________________
150
શ્રી પ્રભાવક ચરિત્ર
તારુણ્યને ઉચિત મૃદુ વાણીથી અને પછી તેના કૃત્યથી ઈર્ષ્યા આવતાં કર્કશ વચનથી મુકુંદ મુનિને કહેવા લાગ્યાહે મુનિ ! પોતાની વૃદ્ધાવસ્થાના અંતને ન જાણતાં ઉગ્ર પાઠના આદરથી આકુળ થયેલ તે મોગરાની લતાની જેમ મુશળને શી રીતે ફુલાવી શકીશ ?
એ પ્રમાણે સાંભળતાં તે વૃદ્ધ મુનિ વિષાદ પામ્યા અને ચિંતવવા લાગ્યા કે “જ્ઞાનાવરણથી દૂષિત થયેલ મારા જન્મને ધિક્કાર છે. માટે હવે ઉગ્રતાથી સરસ્વતી દેવીનું હું આરાધન કરીશ, કે જેથી એ ઈષ્ય વચન પણ સત્ય થાય.' એમ ધારી નાલિકેરવસતિ નામના જિનાલયમાં સમર્થ એવી ભારતી દેવીનું આરાધન તેણે શરૂ કર્યું. ત્યાં દઢ વ્રતધારી સ્કુરાયમાન ધ્યાનાગ્નિથી જડતાની ભીતિને ટાળનાર, સમતાને ધરનાર, વિકલ્પરૂપ કાલુષ્ય (મલિનતા) નિરસ્ત થવાથી શુદ્ધ બુદ્ધિ પ્રગટાવનાર તથા શરીરે નિષ્ઠપ રહી મૂર્તિના ચરણ-કમળમાં પોતાની દૃષ્ટિને સ્થાપન કરનાર એવા તે વૃદ્ધ મુનિ શરીરના આધારરૂપ ચાર પ્રકારના આહારનો ત્યાગ કરીને એક મુહૂર્તની જેમ એકવીસ દિવસ ત્યાં સ્થિર બેસી રહ્યા એટલે આ તેમના સત્ત્વથી સંતુષ્ટ થયેલ ભારતી દેવી સાક્ષાત પ્રગટ થઈને મુનિને કહેવા લાગી કે– હે ભદ્ર ! ઉઠ, હું પ્રસન્ન થઈ છું. તારા મનોરથ બધા પૂર્ણ થાઓ, હવે તને સ્કૂલના નહિ થાય માટે તને જે ઈષ્ટ હોય તે કર.”
એ પ્રમાણે સરસ્વતી દેવીનું વચન સાંભળતાં તે મુનિ ઉઠ્યા, અને પારણા માટે કોઈ ગૃહસ્થના ઘરે જતાં ત્યાં મુશળ તેમના જોવામાં આવ્યું. એટલે પૂર્વે યતિના મુખથી હાસ્ય-વચન સાંભળવાના અપમાનથી પોતે કરેલ પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા માટે તે ઋષિ બોલ્યા કે “હે ભારતી ! તારા પ્રસાદથી જો અમારા જેવા પણ પ્રાજ્ઞ થઈ વાદી થતા હોય, તો આ મુશળ પુષ્પિત થાઓ,' એમ કહીને મુનિએ પ્રાસુક જળથી મુશળને સિંચન કર્યું. જેથી તારાઓ વડે આકાશની જેમ તે તરત પલ્લવિત અને પુષ્પોથી યુક્ત થયું. પછી મુનિ ઘોષ કરીને કહેવા લાગ્યા કે–“સસલાનું શંગ (શીંગડું), ઇંદ્રધનુષ્યનું પ્રમાણ, શીતલ અગ્નિ, અને નિષ્પકંપ વાયુ-આ વાક્યમાં જે કોઈને કંઈ ગમતું ન હોય, તો વૃદ્ધ વાદી કહે છે કે તે મારી સામે આવીને બોલે.’ આ તેની પ્રતિજ્ઞાથી જ તે વખતના વાદીઓ બુદ્ધિમાં પ્રતિત થઈ બધા શૂન્યમતિ જેવા બની ગયા. આથી ગુરુએ ભારે વાત્સલ્યથી તેમને આચાર્યપદે સ્થાપ્યાં. કારણ કે પાત્રે નિયુક્ત થયેલ અર્થની જેમ ગુણો વૃદ્ધિ પામે છે. પોતે વૃદ્ધ છતાં જગતમાં તે વાદમુદ્રાથી વિભૂષિત થઈને વિખ્યાત થયા. તેથી તે વૃદ્ધ આચાર્ય વૃદ્ધવાદી એવી અન્વયયુક્ત પ્રસિદ્ધિને પામ્યા. એવામાં શ્રી જિનશાસનરૂપ કમળવનને વિકસિત કરવામાં ભાસ્કર સમાન એવા શ્રી સ્કંદિલાચાર્ય અનશન લઈને સ્વર્ગસ્થ થયા. એટલે ગચ્છરૂપ પૃથ્વીનો ઉદ્ધાર કરવામાં કચ્છપ (કાચબા) સમાન એવા વૃદ્ધવાદી ગુરુએ ગુણ સંતતિના સ્થાનરૂપ એવી વિશાલા નગરી તરફ વિહાર કર્યો.
એ અરસામાં દારિક્વરૂપ અંધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન એવો વિક્રમાદિત્ય નામે રાજા રાજ્ય કરતો હતો. ત્યાં કાત્યાયન ગોત્રમાં ઉત્પન્ન થયેલ દેવર્ષિ બ્રાહ્મણ અને દેવશ્રીનો પુત્ર સિદ્ધસેન નામે એક વિદ્વાન, વિપ્ર પ્રખ્યાત હતો. સર્વ શાસ્ત્રોમાં પારંગત એવો તે કોઈવાર ત્યાં આવ્યો અને શ્રીમાનું વૃદ્ધવાદીસૂરિને મળ્યો. એટલે તેણે પ્રશ્ન કર્યો કે—હે મુનિનાથ ! આજકાલ વૃદ્ધવાદી અહીં વિદ્યમાન છે ?
ત્યારે ગુરુ બોલ્યા- હું પોતે જ તે વૃદ્ધવાદી છું, એમ સમજી લે.”
ત્યાં સિદ્ધસેને કહ્યું “મારે વિદ્વદ્ ગોષ્ઠી કરવાની ઈચ્છા છે, માટે અહીં જ આપણે તે કરાવા બેસીએ, કે જેથી લાંબા વખતનો મારો સંકલ્પ સિદ્ધ થાય.” એટલે આચાર્ય બોલ્યા–“જો એમ હોય, તો પોતાના હૃદયને