________________
156
શ્રી પ્રભાવક ચરિત્ર
એ પ્રમાણે તે ભારે યશસ્વી રાજાની સ્તુતિ કરતાં રાજા પ્રસન્ન થઈને ગુરુને કહેવા લાગ્યો કે “અહો ! જ્યાં તમે બિરાજમાન છો, તે સભા ધન્ય છે, માટે તમારે સદા મારી પાસે રહેવું.” એમ રાજાના સન્માનથી અને આગ્રહથી સિદ્ધસેન સૂરિ ત્યાં રહ્યા. એવામાં એક વખતે તે દક્ષ સૂરિ રાજાની સાથે શિવમંદિરમાં ગયા ત્યાં તેના દરવાજેથી જ તે પાછા વળ્યા, એટલે રાજાએ પ્રશ્ન કર્યો કે—‘તમે દેવની અવજ્ઞા કેમ કરો છો ? નમસ્કાર કેમ કરતા નથી ?'
ત્યારે આચાર્ય બોલ્યા કે- હે રાજન ! સાંભળ–તું મહા પુણ્યશાળી પુરુષ છે, તેથી હું તારી આગળ કહું છું, કારણ કે અજ્ઞ પુરુષો સાથે વાદ કરતાં કોણ કંઠશોષ કરે ? એ શંકર મારા પ્રણામને સહન કરી શકે તેમ નથી, તો હું કેમ પ્રણામ કરું? જે મારા પ્રણામને સહન કરે, તે દેવો જ બીજા છે.'
એમ સાંભળતાં કૌતુકી રાજાએ તરત જણાવ્યું કે‘તમે પ્રણામ કરો, તેથી શું થવાનું છે? વળી તમારા પ્રણામને યોગ્ય એવા અન્ય દેવો પણ મને બતાવો”
એ પ્રમાણે આગ્રહ કરતા રાજાને ગુરુએ કહ્યું કે – હે રાજન્ ! કંઈ ઉત્પાત થાય, તો મારો દોષ નહિ.”
ત્યારે રાજા બોલ્યો કે–ખરેખર ! પરદેશી લોકો કંઈ આશ્ચર્ય થાય તેવું જ બોલે છે. હે ઋષિ ! દેવો શું ધાતુયુક્ત શરીરને ધારણ કરતા એવા મનુષ્યના પ્રણામને સહન કરવામાં અસમર્થ હશે ?'
એ પ્રમાણે સાંભળતાં સિદ્ધસેન ગુરુ શિવલિંગની સમક્ષ બેસીને ઉંચા અવાજે સ્તુતિના શ્લોક કહેવા લાગ્યા
“હે નાથ ! એક તમે જેમ ત્રણે જગતને સમ્યક્રરીતે પ્રકાશિત કર્યા, તેમ અન્ય સમસ્ત તીર્થાધિપતિઓએ પ્રકાશિત કર્યા નથી. અથવા તો એક ચંદ્રમા પણ જેમ લોકને પ્રકાશિત કરે છે, તેમ ઉદય પામેલ સમગ્ર તારાઓ પણ શું પ્રકાશી શકે ? તમારા વાક્યથી પણ જો કોઈને બોધ ન થાય, તો એ મોટા આશ્ચર્યની વાત છે. કારણ કે સૂર્યના કિરણો કોને પ્રકાશ નથી આપતા? અથવા તો તેમાં આશ્ચર્ય જેવું કાંઈ નથી. કારણ કે ભાસ્કરના કિરણો સ્વચ્છ છતાં સ્વભાવે મલિન મનવાળા ઘુવડને તે અંધકારરૂપ ભાસે છે.”
ઈત્યાદિ ન્યાયાવતારસુત્ર, શ્રી વીરસ્તુતિ, તથા બત્રીશ શ્લોકના પ્રમાણવાળી બીજી પણ ત્રીશ સ્તુતિઓ તેમણે બનાવી. પછી ચુમાળીશ શ્લોકની એક સ્તુતિ રચી કે જે અત્યારે જિનશાસનમાં કલ્યાણમંદિરના નામથી વિખ્યાત છે. એનો અગિયારમો શ્લોક બોલતાં ધરણંદ્ર પોતે ત્યાં આવ્યો. કારણ કે તેવા દ્રઢભક્તિધારી સમર્થ પુરષોને શું અસાધ્ય હોય ? એટલે તેના પ્રભાવથી શિવલિંગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો કે જેથી નિબિડ ધૂમસમૂહને લીધે મધ્યાહુનકાળે રાત્રિ જેવો દેખાવ થઈ રહ્યો. અને તેથી આકુળવ્યાકુળ થઈને ભાગવાને ઈચ્છતા લોકોને દિશાઓનું ભાન ન રહ્યું. એટલે પત્થરના સ્તંભ અને ભીંતો સાથે તેઓ સર્ણ અથડાઈ પડ્યા. પછી જાણે લોકોની દયાને લીધે જ તે લિંગમાંથી, સમુદ્રમાંના આવર્તની અથડામણથી પ્રગટ થયેલ વડવાનલ સમાન જવાળાઓ નીકળવા લાગી. ત્યાર પછી પુરુષોત્તમ (કૃષ્ણ) ના હૃદયમાં રહેલ કૌસ્તુભમણિની જેમ તેમાંથી શ્રી પાર્શ્વનાથ ભગવંતની પ્રતિમા પ્રગટ થઈ. એટલે પરમભક્તિથી પ્રભુને સ્તુતિપૂર્વક પ્રણામ કરીને સિદ્ધસેન ઋષિ બોલ્યા કે –“હે રાજન્ ! આ મુક્તાત્મા દેવો મારા પ્રણામને સહન કરી શકે.'
એ પ્રમાણે વિક્રમાદિત્ય રાજાને પ્રતિબોધ પમાડતાં પ્રવેશાદિ મહોત્સવથી તેમણે વિશાલા નગરીમાં