________________
158
શ્રી પ્રભાવક ચરિત્ર
“અરતિ વાહિતા: સમૃતં ક્ષિTuથે” એટલે અત્યારે દક્ષિણ દેશમાં વાદીરૂપ ખદ્યોત (ખજુઆ) સ્કુરાયમાન થઈ રહ્યા છે.” એમ સાંભળતાં સાધ્વીજી પોતાની મતિના અનુમાનથી ઉત્તરાર્ધ બનાવીને બોલી કે,
નૂનમર્તાકાતો વાલી, સિદ્ધસેનો વિવાર: . ૨ એટલે ખરેખર ! વાદી સિદ્ધસેન દિવાકર (સૂર્ય) અસ્ત (મૃત્યુ) પામ્યા હોય એમ લાગે છે.' પછી સિદ્ધશ્રીએ પણ પોતાના શરીરની નશ્વરતાનો વિચાર કરીને અનશન કર્યું અને ગીતાર્થ મુનિ પાસે આરાધના કરતાં તે સદ્ગતિને પામી. - શ્રી પાદલિપ્તસૂરિ તથા શ્રી વૃદ્ધવાદી ગુરુ વિદ્યાધરવંશના મુખ્ય શાસન કર્તા કહેવાય છે. શ્રી વિક્રમ સંવતના દોઢસો વર્ષ જતાં શ્રાવક, સમળી વિહારનો તથા ગિરનાર પર્વતના મુગટ સમાન શ્રી નેમિનાથના મંદિરનો ઉદ્ધાર કરાવતાં ત્યાં વર્ષાકાળને લીધે પડી ગયેલ મઠમાંની પ્રશસ્તિ થકી આ ઉધૃત કરેલ છે.
એ પ્રમાણે પ્રાચીન કવિઓએ રચેલા શાસ્ત્રમાંથી કંઈક સાંભળી શ્રી વૃદ્ધવાદી આચાર્ય તથા શ્રીસિદ્ધસેન દિવાકર વાદદ્ર એ બંનેનું ચરિત્ર કિંચિત્ વર્ણવી બતાવ્યું. તે ભવ્યાત્માઓને બુદ્ધિદાયક અને પ્રમોદદાયક થાઓ:
શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે રાજહંસ સમાન તથા શ્રીરામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્રસૂરિએ મનપર લેતાં શ્રી પ્રદ્યુમ્નસૂરિએ શોધેલ શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રીવૃદ્ધવાદી તથા સિદ્ધસેનસૂરિના સુચરિત્રરૂપ આ નિર્મળ આઠમું શિખર થયું.