્યામાં પ્રવીણ અને અગ્નિહોત્રી હતો. તે પોતાની મતિના મહા ગર્વથી પૃથ્વી, જલ અને આકાશમાં રહેતા બુધજનોનો પરાભવ કરવાને ઈચ્છતો અને તેથી જયાભિલાષી એવો તે કોદાળી, જાળ અને નિસરણી એ ત્રણ વસ્તુને ધારણ કરતો હતો. વળી “શાસ્ત્રના પૂરથી કદાચ જઠર ફુટી જશે.” એમ સમજીને ઉદર ઉપર તે સુવર્ણનો પટ્ટો બાંધતો અને “આ જંબુદ્વીપમાં મારી સમાન કોઈ બુદ્ધિશાળી નથી એમ જણાવવાને તે જંબૂલતાને ધારણ કરતો હતો. વળી તેણે સુજ્ઞજનોને દુસ્તર એવી પ્રતિજ્ઞા કરી કે—“આ પૃથ્વી પર જેનું વચન હું ન સમજી શકું, તેનો હું શિષ્ય થાઉં.' આવા ગર્વથી કળિકાળમાં તે પોતાને સર્વજ્ઞ માનતો હતો.
એકવાર ઘણા પાઠકો અને બ્રહ્મચારીઓથી પરિવરેલ હરિભદ્ર પુરોહિત સુખાસનમાં બેસીને માર્ગે જતો હતો, તેવામાં ગંડસ્થળ પર ભમરાઓથી વ્યાપ્ત, મદજળના કર્દમથી પૃથ્વીને દુર્ગમ્ય કરનાર, દુકાનો અને મકાનોને ભાંગવાથી લોકોને ભારે શોકમાં આકુળવ્યાકુળ બનાવનાર, કમરણના ભયથી ગભરાઈ ગયેલા અને ઉતાવળે ભાગતા દ્વિપદ તથા ચતુષ્પદથી માર્ગને શુન્ય કરનાર, વ્યાકુળ થયેલા પશુ પક્ષીઓના ભયાનક કોલાહલથી ગૃહસ્થજનોને ભારે ખેદ પમાડનાર તથા પોતાના શિરને ત્વરિત ધ્રુજાવવાથી સુભટો અને ઘોડેસ્વારોને કંપાવનાર એવો એક ગજરાજ તેના જોવામાં આવ્યો. એટલે ઉંચા વૃક્ષ ઉપરથી પુષ્પના સમૂહને ચૂંટીને વાંદરો જેમ ચંચળ સ્વભાવથી સૂર્ય તરફ ફેકે તેમ તે વિપ્ર એવી રીતે જિનમંદિરમાં પેઠો, કે દરવાજાની