________________
152
શ્રી પ્રભાવક ચરિત્ર
“ધર્મનામ કૃતિ પ્રો, ટૂરિસ્કૃતપાવે !
सूरये सिद्धसेनाय, ददौ कोटि नराधिपः' ॥ १ ॥ એટલે-દુરથી હાથ ઉંચો કરીને ધર્મલાભ આપતાં શ્રી સિદ્ધસેનસૂરિને રાજાએ એક કોટિ સોનામહોર આપી.” પછી રાજાએ આચાર્યને બોલાવીને નિવેદન કર્યું કે—હું તમને દ્રવ્ય આપવા માગું છું.”
ત્યારે ગુરુ બોલ્યા-દ્રવ્ય લેવું અમને કહ્યું નહિ. માટે તમને રૂચે તેમ કરો.” આથી રાજાએ ગરીબ સાધર્મી બંધુઓ અને ચૈત્યોના ઉદ્ધાર માટે તે દ્રવ્યનો એક સાધારણ ભંડાર કર્યો.
એક વખતે સિદ્ધસેન મુનીશ્વર ચિત્રકૂટ પર્વત પર આવ્યા, ત્યાં પર્વતના એક ભાગમાં એક સ્તંભ તેમના જોવામાં આવ્યો કે જે કાષ્ઠ, પત્થર કે માટીથી બનાવેલ ન હતો. ત્યારે વિચાર કરતાં તે ઔષિધના ચૂર્ણ ના બનાવેલ તેમના જાણવામાં આવ્યો એટલે તેના રસ, સ્પર્શ અને ગંધાદિકની પરીક્ષાથી તથા મતિના બળથી ઔષધો ઓળખીને તેમણે તેના વિરોધી ઔષધોને મેળવ્યાં અને તેનાથી વારંવાર ઘર્ષણ કરતાં તે સ્તંભમાં એક છિદ્ર કર્યું. એટલે ત્યાં હજારો પુસ્તકો તેમના જોવામાં આવ્યાં. તેમાંથી એક પુસ્તક લઈ ઉઘાડતાં તેમાંના એક પત્રમાંની એક પંક્તિ તેમણે વાંચી જોઈ, તો તેમાં સુવર્ણસિદ્ધિનો યોગ જોવામાં આવ્યો; તેથી વિસ્મય પામતાં બીજો એક શ્લોક વાંચ્યો, તેમાં સરસવથી સુભટો બનાવવાનું લખ્યું હતું. આથી વિશેષ હર્ષ પામી સાવધાન થઈને જેટલામાં આગળ વાંચવા લાગ્યા, તેવામાં શાસનદેવીએ તે પત્ર અને પુસ્તક હરી લીધું. કારણ કે કાળના દોષથી તેવા સમર્થ પુરુષોની પણ તેવા પૂર્વગત ગ્રંથો વાંચવાની યોગ્યતા તેના જોવામાં ન આવી, પણ સત્ત્વહાનિનો સંભવ તેણે જોયો.
પછી એકવાર તે બંને વિદ્યાયુક્ત સિદ્ધસેન સૂરિ વિહાર કરતા પૂર્વ દેશના પ્રાંતમાં રહેલ કર્માર નગરમાં ગયા. ત્યાં પરાક્રમથી પ્રખ્યાત થયેલ એવો દેવપાલ નામે રાજા રાજય કરતો હતો તે સત્વર શ્રી સિદ્ધસેન ગુરુને નમસ્કાર કરવા આવ્યો. એટલે આક્ષેપણી વગેરે ચાર પ્રકારની ધર્મવ્યાખ્યાથી ગુરુએ તેને પ્રતિબોધ પમાડ્યો અને મિત્રતામાં સ્થાપન કર્યો.
એવામાં એકવાર રૂપમાં કામદેવ સમાન અને અધર્મમાં મતિ રાખનાર એવા વિજયવર્મ રાજાએ તેને ઘેરી લીધો, અને અસંખ્ય અગ્રગામી સુભટોએ તેને ભારે પરાભવ પમાડ્યો ત્યારે દેવપાલ રાજાએ ગુરુને વિનંતિ કરી કે હે દેવ ! આ રાજાના તીડની શ્રેસિસમાન અદૂભૂત સૈનિકો, અલ્પ ભંડારવાળા એવા મારા સૈન્યને વિખેરી નાખશે. માટે તે સ્વામિનું ! હવે આપ જ મારા શરણરૂપ છો.'
ત્યારે આચાર્ય બોલ્યા- હે રાજન ! તું એ સંકટથી ભય ન પામે. હું પ્રાય: તેનો પ્રતિકાર કરીશ.” પછી તેમણે સુવર્ણસિદ્ધિના યોગથી અગણિત દ્રવ્ય અને સરસવના યોગથી ઘણા સુભટો ઉત્પન્ન કર્યા. અથવા તો ગુરુના પ્રસાદથી દેવપાલ રાજાએ શત્રુને પરાજિત કર્યો. કારણ કે તેવા ગુરુની ઉપાસનાથી શું ન થાય? પછી રાજાએ જણાવ્યું કે–“હે ભવતારક નાથ ! હું શત્રુના ભયરૂપ અંધકારમાં પડ્યો હતો; પણ સૂર્ય સમાન તમે તેમાંથી મારો ઉદ્ધાર કર્યો. માટે હે પ્રભો ! દિવાકર એવું આપનું નામ પ્રસિદ્ધ થાઓ. ત્યારથી સિદ્ધસેન દિવાકર એવા નામથી પ્રસિદ્ધ થયા. પછી રાજાને તે અત્યંત માનનીય થઈ પડ્યા. તેથી રાજા તેમને ભક્તિથી બલાત્કારે સુખાસન તથા હસ્તી વગેરે ઉપર બેસાડતો અને તેઓ રાજભવનમાં જતા. એ હકીકત લોકોના મુખથી