________________
શ્રી વૃદ્ધવાદિસૂરિ ચરિત્ર
155
શ્રુતના આધારે સ્થવિરો જ આપી શકે.'
ત્યારે સ્થવિર બોલ્યા કે—બાર વરસ ગચ્છત્યાગ કરી, ગુપ્ત જૈનલિંગે રહી દુષ્કર તપ તપે, તો મહાદોષથી દૂષિત થયેલ આ મુનીંદ્રની એ પારાચિંત નામના પ્રાયશ્ચિતથી શુદ્ધિ થાય તેમ છે, નહિ તો જિનાજ્ઞાની વિરાધના જ છે. વળી તે દરમ્યાન જો શાસનની અદ્ભુત કાંઈ પ્રભાવના કરે તો તેટલા વરસની અંદર પણ પોતાનું પદ પામી શકે.'
પછી શ્રી સંઘની અનુજ્ઞા લઈને સાત્ત્વિક શિરોમણિ સિદ્ધસેનસૂરિએ પોતાના વ્રતને અવ્યક્તપણે ધારણ કરતાં ગચ્છનો ત્યાગ કર્યો. એમ ભ્રમણ કરતાં તેમણે સાત વરસ વ્યતીત કર્યા.'
પછી એક વખતે વિહાર કરતાં કરતાં ઉજ્જયિની નગરીમાં આવ્યા. ત્યાં રાજમંદિરના દ્વાર પર આવીને તેમણે દ્વારપાલને જણાવ્યું કે—‘હે ભદ્ર ! તું વિશ્વવિખ્યાત રાજાને મારા શબ્દોમાં મારી ઓળખાણ આપતાં નિવેદન કર કે—હાથમાં ચાર શ્લોક લઈને આવેલ એક ભિક્ષુ-સાધુ આપને મળવા ઈચ્છે છે, તેને દ્વાર પર અટકાવી રાખેલ છે, માટે તે આવે કે પાછો ચાલ્યો જાય ?’
એટલે ગુણવંત પર પક્ષપાત ધરાવનાર રાજાએ તેમને બોલાવ્યા. ત્યાં રાજાએ દર્શાવેલ આસન પર બેસીને સિદ્ધસેન તેની સ્તુતિ કરતાં બોલ્યા કે—
II
"अपूर्वेयं धनुर्विधा भवता शिक्षिता कुतः । मार्गणौघः समभ्येति गुणो याति दिगन्तरम्” ॥ १ ॥ "अमी पानकरंकाभाः सप्तापि जलराशयः 1 यद्यशोराजहंसस्य पंजरं भुवनत्रयम्” 11 २ "सर्वदा सर्वदोऽसीति मिथ्या संस्तूयसे बुधैः । नारयो लेभिरे पृष्ठं न वक्षः परयोषितः " ॥ ३ ‘ભયમેમનેભ્યઃ शत्रुभ्यो विधिवत्सदा 1 ददासि तच्च ते नास्ति राजंश्चित्रमिदं महत्" ॥ ४ ॥
II
હે રાજન્ ! આ અપૂર્વ ધનુર્વિધા તું ક્યાંથી શીખ્યો કે જેમાં માર્ગણ (બાણ કે યાચક) સમૂહ પાસે આવે છે અને ગુણ (ધનુષ્યની દોરી અથવા યશ) દૂર દિગંત સુધી જાય છે. ૧
આ સાતે સમુદ્રો જળપાન કરવામાં કુંડા જેવા છે, તેથી જેના યશરૂપ રાજહંસને ત્રણે ભુવન પાંજરાતુલ્ય છે, અર્થાત્ ત્રણે ભુવનમાં જેનો યશ ગવાઈ રહ્યો છે. ૨
હે રાજન્ ! તું સર્વદા સર્વ ઇચ્છિતને આપનાર છે, એમ પંડિતજનો જે તારી સ્તુતિ કરે છે, તે મિથ્યા છે; કારણ કે શત્રુઓને તેં પીઠ નથી આપી અને ૫૨૨મણીઓને વક્ષઃસ્થળ નથી આપ્યું. ૩
હે રાજન્ ! અનેક શત્રુઓને સદા કાયદા પ્રમાણે તું એક ભય જ આપે છે, છતાં તે તારી પાસે ઉપસ્થિત નથી, આ એક મોટા આશ્ચર્યની વાત છે. અર્થાત્ તું સદા નિર્ભય છે. ૪