________________
154
શ્રી પ્રભાવક ચરિત્ર
ન નાખ, અર્થાતુ ખોટી વ્યાખ્યાથી તેનો વિનાશ ન કર. વળી રાગાદિ લેપરહિત નિરંજન મનની, સુગંધિ અને શીતળ સદુપદેશ રૂપ પુષ્પોથી પૂજા કર. અર્થાત્ મનને ગ્લાધ્ય બનાવ. તથા સંસાર રૂપ અરણ્યના સ્વામી પરમ સુખી હોવાથી તે તીર્થકર છે ‘તેમના શબ્દ-સિદ્ધાંત સૂત્રમાં ભ્રાંતિ શા માટે લાવે છે ? કારણ કે તેજ સત્ય છે. માટે તેમાં જ પ્રેમ-ભાવના રાખવી જોઈએ. એ ત્રીજો અર્થ બતાવ્યો. - ઈત્યાદિ શ્રી વૃદ્ધવાદી મહારાજે તે ગાથાના બુદ્ધિપૂર્વક અનેક અર્થ બતાવ્યા પણ અમે જડ જેવા તે કેટલું સમજી શકીએ ? એ રીતે ગુરુના ઉપદેશરૂપ મેઘના ગર્જારવ અને વર્ષણના આડંબરથી સિદ્ધસેન સૂરિની મનોભૂમિ બોધને લીધે અંકુરિત થઈ, એટલે તેમને વિચાર થયો કે ‘મારા ધર્માચાર્ય વિના આવી શક્તિ બીજા કોઈમાં નથી.’ એમ ધારી શિબિકાથી નીચે ઉતરીને તે ગુરુના ચરણે ઢળી પડ્યા, અને કહેવા લાગ્યા કે—‘ભાવ-શત્રુઓથી જીતાયેલા એવા મેં આપ ગુરુની મોટી આશાતના કરી, આપ દયાળુ તે ક્ષમા કરો.”
એ પ્રમાણે સાંભળતાં ગુરુ બોલ્યા કે “હે વત્સ ! એમાં તારો દોષ નથી, આ સમય જ એવો છે. આ દુઃષમાકાળ શત્રુની જેમ પ્રાણીઓની સદ્ગતિનો નાશ કરે છે. જૈન સિદ્ધાંતનું પાન કરાવીને મેં તને સંપૂર્ણ તૃપ્ત કર્યો, છતાં મંદ અગ્નિવાળાને સ્નિગ્ધ ભોજન પચતું નથી તેમ તું પણ જીર્ણ ન કરી શક્યો તો જડતારૂપ વાયુ, પીનસા (નાસિકારોગ) તથા શ્લેખવાળા અને અલ્પ સત્ત્વરૂપ અગ્નિવાળા અન્ય જીવો વિદ્યારૂપ અન્ન. શી રીતે પચાવી શકે ? માટે હે ભદ્ર ! ક્ષુધાતુર થયેલ તું મેં આપેલ શ્રુતને, સંતોષરૂપ ઔષધથી વૃદ્ધિ પામેલ ધ્યાનરૂપ અંતર-અગ્નિવડે પચાવ સ્તંભથી પ્રાપ્ત થયેલ પુસ્તક તારી પાસેથી શાસનદેવીએ છીનવી લીધું. તે યોગ્ય કર્યું. કારણકે આજકાલના જીવો તેવા પ્રકારની શક્તિને શું ઉચિત છે?
ગુરુના મુખથી એ વચન સાંભળતાં સાધુશિરોમણિ સિદ્ધસેન કહેવા લાગ્યા કે–“અજ્ઞાનના દોષથી જો શિષ્યો દુષ્કત ને જ કરે, તો હે નાથ ! પ્રાયશ્ચિત્તના શાસ્ત્રો ચરિતાર્થ કેમ થાય? માટે હે ભગવન્! અવિનિત એવા મને પ્રાયશ્ચિત્તથી શુદ્ધ કરો.”
ત્યારે વૃદ્ધવાદી ગુરુએ વિચાર કરીને તેને આલોચના તપનું પ્રાયશ્ચિત્ત આપ્યું, પછી સિદ્ધસેન સૂરિને પોતાના પદે સ્થાપી, પોતે અનશનપૂર્વક આરાધના કરીને સ્વર્ગે ગયા એટલે સિદ્ધસેન મુનીન્દ્ર પણ શાસનની પ્રભાવના કરતા રાજાની અનુમતિથી વસુધા પર વિહાર કર્યો.
એકવાર બાલ્યાવસ્થાથી સંસ્કૃતના અભ્યાસી, કેવળજ્ઞાનીએ પ્રરૂપેલ પ્રાકતને વિષે આદરરહિત તથા પોતાના કર્મદોષથી દૂષિત થયેલ એવા સિદ્ધસેનસૂરિએ લોકવાક્ય લોકોના કહેવા)થી તથા પોતાના સામર્થ્યથી સિદ્ધાંતને સંસ્કૃત બનાવવા માટે શ્રી સંઘને વિનંતિ કરી એટલે સિદ્ધાંતના પ્રભાવની મોટાઈને ન જાણતાં સંસ્કૃતથી મોહિત થયેલ એવા તેમને સંઘના પ્રધાન પુરુષોએ ચિત્તની કલુષતાને લીધે કર્કશ બનેલા વચનથી નિવેદન કર્યું કે–“યુગપ્રધાન આચાર્યોના અલંકારને ધારણ કરનારા તથા આજ કાલના સાધુસમુદાયના મુગટ સમાન એવા આપ જેવા પૂજયની ચિત્તવૃત્તિમાં પણ જો અજ્ઞાનરૂપ શત્રુ આવીને ઉત્પાત કરશે, તો આજે અમારા જેવાની તો વાત જ શી કરવી ? અમે પૂર્વના સંપ્રદાય થકી સાંભળેલ છે કે પર્વે ચૌદેપર્વો સંસ્કૃત ભાષામાં હતા, તે પ્રજ્ઞાતિશયથી સાધ્ય હતા. આજે કાળના દોષથી તેનો ઉચ્છેદ થયો અને હવે સુધર્મા સ્વામીએ કહેલ અગિયાર અંગ રહ્યા. બાળ, સ્ત્રી, મૂઢ, મૂર્નાદિ જનોના અનુગ્રહ માટે તે પ્રાકૃત ભાષામાં કર્યા. તો આપની એમાં અનાસ્થા કેમ છે ? આ તો વચન દોષથી તમે મોટું પાપ ઉપાર્જન કર્યું. તેથી હવે એનું પ્રાયશ્ચિત તો