________________
શ્રી વૃદ્ધવાદિસૂરિ ચરિત્ર
જિનશાસનની પ્રભાવના કરી. તેથી સંઘે તેમના બાકી રહેલ પાંચ વર્ષ મૂકી દીધાં અને શ્રી સિદ્ધસેન દિવાકરને પ્રગટ કર્યા. ત્યાં કેટલોક કાળ ફણાવલિ શિવલિંગની ઉંચે રહી અને લોકો તેની પૂજા કરતા, પણ પાછળથી તે સ્થાન મિથ્યાત્વીઓના હાથમાં ગયું.
157
હવે એકવાર બલાત્કારથી રાજાની અનુમતિ લઈને અપ્રતિબદ્ધ બુદ્ધિવાળા તથા શ્રી સંઘરૂપ સરોવરમાં કમળ સમાન એવા શ્રી આચાર્ય મહારાજે ત્યાંથી વિહાર કર્યો. ગીતાર્થ મુનિઓની સાથે દક્ષિણ દિશામાં વિહાર કરતાં તે ભૃગુકચ્છ નગરની પાસેના ભૂમિપ્રદેશમાં પહોંચ્યા. ત્યાં નગર અને ગામડાઓની ગાયોનું રક્ષણ કરનારા ગોવાળો હતા, તેઓ ધર્મ સાંભળવાની ઈચ્છાથી ગુરુ મહારાજ પાસે આવ્યા, અને કહેવા લાગ્યા કે—‘હે પૂજ્ય ! ક્યાંય પણ વિસ્મય ન પામેલા એવા અમને તમે શાંતિ પમાડો.'
ન
ત્યારે ગુરુ બોલ્યા—‘અમે લાંબા વખતથી વિહાર કરતાં માર્ગમાં શ્રમ પામ્યા છીએ, તો શું બોલીને તમારો ખેદ દૂર કરીએ ? ત્યારે ગોપાળોએ આગ્રહથી અહીં વૃક્ષછાયામાં વિસામો લઈ ધર્મવ્યાખ્યાન કરો અમે તમને ગોરસ આપીશું.' પછી તે અજ્ઞજનો સમજી શકે તેમ તાલમાનથી તાળી દેતા અને ભમતા ભમતા આચાર્ય તેમને પ્રતિબોધ પમાડવા માટે તરત પ્રાકૃત ભાષામાં રાસ બનાવીને હુંબડગીત વડે કહેવા લાગ્યા. કારણ કે તેવા સામાન્ય લોકોને તેવી ભાષા જ ઉચિત છે તે આ પ્રમાણે—
"नवि मारियइ नवि चोरियइ, परदारह अत्थु निवारियइ ।
થોવાહ વિ થોવં વાઞરૂ, તડ સગ્નિ ટુમુહુનુ ગાર્ડ્સ" ॥ ફ્ ॥
આ તેમની પ્રાકૃત ગાથાથી તે ગોવાળો પ્રતિબોધ પામ્યા, જેથી તેમણે ત્યાં ધન ધાન્યાદિકથી પૂર્ણ એવું તાલારાસકા નામનું ગામ વસાવ્યું. એટલે આચાર્યે ત્યાં એક ઉન્નત જિન મંદિર કરાવીને તેમાં શ્રીઋષભદેવ પ્રભુની પ્રતિમા સ્થાપન કરી. અચલ પ્રતિષ્ઠાવાળા તે ભવ્ય મંદિરના અદ્યાપિ ભવ્યજનો દર્શન કરી પાવન થાય છે, કારણ કે તેવી પ્રતિષ્ઠા ઇંદ્રથી પણ ચલાયમાન ન થાય.
એ પ્રમાણે ત્યાં પ્રભાવના કરી ગુરુ મહારાજ ભૃગુપુરમાં ગયા. ત્યાં બલમિત્રનો પુત્ર ધનંજય નામે રાજા હતો. તેણે ભક્તિપૂર્વક આચાર્ય મહારાજનો આદર સત્કાર કર્યો.
એવામાં એકવાર મર્યાદા રહિત સમુદ્ર સમાન શત્રુઓએ આવીને તે રાજાના નગરને ઘેરી લીધું. એટલે પોતાની પાસે અલ્પ સૈન્ય હોવાથી તે ભયભીત થઈને ગુરુના શરણે આવ્યો. ત્યારે આચાર્યે એક પસલી સરસવ મંત્રીને તેલના કુવામાં નાખ્યા. એવામાં તે સરસવ અસંખ્ય પુરુષો બનીને કુવામાંથી બહાર આવ્યા. તેમણે શત્રુસૈન્યને ભગ્ન કર્યું અને શત્રુઓને પરાસ્ત કર્યા. આથી તેમનું સિદ્ધસેન એવું અન્વયયુક્ત શ્રેષ્ઠ નામ સાર્થક થયું. પછી ત્યાં રાજાએ વૈરાગ્યથી તેમની પાસે દીક્ષા લઈ લીધી. એમ દક્ષિણ દેશમાં શાસનની પ્રભાવના કરી સિદ્ધસેનસૂરિ કવિઓમાં અગ્રપદને પામતા તે પ્રતિષ્ઠાન નગરમાં આવ્યા. ત્યાં પોતાનું આયુષ્ય ક્ષીણ થયેલ જાણી, યોગ્ય શિષ્યને પોતાના પદે સ્થાપી, અનશન લઈને શ્રી સિદ્ધસેન દિવાકર સંઘને અનાથપણાનું દુઃખ પમાડતાં તે સ્વર્ગે ગયા. કારણ કે તેવા પુરુષનો વિરહ થતાં કયો સચેતન દુઃખ ન પામે ? એવામાં એક વૈતાલિકચારણ તે નગરથી વિશાલા નગરીમાં ગયો. ત્યાં સિદ્ધસેનગુરુની સિદ્ધશ્રી નામની બહેનને તે મળ્યો. એટલે ગુરુ યાદ આવવાથી નિરાનંદ પણે તે શ્લોકનો પૂર્વાર્ધ બોલ્યો—