________________
શ્રી વૃદ્ધવાદિસૂરિ ચરિત્ર
વૃદ્ધવાદીસૂરિના જાણવામાં આવી એટલે રાજસન્માનના ગર્વથી ભ્રમિત થયેલ મતિયુક્ત શિષ્યને શિક્ષા આપી ક્ષણવારમાં તેનો દુષ્ટ આગ્રહ દૂર કરવાને પોતાનું રૂપ છુપાવીને ગુરુ કર્મારપુરમાં આવ્યા. ત્યાં રાજાની માફક સુખાસનમાં બેઠેલ અને બહુ લોકોથી રિવરેલ એવા સિદ્ધસેન શિષ્યને તેમણે રાજમાર્ગમાં જોયો. ત્યારે ગુરુ તેને કહેવા લાગ્યા કે —‘તું બહુ વિદ્વાન છે. માટે મારા સંદેહને દૂર કર. તારી ખ્યાતિ સાંભળીને હું બહુ દૂર દેશાંતરથી આવ્યો છું.'
એટલે સિદ્ધસેન સૂરિએ કહ્યું—‘તારે જે પૂછવું હોય, તે પૂછ.'
ત્યારે સમીપે રહેલા વિદ્વાનોને વિસ્મય પમાડતાં ગુરુ ઉચ્ચ સ્વરે કહેવા લાગ્યા કે—
"अणहुल्लीफुल्ल मतोडहु मन आरामा ममोडहु ।
मणकुसुमेहिं अच्चि निरंजणु हिंडहकाई वणेण वणु" ॥ १ ॥
આ ગાથાનો વિચાર કરતાં પણ અર્થ જાણવામાં ન આવ્યો, તેથી તેણે ખોટો ઉત્તર કહીને જણાવ્યું કે‘બીજું કંઈ પૂછો.’
153
એટલે ગુરુ બોલ્યા—‘એજ ગાથાનો વિચાર કરો.’ આથી તેણે અનાદર પૂર્વક અસંબદ્ધ કંઈક કહી બતાવ્યું, · કે જે ગુરૂએ માન્ય ન કર્યું, ત્યારે સિદ્ધસેન સૂરિએ કહ્યું—‘તો પછી તમે એનો અર્થ કહી બતાવો.’
જેથી વૃદ્ધવાદી ગુરૂ કહેવા લાગ્યા—“હે ભદ્ર ! તું સાવધાન થઈને સાંભળ કે જેથી તું માર્ગભ્રષ્ટ છતાં એનું તત્ત્વ સાંભળવાથી પુનઃ માર્ગને પામી શકે. તે આ પ્રમાણે—
જેનું અલ્પ આયુષ્ય રૂપ પુષ્પ છે એવું મનુષ્યનું શરીર, તેના આયુખંડ રૂપ પુષ્પોને રાજસન્માનના ગર્વરૂપ લાકડી વડે તોડ નહિ. આત્મા સંબંધી અને સંતાપને હરનારા એવા યમ, નિયમાદિ રૂપ બગીચાને ભાંગ નહિ. ક્ષમા, માર્દવ, આર્જવ અને સંતોષાદિ મન પુષ્પોથી નિરંજનનું પૂજન કર. અર્થાત્ જેના અહંકારના સ્થાન જાતિ, લાભાદિ રૂપ અંજન દૂર થયેલ છે તથા સિદ્ધિપદને પ્રાપ્ત થયેલ એવા નિરંજનનું ધ્યાન ધર. મોહાદિ વૃક્ષઘટાથી ગહન એવા આ સંસાર રૂપ અરણ્યમાં એક સ્થાનથી બીજે સ્થાન શા માટે ભમે છે ? આ એક અર્થ થયો.
*
(હવે બીજો અર્થ બતાવે છે)
અથવા અણુ એટલે અલ્પ ધાન્ય, તે અલ્પ વિષયપણાથી માનવદેહના પુષ્પો સમજવાં તે અલ્પ પુષ્પી નરદેહના શીલાંગ મહાવ્રત રૂપ પુષ્પોનો વિનાશ કર નહિ. મન રૂપ આરામને મરડી નાખ, એટલે ચિત્તના વિકલ્પજાળનો સંહાર કર તથા મુક્તિપદને પ્રાપ્ત થયેલા નિરંજન વીતરાગ દેવની પુષ્પોથી અર્ચા ન કર. અર્થાત્ ગૃહસ્થને ઉચિત છકાય જીવોની વિરાધના રૂપ દેવપૂજામાં પ્રયત્ન ન કર. કારણ કે તે સાવદ્ય છે. કીર્તિની કામનાથી સંસાર રૂપ અરણ્યમાં શા માટે ભ્રમણ કરે છે ? અર્થાત્ મિથ્યાવાદને તજી જિનેશ્વરે કહેલ સત્યમાં આદર કર. એ બીજો અર્થ બતાવ્યો.
—
(હવે ત્રીજો અર્થ કહે છે)—
અથવા તો કીર્તિના સ્યાદ્વાદ વચન રૂપ પુષ્પોને તોડ નહિ. તથા મનના અધ્યાત્મોપદેશ રૂપ આરાને તોડી